- દર વર્ષે 10 લાખ ટન કોપરનું થશે પ્રોડક્શન, અંદાજે 10 હજાર કરોડનું રોકાણ : 7 હજાર લોકોને મળશે રોજગારી
મુન્દ્રામાં અદાણીએ કોપર રિફાઇનરીના કર્યા શ્રી ગણેશ કરી લીધા છે. આ પ્લાન્ટમાંથી દર વર્ષે 10 લાખ ટન કોપરનું પ્રોડક્શન થશે. પ્લાન્ટમાં બે તબક્કામાં અંદાજે 10 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે. જેનાથી કુલ 7 હજાર લોકોને રોજગારી મળવાની છે.
અદાણી ગ્રુપની કંપની ‘કચ્છ કોપર’એ મુન્દ્રા સ્થિત ગ્રીનફિલ્ડ કોપર રિફાઈનરી પ્રોજેક્ટમાં ઉત્પાદન શરૂ કર્યું છે. કંપનીએ આ રિફાઈનરીમાંથી કેથોડની પ્રથમ બેચ પણ ગ્રાહકોને મોકલી છે. આ સાથે ગ્રુપે મેટલ ઈન્ડસ્ટ્રીમાં પણ પહેલું પગલું ભર્યું છે.અદાણી ગ્રુપે આ પ્લાન્ટમાં 1.2 બિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 10,008 કરોડનું રોકાણ કર્યું છે. આ કોપર સ્મેલ્ટિંગ પ્લાન્ટ બે તબક્કામાં પૂર્ણ થવાનો છે, જેમાં પ્રથમ તબક્કામાં 5 લાખ ટન તાંબાનું વાર્ષિક ઉત્પાદન થશે.
રમિયાન, બીજા તબક્કામાં, સમાન ક્ષમતા વાર્ષિક 5 લાખ ટન સાથેનો બીજો પ્લાન્ટ બનાવવામાં આવશે. તેનો અર્થ એ કે, 10 લાખ ટનના કુલ વાર્ષિક ઉત્પાદન સાથે, તે એક જ સ્થાને સ્થિત વિશ્વનું સૌથી મોટું મેટલ સ્મેલ્ટર હશે. કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આજે એટલે કે ગુરુવાર, 28 માર્ચે આ માહિતી આપી છે. કચ્છ કોપરે જણાવ્યું હતું કે આનાથી 2,000 પ્રત્યક્ષ અને 5,000 પરોક્ષ નોકરીઓ માટેના વિકલ્પો ખુલશે.
કચ્છ કોપરની કામગીરીની શરૂઆત અંગે ગ્રૂપના ચેરમેન ગૌતમે જણાવ્યું હતું કે, ‘કચ્છ કોપરએ કામગીરી શરૂ કરી છે, અદાણી પોર્ટફોલિયો કંપનીઓ માત્ર મેટલ સેક્ટરમાં જ નથી આવી રહી, પરંતુ ભારતનું મજબૂત અને આત્મનિર્ભર ભવિષ્યનું સ્વપ્ન પણ સાકાર કરી રહી છે.અમારા અમલીકરણ અને મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરવાની ક્ષમતાનો હેતુ કોપર સેક્ટરમાં ભારતને વૈશ્વિક સ્તરે લઈ જવાનો છે. 2070 સુધીમાં કાર્બન ન્યુટ્રલ અને ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સપનાને સાકાર કરવામાં કોપર ઉદ્યોગનું મહત્વનું યોગદાન રહેવાનું છે.
હાલ જરૂરિયાતનું 90 ટકા કોપર આયાત કરવું પડે છે, અદાણી ચિત્ર બદલશે
ભારત તેની કોપર ઉત્પાદન ક્ષમતામાં ઝડપથી વધારો કરીને ચીન અને અન્ય દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે. ભારત તેની 90% કોપરની જરૂરિયાત દક્ષિણ અમેરિકા અને અન્ય ઘણા દેશોમાંથી આયાત કરે છે. પણ હવે અદાણી મોટાપાયે કોપરનું ઉત્પાદન વધારીને દેશની આયાતની નિર્ભરતા ઘટાડશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ ઉદ્યોગમાં કોપરનો 40% વપરાશ
વર્ષ 2023માં ભારતે બહારથી લગભગ 13 લાખ ટન કોપરની ખરીદી કરી હતી, આ વર્ષે તે વધીને 20 લાખ ટન થવાની આશા છે. રેટિંગ એજન્સી આઇસીઆરએના અહેવાલ અનુસાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ ઉદ્યોગ લગભગ 40% કોપરનો ઉપયોગ કરે છે. તે જ સમયે, 11% થી 13% કોપરનો ઉપયોગ ઓટોમોબાઈલ અને ગ્રાહક ડ્યુરેબલ્સમાં થાય છે.