રંગોનો ઉત્સવ એટલે હોળી અને હોળીમાં કેસુડો અને કુદરતી કલર કેમ ભૂલી શકાય… ભગવાન શ્રી કૃષ્ણના સમયથી કેસુડાના રંગોથી રમાતી હોળી ધુળેટી આજે પણ કૃષ્ણ મંદિરોમાં જોવા મળે છે. આજરોજ ઓખાના જ્ઞાન મંદિરમાં આવેલા રાજા ધીરાજ દ્વારકાધીશને કુંજ એકાદશી ઉત્સવ નિમિતે શ્રીજીને ફૂલોના શ્રૃંગાર કરવામાં આવ્યા હતા.
પૂજારીનું કહેવું છે કે આજરોજ કુંજની કુંજ સાથે ઠાકોરજી હોળી ખેલે છે વ્રંજ અંદર આ ઉત્સવ એક માસ પહેલેથી જ ઉજવાય છે. ઠાકોરજીને અબીલ ગુલાલ સાથે ફૂલોથી હોળી રમાડવામાં આવે છે. ઓખામાં પણ દ્વારકાધીશને શનિવારે ફૂલડોલ ઉત્સવ મનાવવામાં આવશે ત્યારે આધુનીક કેમીકલ રંગોથી નહી પણ ફૂલોથી હોળી રમાડવામાં આવશે તો સર્વે વૈશ્ર્નવોએ લાભ લેવા પૂજારી રવિન્દ્રભાઈ વાયડાનું ભાવભર્યું આમંત્રણ છે.