ગીર ગાયના દહીં – દૂધ અને પંચગવ્ય ઉત્પાદનો જનસમાજ સુધી પહોંચતા કરવા સંસ્થાનું પોતાનું સ્વતંત્ર રીટેઇલ આઉટલેટ શરૂ
શહેરની ઉત્તર-પશ્ર્ચિમ ભાગોળે ક્રિકેટ સ્ટેડીયમ સામે આવેલી શ્રીજી ગૌશાળા એની ચિવટભરી ગૌસેવા, વિશાળ સંકુલ, ગૌમૂત્ર ચિકિત્સા દ્વારા જન આરોગ્યની ખેવના અને ઉત્તમ કોટીના ગૌસત્વ ઉત્પાદનોના નિર્માણ વિક્રય દ્વારા જનસમાજને આરોગ્ય લાભ સાથે ગાય સાથે જોડવાનો એક ભગીરથ પ્રયાસ કરી રહી છે.
લગભગ બે હજારથી વધુ દેશી ગીર ગૌમાતાઓના લાલન-પાલન સાથે સંવર્ધન કરતી આ સંસ્થા સૌરાષ્ટ્રના ૭ શહેરોમાં નિ:શુલ્ક ગૌમૂત્ર ચિકિત્સા ચલાવી રહી છે. જેના દ્વારા વિગત ર૦ વર્ષોથી ૭ લાખથી વધુ રોગીઓને આરોગ્ય લાભ આપવાની સાથે જીવનદાન આપવામાં પણ સંસ્થા નિમિત બની છે. એવી એ શ્રીજી ગૌશાળા ગીર ગાયના દુધ, દહીૅ, માખણ, ઘી, ગોબર અને ગૌ મૂત્ર જેવા પંચગવ્યોના સંયોજન સાથે અનેક વિધ ગૃહઉત્પાદનો બનાવી રહી છે.
જેમાં મુખ્યત્વે ન્હાવાના પ્રીમીયમ સાબુઓ, ગૌસત્વ ફિનાઇલ, વિવિધ પ્રકારના શેમ્યુ, અનેક પ્રકારની અગરબતિઓ અનુ ધુપબતીઓ ઉપરાંત ગોબરમાંથી બનતી કવચ નામની એન્ટી રેડીયેશન મોબાઇલ ચીપ, એન્ટીવાયરલ લીકવીડ બામ, બહેનો માટે કેશવર્ધક હેર ઓઇલ, વાળ ખરતા અટકાવવાનું ઔષધ કેશ કસ્તુરી, મહેંદીમાંથી બનતી સંપૂર્ણ હર્બલ અને નુકશાન રહીત હીના હેર ડાઇ, ખીલ, ફોલ્લી, ચામડીના સ્નાનમાં વપરાતા શાસ્ત્રીય દ્રવ્યોથી નિર્મિત ઉબટન ફેશપેક, ઔષધિય ધુપ-છાણા, જુનો માઇગ્રેન, નશકોરાની ફરીયાદ અને ડ્રીપેશન જેવા રોગોમાં કામ કરતું પંચગવ્ય ઘૃત નોઝલ ડ્રોપ, ઓર્ગેનીક (જૈવિક) ખેતી માટે ગોબરમાંથી લગભગ ૧૦૦ દિવસે તૈયાર થતું ગૌવરદાન જેવું માઇક્રોબ કલ્ચર ખાતર જેવી અનેક ગૌ આધારીત સામગ્રીઓ અને ગીર ગાયના દૂધનો સ્વાદ અને સંસ્કાર ભાવી પેઢી સુધી પહોચાડવા સંસ્થા ગાયનું દૂધ તેમજ દૂધ નિર્મિત મલાઇમીશ્રી શ્રીખંડ, મલાઇમીશ્રી ફુલ્ફીઓ, અનેક પ્રકારની નૈસગીંક લસ્સીઓ તેમજ વિવિધ પ્રકારના બાળકોને પીવો ગમે તેવા ફલેવર્ડ મિલ્કત સહીત અનેક દૂધની હાઇજેનીક પ્રોડકટોનું નિર્માણ અને વિતરણ કરી સમાજને ગાય સાથે જોડવા ઉપરાંત ગૌશાળા પાંજરાપોળો શ્રીજી ગૌશાળાના આવા ઉત્પાદનો અત્યારે શહેરની વવિધ ૯ જેટલી ડેરીઓ અને મિલ્ક પાર્લરો દ્વારા ઉપભોકતાઓ સુધી પહોચાડવાનો સનિષ્ઠ પ્રયાસ સાથે સાથે ગૌસત્વ ગૃહ ઉત્પાદનો ઘર ઘરમાં વપરાતા કરવા અને એનો ઔષસ્ધક લાભ ગૌ પ્રેમી સમાજને પ્રાપ્ત કરાવવા સંસ્થા પોતાના ૪૦ થી વધુ ઉત્પાદકો શહેરની ૧૪ જેટલા સેવાકીય સંસ્થાનો દ્વારા વિતરણ કરી રહી છે.
છતાં પણ ઘણા બધા સમયથી અનેકો ગૌ પ્રેમી ઉપભોકતાઓનો આગ્રહ અને આવશ્યકતાઓના ફલ સ્વરુપ સંસ્થા રાજકોટ શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ જેવા ધમધમતા વિસ્તારમાં ટેલીફોન એક્ષ્ચેઇન્જ સર્કલ નજીક, જીએસપીસી ગેસ કંપની ઓફીસ સામે રાજમણી કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફલોર ખાતે ગૌસત્વ પાર્લર નો શુભ આરંભ રાષ્ટ્રીય કામધેનું આયોગના નવરીત અઘ્યક્ષ ડો. વલ્લભાઇ કથીરીયા તેમજ ટંકારા મોરબીવિસ્તારના ભૂતપૂર્વ ધારાસભ્ય અને જાણીતા ગૌપ્રેમી બાવનજીભાઇ મેતલીયા જેવા મહાનુભાવોના વરદ શુભ હસ્તે તા. ૨૬-૫ ને રવિવારે સવારે ૯.૩૦ કલાકે કરવા જઇ રહી છે.
ગૌપ્રેમી ઉપભોકતાઓને ગૌ ઉત્પાદનો સંસ્થા દ્વારા સીધા અને સ્વતંત્ર રીતે ઉપલબ્ધ બની શકે એવી ભાવના સાથે ઉદધાટીત થવા જઇ રહેલા આ ગૌસત્વ પાર્લર ના પ્રારંભ સમયે વિશાળ સંખ્યામાં ઉ૫સ્થિત રહી ગૌપ્રોડકટો સમજવા તેમજ તેના ઉપભોગ અને ગૌ પ્રેમી નાગરીક બનાવીએ એવી આશા સાથે સૌને ઉ૫સ્થિત રહેવા અનુરોધ કરાયો છે.