વિજેતા અને રનર્સઅપ ટીમને રોકડ પુરસ્કાર: ટુર્નામેન્ટની આવક ગૌશાળા, સેવાકીય સંસ્થાઓને અર્પણ
સંત ભોજલરામ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આયોજિત પાટીદાર પ્રીમિયમ લીગ ૨૦૧૯ નું ધમાકેદાર આયોજન મોરબી રોડ ખાતે કરવામાં આવેલ તેમાં ફાઇનલ મેચ માં શ્રીજી ઇલેવન નો ભવ્ય વિજય થયો અને રાઇજિંગ સ્ટાર ઇલેવન રનર્સ અપ રહી હતી અને ગત વર્ષ નું પુનરાવર્તન જોવા મળ્યું.
આ ફાઈનલ માં હાજર રહેવા બદલ તમામ દર્શકોનો આયોજક કમીટી આભાર વ્યક્ત કરે છે. સતત ત્રીજા વર્ષે સફળતા પૂર્વક પૂર્ણાહુતિ શહેર ના અગ્રણી ઓ અને સમાજ ના ઉદ્યોગકારો ની હાજરી માં કરવામાં આવી હતી.
વિજેતા ટીમ શ્રીજી ઇલેવન ને ૩૫૫૫૫/- રૂપિયા રોકડ અમારી આયોજક કમિટી અને નરેશભાઈ પટેલ ના સુપુત્ર શિવરાજ પટેલ દ્વારા એનાયત કરવામાં આવી તેમજ રનર્સઅપ ટીમ રાઇજિંગ સ્ટાર ઇલેવન ને ૧૫૫૫૫/- રૂપિયા રોકડ આયોજક કમિટી તેમજ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા દ્વારા આકર્ષિત ટ્રોફી આપવામાં આવી તેમજ સમાજ અગ્રણી ઓ મિતુલભાઈ દોન્ગા, મુકેશભાઈ રાદડીયા, ઠાકરશીભાઈ ગજેરા અનિલભાઈ જાદવ તુષારભાઈ નંદાણી વિઠ્ઠલભાઈ ઢાંકેચા અશોકભાઈ લુણાગરિયા દ્વારા બેસ્ટ બેટ્સમેન અને બેસ્ટ બોલર અને મેન ઓફ ધ સીરીઝ આપી સન્માનિત કરવામાં આવ્યા.
આ તકે બને ટિમ દ્વારા રોકડ રકમ ટ્રસ્ટ ને પરત આપી સેવા નું અનોખું ઉદાહરણ જોવા મળ્યુઆ ફાઈનલ દરમિયાન શહેરના અગ્રણી ઓ હર્ષદભાઈ માલાણી, મૌલેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ ફળદુ, જે.બી. બુસા, ભવાનભાઈ રંગાણી, કેતનભાઈ ધુલેશિયા તેમજ સમાજ ના અગ્રણી ઓ એ ખાસ હાજરી આપી ને ખેલાડીઓ ના જુસ્સા માં વધારો કર્યો હતો.
આ આયોજન દરમિયાન જે આવક થઈ તે ત્યાંજ અગ્રણી ઓ ની હાજરી માં સંસ્થા ઓ ને દાન અર્પણ કરવામાં આવ્યું જેમ કે માનવ સેવા ટ્રસ્ટ, મંદબુદ્ધિ ના બાળકો ની સંસ્થા, બીમાર નંદી ગૌશાળા, તેમજ કિશાન ગૌશાળા આ ચાર સંસ્થા ને રૂપિયા એકાવન હજાર ના ચેક આપવામાં આવ્યા.
આ સમગ્ર આયોજન ને સફળ બનાવવા ટ્રસ્ટ ના પ્રમુખ ભરતભાઈ પીપળીયા ડો. પાર્થ ઢાંકેચા, એડવોકેટ ચેતન ચભાળિયા, વિશાલભાઈ રામાણી, અતુલભાઈ કમાણી, વિમલભાઈ મુંગરા, પરેશભાઈ લીંબસીયા, કૈલાસભાઈ ચભાળિયા, પરેશભાઈ ઢોલરીયા, ભૂપતભાઈ કાનાણી, રમેશભાઈ લુણાગરિયા, દિલીપભાઈ મુંગરા, તેમજબ PPLની યુવા કમિટી ખૂબ જ જહેમત ઉઠાવી.