ગુણવતા, આધુનિકતા અને કલત્મકતાનો ત્રિવેણી સંગમ સમાજ રેસીડેન્સીયલ સ્કીમ
રાજકોટના કેનાલ રોડ પર જેવા ધબકતા વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સજજ ગુણવતા, કલાત્મકતા અને આધુનિકતાના ત્રિવેણી સંગમ સમાન તમામ સુખ-સુવિધાઓ, મઘ્યમ વર્ગને પણ ઘ્યાનમાં રાખી આકાર પામનાર અદભૂત રેસીડેન્સીયલ સ્કીમ જેમાં ટેર્નામેન્ટસ તથા એપાર્ટમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે નામાંકિત અલ્ટ્રામોર્ડન ડિઝાઇન તેમજ બિલ્ડીંગ નિર્માણના ક્ષેત્રમાં આગવું નામ ધરાવનાર બિલ્ડર્સ એન્ડ ડેવલપમેન્ટના ડ્રીમ પ્રોજેકટ સમાન શ્રી વસુંધરા રેસીડેન્સીયલ પ્રોજેકટના શુભ ભૂમિ પૂજન અવસરે ચીમનભાઇ લોઢીયાએ અબતકને જણાવ્યું હતું કે રાજકોટમાં આટલી મોટી જગ્યા લગભગ આખા શહેરમાં કયાંય નથી.
લગભગ ૩૧,૦૦૦ વાર જગ્યામાં એક સરસ મજાનું આયોજન કરવાનો વિચાર આવ્યો અને એ વિચાર એટલા માટે આવ્યો કે નાના માણસો અને મઘ્યમ માણસો પણ આ મકાન ખરીદી શકે. એટલે અમે ટેનામેન્ટ અને ફલેટ એ બંન્ને બનાવવાનો વિચાર કર્યો અને જે લોકો ૧ર હજાર, ૧પ હજાર રૂપિયાના ભાડાના મકાનમાં રહે છે તે પોતાનું ઘરનું ઘર વસાવી શકે તેવા એક શુભ હેતુથી આ આયોજન કરવાનો વિચાર આવ્યો. અમે અત્યારે ૩-બીએચકે એવો એક ટેનામેન્ટ અને બે-બીએચકે એવો ફલેટ ખુબ જ નાના માણસોને પોસાય એવાં ભાવમાં બનાવેલ છે. અમારા જે પણ પ્રોજેકટ હોય એ ખુબ જ સારા અને જે પણ કવોલીટી જાળવી રાખી અને આઇ.એસ.આઇ. ના માર્કાવાળુ મટીરીયલ વાપરવાનું આયોજન કરેલ છે અમારા આર્કિટેક કિશોરભાઇ ત્રિવેદી તેને પણ શોખ હતો કે અમે એવો એક પ્રોજેકટ બનાવીએ કે જે મઘ્યમ લોકોને પોસાય, અને તેઓ ઘર ખરીદી શકે.
અમે આ પ્રોજેકટ એફોર્ટેબલમાં બનાવેલ છે એટલે ગર્વમેન્ટની જે સ્કીમ છે તેમજ જેને પોતાનું ઘર ન હોય અને પેલીવાર જે ઘર ખરીદતાં હોય તેને ૨,૩૦,૦૦૦ ની સબ સીડી મળે અને બેન્કોમાથી ૮.૩૦ થી ૮.૪૫ ટકા માં પ વર્ષથી લઇને ૩૦ વર્ષ સુધીના હપ્તાથી ધીરાણ મળે આવું એક સરસ આયોજન કરેલું છે. અમારે અહીંથી સોની બજાર બિલકુલ નજીક પડે પેલેસ રોડ નજીક પડે અને હર એક લોકોને તેના પોતાના ધંધા અને ઉઘોગથી નજીક પડે તેવી અમારી આ જગ્યા છે.