અમેરિકાની ધરતી પર પ્રથમ વખત સર્વમંગલ સ્ત્રોતનું અનુષ્ઠાન યોજાયું: સંતો તથા મેયરએ દિપ પ્રાગટય કર્યું
અમેરિકાના ન્યુજર્સી સ્ટેટ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલના પંચાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાયો. રાજકોટ ગુરૂકુલ અને તેની ૩૫ શાખાઓના અધ્યક્ષ ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા ન્યુજર્સી રાજયના પરામર્શ શહેરના મેયર રિચાર્ડ એ.લબારબીએરાએ દિપ પ્રાગટય કરી પંચાબ્દી મહોત્સવને ખુલ્લો મુકયો હતો.
શ્રી પ્રભુસ્વામીના કહ્યાનુસાર ઉત્સવના પ્રારંભ પૂર્વે ધુનવાળા શ્રી નારાયણપ્રસાદદાસજી સ્વામી તથા શ્રી ધર્મનંદનદાસજી સ્વામી શ્રી આનંદસ્વામી તથા શ્રી રઘુવીરદાસજી સ્વામી તથા હરિભકતોએ ભગવાન શ્રી સ્વામિનારાયણની ધુન સાથેની પ્રાંત:કાલે પ્રભાત ફેરી કરેલ. રાજકોટના પવિત્ર ભૂદેવશ્રી કિશોરલાલ દવે મહારાજે સર્વમંગલ સ્ત્રોતના પુરશ્ર્વરબનો પ્રારંભ કરાવેલ. ભગવાન શ્રી સ્વામિનારાયણ આત્મસાક્ષાત્કારને પામેલ ત્રિકાળદર્શી સંત શ્રી શતાનંદ સ્વામીએ રચેલ શ્રીમદ્ સત્સંગીજીવન ગ્રંથના ૧૬૫૪૨ શ્ર્લોકના સારરૂપ શ્રી સર્વમંગલ સ્ત્રોતની રચના કરેલ. આ ગ્રંથ અને સ્ત્રોતમાં ભગવાનના ગુણો, ઐશ્ર્વર્યોને ચરિત્રો સાથે જીવનની નીતિરીતિ, યોગશાસ્ત્ર, ખગોળ ભુગોળ તેમજ શારીરિકને આધ્યાત્મિક સુખાકારીનો સદ્પ્રદેશ સમાયેલ છે.
અમેરિકામાં ગુરૂકુલોનું સંચાલન કર્તાશ્રી શાંતિપ્રિયદાસજી સ્વામીએ કહ્યું હતું કે, ન્યુજર્સીમાં પરામર્સ ખાતે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલની શાખાની શરૂઆત ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ સાથે પુરાણીશ્રી દેવપ્રસાદદાસજી સ્વામીના માર્ગદર્શાનુસાર સને ૨૦૧૩માં કરવામાં આવેલ. ભગવાનના ષોડશોધચાર પૂજન નિત્ય સવારે કરવામાં આવે છે. શનિ-રવિ વિશેષ સત્સંગનો લાભ સહુ લે છે. આજે પ્રથમ દિવસ પુરાણી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ સત્સંગ લાભ આપતા કહ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે ગૃહસ્થને પાંચ નિયમ આપેલ છે. જેમાં દારૂ ન પીવો, ચોરી ન કરવી, માસ ન ખાવું, વ્યભિચાર ન કરવો તથા જેના હાથનું રાંધેલ અન્ન ન ખપતું હોય તે નખાવું એ રીતે સાધુઓ પાંચ નિયમો કહેતા વર્તમાન આપેલ છે. જેમાં નિષ્કામ નિલોર્ભ, નિર્માન, નિસ્નેહ, નિ:સ્વાદ મુખ્ય છે.
જેમાં ઠાકોરજી સાથે ગુરુવર્યની દેવકૃષ્ણદાસજી સ્વામી તથા શ્રી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી બિરાજીત થયેલ. આ યાત્રામાં સંતો, હરિભકતો તથા મહિલા ભકતો જોડાયેલ. પંચાબ્દી મહોત્સવના દિપ પ્રાગટય બાદ મેયરએ કહેલ કે દરેક દોરાના એક મેક સાથે એકઠા થવાથી કપડુ બને છે ને તે આપણને ઉપયોગી થાય છે તેમ અમારા પરામસ શહેરમાં વિવિધ દેશનાને ધર્મના લોકોના રહેવાથી પરામશની ચમક અમેરીકામાં ચમકે છે. તમે આ ભૂમિને સ્મરણીયને સુશોભિત કરી છે. અંધારી જગ્યાને તેજોમય કરી છે. આટલા લોકો તેમાં પણ બાળકો વગેરે સાથે રહીને પ્રાર્થના કરો છો તેથી પરાયણ શહેર અને અમેરિકાની ઉન્નતિ વધતી રહે છે. અંતમાં પોતે સંતો પાસેથી આર્શીવાદ માંગેલ. ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ ભારતીય સંસ્કૃતિના પ્રતિકરૂપે નાળીયેર સાથેનો સુવર્ણક્રાંતિવાળો કુંભ અર્પણ કરેલ તેઓએ સર્ટીફીકેટ અર્પણ કરેલ.પરામસ શહેર ટ્રાફિક ઈન્સ્પેકટરને આપણા ગુજરાતી અમીતભાઈ વૈદ્યને સ્વામીએ આશીર્વાદ અર્પી બહુમાન કરેલ. અંતમાં બાળકોએ બાલપંચમાં વિવિધ પ્રાર્થના, નૃત્ય, રૂપક, ડાંસ, કિર્તનગાન વગેરે રજુ કરી ભગવાન અને સંતોનો રાજીપો મેળવેલ. સભા સંચાલન રાહુલભાઈ વઘાસીયા, હરિપ્રિયદાસજી સ્વામી શ્રીતીર્થ સ્વામીએ કરેલ. ધીરૂભાઈ, જયભાઈ ધડુક તથા ચતુરભાઈ વઘાસીયાએ મેયરનું સ્વાગત કરેલ હતું.