બેંગ્લોર કોટ્ટયમના પુથુપલ્લી પલ્લી, સેન્ટ જ્યોર્જ ઓર્થોડોક્સ ચર્ચના સ્મારક ભોજનના અવસર પર આ ૪૬૨ વર્ષ પ્રાચીન ચર્ચ ગુરુદેવ શ્રીશ્રી રવિશંકર, વૈશ્વિક માનવતાવાદી તેમજ આધ્યાત્મિક ગુરુઅનેઆર્ટ ઓફ લિવિંગના પ્રણેતા તેમજ સંસ્થાપક ને ઓર્ડર ઓફ સેન્ટ જ્યોર્જ પુરસ્કારથી સમ્માનિત કરેલ.
આ પુરસ્કાર ૫ મેના એક સમારોહમાં આપવામાં આવેલ. જેમાં ચર્ચના વરિષ્ઠ નેતા તેમજ સમાજના પ્રમુખ સદસ્યો ભાગ લીધો હતો. ગુરુદેવે વિશ્વભરમાં તણાવમુક્ત અને હિંસારહિત સમાજ માટે અભૂતપૂર્વ આંદોલનનું નેતૃત્વ કર્યું છે. અસંખ્ય કાર્યક્રમો તેમજ જ્ઞાનની વાતો દ્વારા, વિભિન્ન સંસ્થાઓના સંપર્ક દ્વારા જેમાં આર્ટ ઓફ લિવિંગ અને ઇન્ટરનેશનલ એસોસીએશન ફોર હ્યુમન વેલ્યુઝ પણ શામેલ છે.
આ ચર્ચ, જેને પૂર્વના જ્યોર્જિયન તીર્થ સ્થળ તરીકે માનવામાં આવે છે, આવાર્ષિક ભોજ ઘણા પારંપરિક રીતી રીવાજો માટે પણ જાણીતું છે જેમ કે ધજા લહેરાવવી, આતિશબાજી, બાળકોને ભાત ખવડાવવા, સામુહિક ભોજન, પારંપરિક જુલુસ તેમજ આતિશબાજી, પારંપરિક મિલાપ વગેરે વગેરે.