વિસાવદર: મંડળીના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના ઔદ્યોગીક વિકાસ માટે આયોજન પર ભાર મૂકતા ધારાસભ્ય
માંડાવડ ગામે ચાલતી શ્રી સાંઇનાથ ક્રેડીટ કો.ઓ.સ. મંડળીની 15મી વાર્ષિક સાધારણ સભા મંડળીના ચેરમેન ગીજુભાઇ વિકમાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ. વિસાવદર સુંદરબા બાગ ખાતે આયોજન કરવામાં આવેલ. દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઇ કાવાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઇ વાડોદરીયા, કોંગ્રેસ શહેર પ્રમુખ નયનભાઇ જોશી, જિલ્લા પંચાયત જૂનાગઢ શિક્ષણ સમિતિના ચેરમેન વિરેન્દ્રભાઇ સાવલીયા, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઇ કોટીલા, બગસરા નાગરિક સહકારી મંડળીના પૂર્વ સેક્રેટરી ડી.જી. મહેતા તેમજ જૂનાગઢ જિલ્લા સંઘના સેક્રેટરી રાજેશભાઇ ઠાકર તેમજ મંડળીના કાયમ માટે માર્ગદર્શન આપતા અને એક સારી પ્રતિમા જૂનાગઢમાં ધરાવતા એલ.જી. કાચા ખાસ ઉપસ્થિત રહેલ અને મંડળીના વાઇસ ચેરમેન રમણીકભાઇ દુધાત્રા દ્વારા મંડળીની કાર્યવાહી બાબતે વિસ્તૃત વાંચન કરેલ અને સહકાર ક્ષેત્રેને વેગ મળે તેવા બોર્ડ ઓફ ડિરેક્ટરોને ટકોર કરવામાં આવેલ. ધારાસભ્યના વક્તવ્યમાં જણાવેલ કે આપણા વિસ્તારમાં હજુ સહકારી ક્ષેત્રમાં ઘણા પાછળ છીએ તેને વેગ આપવો જોઇએ અને મંડળીના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારમાં ગૃહ ઉદ્યોગો શરૂ થાય તેવા પ્રયત્નો કરવા જોઇએ.
રાજનભાઇ ઠાકર દ્વારા સહકારી ક્ષેત્રે સરકાર દ્વારા અનેકવિધ આયોજનો થઇ રહ્યા છે અને તો ગ્રામ્યો વિસ્તાર સુધી ફેલાવો થાય અને છેવાડાના માણસો તેનો લાભ લઇ શકે તેવી જાગૃતતા લાવવા પ્રયાસો કરવા જોઇએ. આ પ્રસંગનું સં5ૂર્ણ સંચાલન રમણીકભાઇ ગોહેલ દ્વારા કરવામાં આવેલ.