જીવરાજબાપુ, શામજીબાપુની પૂજનવીધી: ભાવિકોને ધર્મોત્સવમાં પધારવા નિમંત્રણ

શ્રી આપાગીગાનો ઓટલો (મોલડી) ચોટીલા ખાતે પ.પૂ. શ્રી જીવરાજબાપુ ગૂરૂ શ્રી શામજીબાપુ મહંત શ્રી સતાધારની જગ્યાના સાનિધ્યમાં આગામી શુક્રવારે સવારે ૮.૩૦ થી ૧૧ વાગ્યા સુધી શ્રી સદગૂરૂવંદના મહોત્સવની ઉજવણી કરાશે.

ગૂરૂપૂર્ણિમાએ ગૂરૂ વંદનાનો સર્વ શ્રેષ્ઠ દિવસ છે. આ વર્ષની ગૂરૂપૂર્ણિમાં પૂ. સદગૂરૂદેવ જીવરાજબાપુ ગૂરૂ શામજીબાપુના શિષ્ય માટે વિશેષ યાદગારબ બનશે તા.૨૭ને શુક્રવારે પ.પૂ. જીવરાજબાપુ ગૂરૂ શામજીબાપુ સાનિધ્યમાં શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા ખાતે ગૂરૂપૂર્ણિમા મંગલ મહોત્સવ ઉજવાશે. આ રૂડા અવસરનાં ખબરથી સમગ્ર શિષ્ય પરિવારમાં હરખની હેલી ચડી છે. પૂ. જીવરાજબાપુ ગૂરૂ શામજીબાપુના એક હાથમાં જ્ઞાનનો મંગલ દિવડો છે તો બીજા હાથમાં આશિર્વાદની ધુપસડી છે. તેવો સર્વે શિષ્યના અંતરનાં ઓરડામાં અજવાળુ પાથરનાર પથદર્શક છે. જીવનના જહાજને ખડક સાતે ટકરાતું બચાવવાનું કામ સદગૂરૂ કરે છે. એક સમયના નરેન્દ્રનું વિશ્ર્વ વિખ્યાત વિવકેનાનંદમાં પરિવર્તન કરાવનાર ગૂરૂ રામકૃષ્ણ પરમહંસ હતા. છત્રપતિ શિવાજી મહારાજ પાછળ ગૂરૂ સ્વામી રામદાસની પ્રતિભા હતી. શ્રી કૃષ્ણ ગૌરવથી કહેતા કે હું સાંદીપની ઋષિનો શિષ્ય છું. ભગવાનશ્રી રામ કહેતા કે હું મહર્ષિ વશિષ્ઠનો શિષ્ય છું. પારસમણીના સ્પર્શથી લોઢુ કંચન બને પરંતુ સદગૂરૂ રૂપ પારસમણીના સ્પર્શથી પારસમણી જેવા શિષ્યનું સર્જન થાય આપણા દેશમાં આ ગૌરવવંતીપરંપરા જળવાયેલી છે. સમર્થ સદગુરૂમાં જે સદગુણો હોવા જોઈએ તે બધા જ સદગુણો પ.પુ. જીવરાજબાપુ ગુ‚ શામજીબાપુમાં દરેક સેવકગણ તેમજ શિષ્યો જોઈ રહ્યા છે. આવા સદગુ‚જીની પ્રત્યક્ષ હાજરીમાં ગૂરૂપૂર્ણિમા પ્રસંગના સાક્ષી બની ધન્યતા અનુભવવાની તક સૌ ભાવિકજનોને મળી છે. સદગૂ‚ના દર્શન અને આશિર્વાદ રૂપી સોનામાં મહાપ્રસાદની સુગંધ ભળશે.

આ કાર્યક્રમ બાદ સાધુ સંતો મહંતોને શ્રી સતાધાર ધામ તેમજ શ્રી આપાગીગાનો ઓટલાની જગ્યાની પરંપરાઓ મુજબ મહાપ્રસાદ બાદ ભેટ પુજા પણ પ.પૂ. સતાધાર જગ્યાના મહંત જીવરાજબાપુ ગૂરૂ શામજીબાપુ દ્વારા આપવામા આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.