Abtak Media Google News

શિવમ મેડીકલ સ્ટોરમાં એલોપેથીક આયુવેદિક દવાઓ તેમજ ઇમ્પોર્ટેડ કોસ્મેટિક પ્રોકડટ રાહત દરે મળશે: શિવમ ગ્રુપના ડાયરેકટર અશ્ર્વિન ભુવા, ડો. ચેતન હાંસલિયા સહીતના સભ્યોને પત્રકાર પરિષદ યોજી માહીતી આપી

રાજકોટ શહેરમાં જાહેર જનતાના સેવાર્થે સતત ર0 વર્ષથી ર4 કલાક શિવમ મેડીકલ ગ્રુપ (ઇન્દિરા સર્કલ) કાર્યરત છે. શિવમ મેડીકલ ગ્રુપની શહેરમાં વિવિધ જગ્યાએ મેડીકલ સ્ટોરના આઉટ લેટ આવેલ છે. ત્યારે શહેરમાં શિવમ મેડીકલ સ્ટોરનું અંબિકા ટાઉનશીપ ખાતે શરુ કરવામાં આવેલ છે. આ સ્ટોરનું ઉદઘાટન સાંસદ પરસોતમ રૂપાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

શિવમ મેડીકલ ગ્રુપના તમામ મેડીકલ સ્ટોર પરથી એલોપેથીક દવાઓ, આયુર્વેદિક દવાઓ તેમજ ઇમ્પોટેડ કોસ્મેટિક આઇટમો રાહત દરે મળે છે. ત્યારે અંબીકા ટાઉનશીપમાં શરુ કરવામાં આવેલા શિવમ મેડીકલ સ્ટોરમાંથી પણ દર્દીઓને એલોપેથીક, આયુર્વેદિક દવાઓ રાહતદરે આપવામાં આવશે. તથા સ્ટોરમાં ઇમ્પોર્ટેડ કોસ્મેટિક આઇટમો પણ રાહત દરે મળી રહેશે. શિવમ મેડીકલ સ્ટોર લોકોના કલ્યાણાર્થે ર4 કલાક માટે ખુલ્લુ રહેશે. ગઇકાલે ઉદઘાટન પ્રસંગે સાંસદ પરસોતમ રૂપાલા, જાણીતા ઉઘોગપતિ તથા ઉમીયા માતાજી મંદિર સીદસરના ચેરમેન મૌલેશ ઉકાણી તેમજ ઉમીયા માતાજી મંદિર સિદસર ઉપપ્રમુખ જગદીશ કોટડીયા સહીતના મહાનુભાો ઉ5સ્થિત રહ્યા હતા.

આ તકે શિવમ મેડીકલ ગ્રુપના અશ્ર્વિનભાઇ ભુવા, ડો. ચેતભાઇ હાંસલીયા, ધર્મેશભાઇ ભાલોડીયા, હીતેશભાઇ ભુવા, ભાવેશભાઇ ભુવા, આકાશ ભલાણી, પિયુષ સાદરીયા, ભુપત કામાણી, હાર્દીક વીરોજા એ ઉ5સ્થિત મહેમાનોન આવકાર્યા હતા.

શિવમ મેડીકલ સ્ટોર ર4 કલાક કાર્યરત રહેશે. તથા મો. નં. 90905 25208 પર સંપર્ક કરી દવાઓની ઓન લાઇન ખરીદી કરી દવાની હોમ ડીલીવરી મેળવી શકો છો.

શહેરમાં શિવમના 11 મેડીકલ સ્ટોર કાર્યરત, આજે 1રમાં આઉટલેટનો શુભારંભ થયો: ધર્મેશ ભાલોડીયા

અબતક સાથેની વાતચીતમાં ધર્મેશ ભાલોડીયાએ જણાવ્યું હતું કે અમે શિવમ ગ્રુપ સાથે છેલ્લા 10 વર્ષથી સંકળાયેલા છીએ. શિવમ ગ્રુપની ખાસિયત એ છે કે અમે દર્દીઓને માત્ર દવાઓ જ નહી પરંતુ સાથે આત્મીય ભાવ પણ આપીએ છીએ. કારણ કે દર્દીઓને માનસિક સધીયારો આપીએ તો જલ્દીથી સાજા થાય છે. તેવું મારું માનવું છે. રાજકોટમાં અમારી

11 આઉટ લે કાર્યરત છે. આજે 1રમો આઉટલેટ શરુ કરેલ છે. અને આવતા વર્ષે હજુ એક શરુ કરીશું. બાલાજી હોલ, ઇન્દીરા સર્કલ, વિદ્યાનગર મેઇન રોડ સહિતના વિસ્તારમાં હાલ સ્ટોર ચાલુ છે. અમારા નવા સ્ટોરમાં દસ હજારથી વધુ દવાઓ ઉપલબ્ધ છે અને ચોવીસ કલાક જરુરીયાત ના સમયે લોકોને દવાઓ મળી રહેશે.

લોકોને જરુરીયાત મુજબની દવાઓ, કોસ્મેટીકની પ્રોડકટ રાહત દરે મળશે: અશ્ર્વિન ભુવા

અબતક સાથેની વાતચીતમાં શિવમ ગ્રુપના ડાયરેકટર અશ્ર્વિનભાઇ ભુવાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા રપ વર્ષથી રાજકોટમાં મેડીકલ ક્ષેત્રે કાર્યરત છીએ. અમારે ઇન્ડિયા સર્કલ ખાતે ડે એન્ડ નાઇટ મેડીકલ સ્ટોર

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.