બહેનો રાજ્યની અંદર રૂ.50 અને રાજ્યની બહાર રૂ.100ના ફ્લેટ ડિસ્કાઉન્ટેડ ચાર્જ પર રાખડી મોકલી શકશે: કંપની ભારતના 3,764 લોકેશન્સ પર રાખડી ડિલિવર કરશે

આ વર્ષના રક્ષાબંધનના તહેવારને વધુ ખાસ બનાવવા માટે ભારતની અગ્રણી કુરિયર અને લોજિસ્ટિક્સ કંપનીઓમાં સ્થાન ધરાવતી શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડે ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અનોખી ઓનલાઈન તથા ઓફલાઈન રાખડી બુકિંગ અને ડિલિવરી સર્વિસ લોન્ચ કરી છે. કંપનીએ જે-તે રાજ્યની અંદર જ રાખડી મોકલવા માટે રૂ.50નો અને રાજ્ય બહાર રાખડી મોકલવા માટે રૂ.100નો ફ્લેટ ડિસ્કાઉન્ટેડ ચાર્જ લેવાની જાહેરાત કરી છે. આ રીતે કંપનીએ રાખડી મોકલવા માટેના પ્રિન્ટેડ રિટેલ ભાવ પર 30 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે.

રાખડીના પરંપરાગત બુકિંગની સાથે કંપની રાખડી અને ચોકલેટ બોક્સના ઓનલાઈન બુકિંગની સર્વિસ પણ ઓફર કરી રહી છે અને આ તહેવારે ગ્રાહકો માટે ઝડપી અને અસરકારક ડિલિવરી સર્વિસ પણ સુનિશ્ર્ચિત કરી છે. ગ્રાહકો કંપનીની વેબસાઈટ WWW,SHREEMARUTI.COMપર રાખડીનું ઓનલાઈન બુકિંગ કરાવી શકશે અને તેમની પોતાની રાખડી મા

ટે પિક-અપ અને ડિલિવરીની સર્વિસ પણ મેળવી શકશે.ઓનલાઈન રાખડી બુકિંગ માટે ગ્રાહકે કંપનીની વેબસાઈટ WWW,SHREEMARUTI.COM પર જઈને ખૂબ જ કિફાયતી દરે વિવિધ રેન્જની રાખડી અને ચોકલેટ બોક્સનું બુકિંગ કરી શકે છે. આ રાખડી ખાસ ડિઝાઈન કરેલા કવરમાં પેક કરવામાં આવશે. આ તહેવારને ખાસ બનાવવા માંગતા ગ્રાહકો માટે શ્રી મારૂતિએ રાખડી અને ચોકલેટ બોક્સનું ખાસ રાખી ગિફ્ટ બોક્સ તૈયાર કર્યું છે. આ ઓનલાઈન રાખડી ડિલિવરી સર્વિસ ભારતના 3,764 લોકેશન્સ પર ઉપલબ્ધ રહેશે.

જે બહેનો પરંપરાગત રીતે તેમની પોતાની રાખડી મોકલવા માંગતી હોય તેઓ શ્રી મારૂતિના નજીકના લોકેશનથી ખાસ ઓનલાઈન બુકિંગ અને પિક-અપ સર્વિસનો લાભ લઈ શકે છે. એક વખત ઓનલાઈન બુકિંગ થઈ જાય પછી પિક-અપથી માંડીને ડિલિવરી સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન અને ઝડપી કરવામાં આવશે. ગ્રાહકના ઘર કે ઓફિસથી રાખડી કે પાર્સલ પિક-અપ માટે કંપની નજીવો ચાર્જ લેશે.

ભારતીય પરિવારો માટે રક્ષાબંધનનો તહેવાર સવિશેષ છે: મારૂતિ કુરિયરના મેનેજિંગ ડિરેક્ટર અજય મોકરિયા

આ પહેલના પ્રારંભ અંગે શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અજય મોકરિયાએ જણાવ્યું હતું કે “ભારતીય પરિવારો માટે રક્ષાબંધનનો તહેવાર હંમેશા સવિશેષ હોય છે અને અમે દેશભરમાં ઝડપી અને સુરક્ષિત રીતે રાખડી તથા ગિફ્ટ બોક્સ ડિલિવર કરવા માટે પ્રયત્નશીલ છીએ. અમે સમજીએ છીએ કે આ તહેવારના સમયે ગ્રાહકો તેમની રાખડી અને અન્ય શિપમેન્ટ્સની ડિલિવરી સમયસર મળે તેવું ઈચ્છતા હોય છે એટલે દર વર્ષની માફક આ વર્ષે પણ અમે વધુ એક્યુરેટ અને સમયસર ડિલિવરી મળી રહે તે માટે અમારી ડિલિવરી સર્વિસીઝને મજબૂત બનાવી છે.” “અમારી ટીમ રક્ષાબંધનના તહેવાર સાથે સંકળાયેલા સમય જ નહીં, પણ લાગણીઓને પણ સમજે છે અને તેની કદર કરે છે. શ્રી મારૂતિ પરિવાર માટે રાખડીની ઝડપી ડિલિવરીએ વ્યાપાર કરતાં વિશેષ એક સામાજિક અને નૈતિક જવાબદારી છે. અમને ગર્વ છે કે અમે છેલ્લા 37 વર્ષોથી દુનિયાભરમાં ભાઈઓને રાખડીનો પ્રેમ અને હૂંફ પહોંચાડવાનો વિશ્ર્વાસ અને પરંપરા જાળવી રાખી છે”

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.