મેં ખ્વાબો કી શહેજાદી, મેં હૂં હર દિલ પે છાઈ
હાઉસવાઈફ વિદ્યા બાલનનો ફિલ્મ ‘તુમ્હારી સુલુ’માં શ્રીદેવી અવતાર જોવા મળશે. તેણે ફિલ્મ ‘મીસ્ટર ઈંડિયા’નો અતિ લોકપ્રિય ડાન્સ ‘હવાડવાઈ’ને કર્યું છે. વિદ્યા અને શ્રીદેવી પ્રત્યે ટ્રીબ્યૂટ ગણાવે છે.
હવાહવાઈ ડાન્સ શ્રીદેવીની ફિલ્મી કેરીઅરમાં એક માઈલસ્ટોન સાબિત થયો છે. ૧૯૮૭માં રીલીઝ થયેલી ફિલ્મ ‘મીસ્ટર ઈન્ડિયા’ ત્રણ રીતે યાદગાર છે. (૧) શ્રીદેવીનો હવાહવાઈ ડાન્સ (૨) વિલન મોગેમ્બો અને (૩) વ્યક્તિને ગાયબ કરી દેતું પેલું સાયન્ટિફિક ગેજેટ. બિચારો અનિલ કપૂર આમાં કયાંય ખોવાઈ ગયો હતો.
ચૂલબૂલી શ્રીદેવીની ઈમેજને ધ્યાનમાં રાખીને મીસ્ટર ઈન્ડિયામાં હવાહવાઈના પ્લાન કરવામાં આવ્યો હતો. કોઈ માને નહીં કે આ ગીત જાવેદ અખ્તર જેવા આલા દરજ્જાના શાયરે લખ્યું હશે. આ ગીતમાં આવો વધુ એક મિરેકલ થયો. શાસ્ત્રીય લયના ગીતો ગાતી કવિતા ક્રિષ્નામૂર્તિ પાસે સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલે હવાહવાઈ ગવડાવ્યું. ત્યારબાદ શ્રીદેવી માટે કવિતાએ ગાયેલું ‘ચાલબાઝ’નું પેલું રેઈન સોન્ગ ‘ના જાને કહા સે આયી હે’ પણ હિટ થયું. યોગાનુયોગ બધું પરફેકટ ગોઠવાયું. કોરીયોગ્રાફર સરોજ ખાનને પણ એવોર્ડ મળ્યો. ફિલ્મ ‘મીસ્ટર ઈન્ડિયા’ પ્રોડયુસર બોની કપૂર અને હીરોઈન શ્રીદેવી માટે સ્પેશ્યલ છે. આ ફિલ્મથી જ બોની અને શ્રીદેવીનું પ્રેમ પ્રકરણ શ‚ થયું. હવે તો શ્રી અને બોની બે દીકરી જાન્હવી અને ખુશીના મોમ-ડેડ બની ગયા છે. જાહન્વી કપૂર પણ મમ્મીની માફક બિગ સ્ક્રીન પર આવવા થનગની રહી છે. બાય ધ વે, ફિલ્મ ‘તુમ્હારી સુલુ’માં મધ્યમ વર્ગની ગૃહિણી બનેલી તેનું રેડિયો જોકી બનવાનું અધૂરું સપનું પૂરું કરે છે. હવાહવાઈ ગીતને ફિલ્મની સ્ટોરી સાથે કોઈ નિસ્બત નથી. આ ફિલ્મ આગામી તારીખ ૧૭ નવેમ્બરે રીલીઝ થશે. ‘તુમ્હારી સુલુ’માં વિદ્યા બાલન ઉપરાંત માનવ કૌલ, નેહા ધૂપિયા અને મલિષ્કા (રેડિયો જોકી)ની મહત્ત્વની ભૂમિકા છે.