ડો. અંકુર સિણોજીયા, ડો. રાજેશ વાઘમશી, ડો. યશ માકડીયા ડો. રાજન કામદારે લીધી અબતકની શુભેચ્છા મુલાકાત
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં અદ્યતન આઈ.સી.યુ. સાથે અનેક સુવિધાઓથી સજ્જ શ્રી બાલાજી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો આગામી તા.2 એપ્રીલ રવિવારથી શુભારંભ થઈ રહ્યો છે . ફિઝિશિયન અને નિષ્ણાત ડો . અંકુર સિણોજીયા અને લેપ્રોસ્કોપીક સર્જન ડો . રાજેશ વાઘમશી દ્વારા રાજકોટમાં નિર્માણ પામેલ અદ્યતન હોસ્પિટલમાં સતત 24 કલાક તમામ રોગની વિશ્વ કક્ષાની સારવાર ઉપલબ્ધ છે . રાજકોટના હાર્દસમા વિસ્તાર એસ.ટી. બસ ડેપોની પાછળ ડો . કેશુભાઈ મહેતા આઈ હોસ્પિટલ પાસે, આશાપુરા રોડ ખાતે આવેલ શ્રી બાલાજી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા નજીવા દરે લોકોને વિશ્વ કક્ષાની સારવાર ઉપલબ્ધ કરાવવાની ભાવના સાથે હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. જેમાં ઓર્થોપેડીક સર્જન ડો . યશ માકડીયા , બાળરોગ નિષ્ણાત ડો . રાજન કામદાર પણ સેવા આપશે.
શ્રી બાલાજી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ (આર.એમ.સી. ચોક પાસે, બસ પોર્ટ પાછળ , ડો . કેશુભાઈ મહેતા આઈ હોસ્પિટલ પાસે , રાજકોટ . મો . 8013110110) ખાતે મેડિસીન અને ક્રિટીકલ કેર વિભાગ , જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જરી વિભાગ , ઓર્થોપેડિક વિભાગ, બાળરોગ વિભાગ, સ્ત્રી રોગના નિષ્ણાત સહિત અનેક સુવિધા ઉપલબ્ધ છે. ક્રિટીકલ કેર વિભાગમાં જાણીતા ડો . અંકુર સિણોજીયા સેવા આપશે . ડો . સિણોજીયાને ગંભીર પ્રકારના રોગોની સારવારનો બહોળો અનુભવ છે .
કોરોના કાળ વખતે તેમણે અનેક દર્દીઓની સફળ સારવાર કરી હતી . મેડિસીન વિભાગમાં હૃદયરોગ , બી.પી. , ડાયાબીટીસ , મેદસ્વીતા , કોલોસ્ટોરોલ , થાઈરોઈડ , મગજ અને જ્ઞાનતંતુના રોગ જેવાકે હેમરેજ, પેરાલીસીસ, વાઈ, આંચકી , માઈગ્રેન , લીવરના રોગ જેવા કે કમળો , કમળી , લીવર ફેલ્યોર , પેટ તથા આંતરડાના રોગ , જટીલ તાવ , ઈન્ફેકશન , ટાઈફોઈડ , મેલેરીયા , ડેંગ્યુ , સ્વાઈન ફલુ , ચિકનગુનીયા , ટી.બી. , એચ.આઈ.વી. , ન્યુમોનીયા , દમ , શ્વાસને લગતા રોગ તેમજ ક્રિટીકલ કેર વિભાગમાં હાર્ટ એટેક , હાર્ટ ફેલ્યોર , હેમરેજ , કોરોના , એચ .1 એન 1 , એચ 3 એનર જેવા ફલુ , મલ્ટી ઓર્ગન ફેલ્યોર , કિડની ડાયાલીસીસ , ઝેરી દવા – જંતુનાશક દવાની અસર , સર્પ વંશ , વીંછી ડંશ , ઝેરી જનાવર કરડવુ વગેરે તમામ ગંભીર પ્રકારની બિમારીની સારવાર ઉપલબ્ધ છે . ડો . અંકુર સિણોજીયા આ તમામ પ્રકારની ગંભીર સારવારનો બહોળો અનુભવ ધરાવે છે . તેમણે એચ . જે . દોશી હોસ્પિટલ અને પ્રગતિ હોસ્પિટલમાં સાત વરસ સુધી સેવા આપ્યા બાદ હવેથી શ્રી બાલાજી હોસ્પિટલમાં કાર્યરત રહેશે.
શ્રી બાલાજી હોસ્પિટલમાં જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જરી વિભાગમાં ડો . રાજેશ વાઘમશી સેવા આપશે. ડો . વાઘમશી વિવિધ સર્જરીનો વરસોનો અનુભવ ધરાવે છે. જેઓ હોસ્પિટલમાં વરસો સુધી કાર્યરત રહ્યા બાદ હવે શ્રી બાલાજી હોસ્પિટલમાં સેવા આપશે.
ઓર્થોપેડીક વિભાગમાં ડો , યશ માછડીયા સેવા આપશે. આ વિભાગમાં નવા તથા જુના ફ્રેક્ચરની સારવાર , ટ્રોમાના કેસની સારવાર , હાથની પ્લાસ્ટીક સર્જરી , હાથ – કાંડા – કોણી – ગોઠણ તેમજ તમામ પ્રકારના સાંઘાના દુ:ખાવા તથા દરેક પ્રકારના વા – આર્થરાઈટીસની સારવાર , થાપા તથા ગોઠણના જોઈન્ટ રીપ્લેશમેન્ટ (સાંઘા બદલવા) ની પ્રાઈમરી અને રીવીઝન સર્જરી , માઈક્રોવાસ્ક્યુલર સર્જરી , નસ – સ્નાયુની વિવિધ સર્જરી , દાઝવાથી થતા ડાઘમાં કોન્ટ્રાકચરની સર્જરી , જન્મજાત ખોડખાંપણ તથા લકવો , હાથની – હાડકાની ગાંઠની સર્જરી સહિત હાડકાના રોગને લગતી તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે.
જી . ટી . શેઠ ઓર્થોપેડીક હોસ્પિટલમાં બે વરસ સેવા આપ્યા બાદ હવે તે શ્રી બાલાજી હોસ્પિટલમાં કાર્યરત રહેશે.
શ્રી બાલાજી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં બાળ રોગ વિભાગમાં ડો . રાજન કામદાર સેવા આપશે. આ વિભાગમાં નવજાતથી લઈ 18 વરસ સુધીના બાળકોની તમામ પ્રકારની સારવાર, નવજાત શીશુને કમળો, ફોટોથેરાપી , બાળકોમાં ટી.બી. , ડાયાબીટીસ , દમ – અસ્થમા, ભરણી
શ્રી બાલાજી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ અદ્યતન સુવિધા ઉપલબ્ધ
શહેરની મધ્યમાં આવેલ શ્રી બાલાજી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં બે બેડ આઈસોલેશન આઈ.સી.યુ., સાત બેડનું આઈ.સી.યુ. ઉપલબ્ધ છે . વિશ્વકક્ષાના તમામ પ્રકારના ઈક્વીપમેન્ટ સાથેનું અદ્યતન આઈ.સી.યુ. છે . કુલ 30 બેડની આ હોસ્પિટલમાં મલ્ટીબેડ રૂમ, સ્યુટ, ડિલક્ષ, સેમી સ્પેશ્યલ એમ તમામ પ્રકારના દર્દી માટે જરૂરીયાત પ્રમાણે સગવડ ઉપલબ્ધ છે. બે અદ્યતન મોડયુલર ઓપરેશન થીયેટર , સ્પેશ્યલ લેપ્રોસ્કોપીક યુનિટ , એકસ – રે , સોનોગ્રાફી , રડી ઈકો , વાયુલર ડોપલર , ડાયાલીસીસ , 24 કલાક લેબોરેટરી , ફાર્મસી , જનરલ એમ્બ્યુલન્સ અને આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ એવી અદ્યતન એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ છે . ઉંમરલાયક દર્દીઓ માટે નિયમીત હેલ્થ ચેક અપ માટે વિવિધ પેકેજ રાખવામાં આવ્યા છે. ત્યારે આજે શ્રી બાલાજી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ડોકટરો તથા વૈભવ એજન્સીવાળા વિજય મહેતાએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
હોસ્પિટલમાં હશે આ વિભાગો મેડિસિન અને ક્રિટીકલ કેર વિભાગ- ડો. અંકુર સિણોજીયા જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જરી વિભાગ- ડો. રાજેશ વાઘમશી ઓથોપેડિક વિભાગ- ડો. યશ માકડીયા
બાળરોગ વિભાગ- ડો. રાજન કામદાર, ન્યુમોનિયા , મેલેરીયા , ડેંગ્યુ , ચિકનગુનીયા , વાઈ , આંચકી , તાણ સહિત તમામ પ્રકારની બિમારીની અદ્યતન સારવાર ઉપલબ્ધ છે. તેઓ છ વર્ષથી દશાશ્રીમાળી હોસ્પિટલ, રાજકોટમાં બાળરોગ નિષ્ણાત તરીકે સેવા આપી છે. હવેથી તેઓ શ્રી બાલાજી હોસ્પિટલમાં કાર્યરત રહેશે.
ત્યારે અબતક સાથેની વાતચિતમાં ડો. અંકુર સિણોજીયાએ જણાવ્યું હતુ કે રાજકોટ મેડીકલ હબ બની ગયું છે. હજુ રાજકોટમાં સુપર સ્પેશ્યાલીટી, મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલની વધુ જરૂર છે.લોકોને એક જગ્યાએ બધા વિભાગો કાર્યરત હોય. મેડિકલ ટ્રીટમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર બંને જુદી જુદી વસ્તુઓ છે કોઈપણ દર્દી મેડીકલ સર્વીસ લેવા આવે ડોકટર શું છે તે દર્દીને જાણવું જરૂરી છે. સૌરાષ્ટ્રમાં ક્રિટીકલકેર ક્ષેત્રે ઘણી સારી રીતે આગળ વધી રહ્યું છે. આપણા દેશમાં વસ્તી વધઉ છે તેની સરખામણીએ ડોકટાો ઓછા છે. જેમ ડોકટરોનીસંખ્યા વધશે તેમ પડકારો ઘટી જશે.
શ્રી બાલાજી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ બનાવવાનો મુખ્ય ઉદેશ્ય અમારી ડિગ્રીનો મેડીકલ ક્ષેત્રે ઉપયોગ કરી શકીએ વધુમાં વધુ જરૂરીયાતમંદ દર્દીની સેવા કરી શકીએ વર્લ્ડ કલાસ ટ્રિટમેન્ટ દર્દીઓને આપી શકીએ.