પૂર્વ બ્રાહ્મણ મહાપુરૂષોને યાદ કરી તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે
શાસ્ત્રોકત અને વૈદિક રીતે ભૂદેવો માટે નવું વર્ષ એટલે યજ્ઞોપવિત (જનોઇ) બદલાવવાનું પર્વ બળેવ આ વર્ષે રાજકોટના સમસ્ત બ્રહ્મસમાજ માટે ઇતિહાસ બદલાવવામાં નિમિત બને તેવું અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોએ બળેવનાં સર્વગ્રાહી અને સર્વલક્ષી એવા અનેક વિધ આયામો જોડી એવો પ્રયાસ અને લક્ષ્યાંક રાખ્યો છે જે કેવળ એક પરંપરાગત અવસરને બદલે બ્રહ્મસમાજના ભવિષ્યને ઉજજવલિત બનાવામાં પ્લેટફોર્મ પુરુ પાડે આ કાર્યક્રમ અંતર્ગત જનોઇ બદલાવવાની ધાર્મિક વિધિ બાદ અને ના ત જમણ પૂર્વે અનોખી ઇવેસ્ટ રાખવામાં આવી છે. રાજકોટના ઇતિહાસ પુ‚ષોમાં જેમની ગણતા થાય છે અને થતી રહેશે. તેવી બ્રહ્મ વિભૂતિઓના જાહેર સેવાકીય ક્ષેત્રે યોગદાનની સચિત્ર ઝાંખી વિશાળ સ્ક્રીન પર દર્શાવવામાં આવશે. સાથો સાથ બ્રહ્મસમાજની નવી પેઢીને તેમની ભીતર રહેલી ટેલેન્સને પ્રસ્તુત કરવાનું પ્લેટફોર્મ પણ પુરુ પાડવામાં આવશે. રાજકોટમાં આટલા વિશાળ પાયે અને સમાજ હિતમાં દૂરદેશીભર્યુ આયોજન પ્રથમવાર થવા થઇ રહ્યું હોઇ બળેવ પર્વનો ઉત્સાહ અને ઉત્કંઠા બન્ને ચરમસીમાએ છે, તેમ અખબારી કાર્યાલયની રુબરુ મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું.
શહેરના બોલબાલા માગ ખાતે જલજીત હોલ સામે આવેલા રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના વિશાળ કોમ્યુનીટી હોલમાં તા. ૭ ઓગષ્ટને સોમવારે સવારે ૮ વાગ્યાથી શરુ થનારા અવસર વિશે માહીતી આપતા બ્રહ્મસમાજની કોર કમિટીના મુખ્ય માર્ગદર્શક કશ્યપભાઇ શુકલ, ડો. એન.ડી.શીલ, જનાર્દનભાઇ પંડયા, દર્શિતભાઇ જાની, પ્રદીપભાઇ રાજયગુરુ,નલીનભાઇ જોશી, જયેશભાઇ જાની અને જીગ્નેશભાઇ ઉ૫ાઘ્યાય વગેરેએ જણાવ્યું હતું કે સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે જેમાં રાષ્ટ્રીય કક્ષાએ વિભિન્ન ક્ષેત્રે યોગદાન આપનારા રાજકોટના બ્રહ્મઅગ્રણીઓની ઝાંખી પણ દર્શાવાશે.
બહુ આયામી એવા આયોજન માટે વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે જેમાં વડીલો માટેની ટીમની જવાબદારી પ્રશાંતભાઇ જોશી, હિતેષભાઇ દવે, જયેશભાઇ જાની, દિલીપભાઇ જોશી, વિજયભાઇ દવે, તેમજ જાગૃતિબેન દવે, ડોકટર્સની ટીમમાં ડો. એન.ડી.શીલુ, ડો. જયેશભાઇ રાજગોર, ડો. એમ.કે. કોરવાડિયા, શિક્ષણ ક્ષેત્રની ટીમમાં દર્શિતાબેન જાની, સુદીપભાઇ મહેતા, નીરેનભાઇ જાની, પુષ્કરભાઇ રાવલ, રાજુભાઇ ભટ્ટ, જતીનભાઇ ભરાડ, સરકારી રાષ્ટ્રીય બેંકોની ટીમમાં જનાર્દનભાઇ આચાર્ય, જનાર્દનભાઇ પંડયા, નલીનભાઇ જોશી, હિતેષભાઇ શુકલ, રેલવેની ટીમમાં હિરેનભાઇ મહેતા, કમલેશભાઇ ત્રિવેદી, વિડીયો કલીપીંગ તૈયાર કરવામાં ડો. દક્ષેશભાઇ પંડયા, જયેશભાઇ ઉપાઘ્યાય (બોલબાલા) દર્શિતભાઇ જાની, કમલેશભાઇ ત્રિવેદી વગેરે સક્રિય છે. રાજકોટમાં વસતા તમામ તળગોળના બ્રહ્મસમાજને આવરી લઇ યોજાનારા સર્વપ્રથમ મહા-આયોજનને ભારે ઉત્કંઠા અને ઉત્સાહ સજર્યો છે.
નિર્ધારીત કાર્યક્રમ અનુસાર સવારે ૮ થી ૧૦ જનોઇ બદલવાનો કાર્યક્રમ રહેશે. ત્યારબાદ બ્રહસમાજનીકલ, આજ ઔર કલ ની ઝલક પેશ કરતો ઐતિહાસિક કાર્યક્રમ શરુ થશે.
મહાદેવ, ભૂદેવ અને લાડુ આ ત્રણેનોસંગમ પરંપરાગત માનવામાં આવે છે પરંતુ રાજકોટના સમસ્ત બ્રહ્મસમાજે આ વર્ષે અનોખું આયોજન હાથ ધર્યુ તેની ઝલક ભોજનની ડીશમાં પણ જોવા મળશે. જનોઇ બદલાવ્યા પછી ચુરમાના લાડુ, દાળ, ભાત, શાકનું ભોજન પરંપરાગત ગણાય. જો કે નવી પેઢીના લાડુ ઉપરાંતના પોતાના મનપસંદ વ્યંજનો મળી રહે તે માટે આયોજકોઓ પિત્ઝા, મોન્ચૂરિયન બર્ગર જેવી રસપ્રચૂર આઇટમો પણ રાખી છે !
જનોઇ, ઝાંખી અને જમણના ત્રિ-વિધ મહાન આયોજનમાં રાજકોટ સમસ્ત બ્રહ્મસમાજ ઉ૫રાંત બ્રહ્મસમાજની જ દીકરીઓ ઇત્તર સમાજમાં પરણી હોય તેમના સાસરીયાનું પણ સ્વાગત છે તેમ આયોજકોઉ જણાવ્યું હતું સમાજના બદલાતા પ્રવાહનો સ્વીકાર કરી આયોજકો એક નૂતન સમાજ રચનાને પણ આવકારશે જેથી સમાજના કોઇ બહેન-દીકરી કાર્યક્રમથી વંચિત ન રહે અને સમાજના મુખ્ય પ્રવાહમાં હળીભળી રહે.
આ ઉપરાંત સમાજની તમામ પેટા જ્ઞાતિઓ જેવી તે ચીભડીયા બ્રહ્મસમાજ, ઔદિચ્ય ખરેડી સમવાય બાજ ખેડાવાળ ગુજરાત સાડા ચારસો જગદીશ અબોટી સૌચારા, શ્રી ગોળ માળવી બ્રહ્મસમાજના આગેવાનોએ સોશ્યલ નેટવર્કિગ સાઇટસનો ભરપુર ઉપયોગ કરી પોત પોતાના નળ ગોળના સમુદયાને કાર્યક્રમની વિગતો સાથે જાણ કરી નિમંત્રણ પાઠવી બ્રહ્મસમાજના મહા સંગઠનનો પાયો નાખવા જેવી કામગીરી બજાવી છે.