અનંત પાપોથી જીવને જયાં વિશ્રામ મળે એ શિવ

શિવ શબ્દમાં જ સફળ સંસારની સુખાકારી સમાયેલી છે. શિવ એટલે ‘કલ્યાણ’ સદા સર્વદા સર્વેનું કલ્યાણ કરે એનું નામ શિવ શિવનો બીજો અર્થ થાય જેને સર્વ ચાહે છે, તે શિવ સર્વ આનંદ, પરમ-આનંદ ચાહે છે. અત: શિવ એટલે પરમ આનંદ અને જયાં આનંદ છે ત્યાં શાંતિ છે. અને જયાં શાતિ છે ત્યાં દરેક વસ્તુ અને કાય મંગલમય છે. એટલે શિવનો સ્વાભિક અર્થ પરમ મંગલકારી કલ્યાણકારી થયો. શિવને આપણે શંકર કહીએ છીએ. ‘રા’ એટલે આનંદ અને ‘કર’ એટલે કરવાવાળા વિશ એના ભકતોની ભૂલો પર કદી ક્રોધ ન કરતાં તેનું સદા સર્વદા ભલું કરે છે એટલે પણ શિવ છે.

જેને વિદ્યા કે માયા ન સ્પર્શી શકે જે દિગંબર છે. સંહારક શકિતના હોવા છતાં ભોળા છે. જે વ્યાત્પ હોવા છતાં અવ્યાત્પ છે. ભૂત માત્રના અધિપતિ છે. જેમનો સંસાર સ્મશાનવત છે. મોહમાયા જેનુ મુઠ્ઠીમાં છે જે અજન્મા હોવા છતાં ત્રિવિધ બંધનમાં કેદ છે.

એટલે કે એક યા બીજી રીતે માયાના બંધનથી બંધાયેલા ઉપાસકોને ઉગારી છે. શિવના જેઓ સાચા ઉપાસકો છે. તેઓએ સંસારને સ્મશાનવત યાને ભસ્તરુપ માનવો જોઇએ. મહાદેવ ભસ્મ ધારણ કરનારા છે. જેને બીજા અર્થમાં વિભૂતિ કહેવાય તેનો અર્થ ઐશ્ર્વર્ય પણ થાય, જેની પાસે આવી વિભૂતિ (સમજ)  રુપી ઐશ્ર્વર્ય છે. તેની પાસે સર્વસ્વ છે. જેને જગતની રક્ષા અને પ્રલયકર્તા સર્વેશ્ર્વરનું સંરક્ષણ છે. તેને કશી ચિંતા રહેતી નથી. ચિંતાનું કોઇ કારણ રહેતું નથી. કારણના મારણનું તેને શરણ છે.

તેમનું વાહન વૃષભ છે. નંદી ધર્મનું પણ પ્રતિક છે. સત્ય જ સાચો ધર્મ છે. સત્ય બોલવું સતય વ્યવહાર કરવો:, સત્ય આચરવું, ટુંકમાં સત્ય જેવો એક પણ ધર્મ નથી.

ધર્મના ચાર પગ કહેવાય છે. સત્ય, તપ, દયા, અને દાન કહેવાય છે. સત-યુગમાં સત્યનો પ્રભાવ હતો. દ્વાપરમાં તપનો, ત્રેતામાં ઘ્યાનો અને હાલ કલિયુગમાં દાનન પ્રભાવ છે.

ધર્મ ધુરંધર ધરણોધર ભગવાન સદાશીવ ધર્મરુપ નંદી ઉપર બિરાજમાન છે. નંદીના ત્રણ પગ વળેલા છે. એક ચરણ ઉભું છે. મતલબ દાનનું ચરણ ઊચું છે. કોઇને આપો, કોઇના દુ:ખ કાપો તો ઘ્યાનિધિ રીજે વરના ખીજે

શંકર ભગવાનના મસ્તકમાંથી પરમ પવિત્ર ગંગા-મૈયા પ્રગટે છે. અર્થાત આપણા મસ્તકથી પણ પવિત્ર પાવક વિચારો પ્રગટવા જોઇએ. જ્ઞાન ગંગાનું પ્રતિક છે. જે સમસ્ત માનવ જાતિના કલ્યાણનો માર્ગ પ્રકાશિત કરે છે. આપતા વિચારો પણ એવા જ હોવા જોઇએ. શિવજીના મસ્તક ઉપર ચંદ્ર અને શિતલતા, સરલતા, અને શાંતિનું પ્રતિક છે. ગમે તેવી નીકટ પરિસ્થિતિમાં પણ શાંત રહી સરળતા અને શાંતિ પૂર્વક સમસ્યાનો સામનો કરવો જોઇએ કદી અવિવેકના ભાવને પ્રવેશવા દેવો ન જોઇએ.

શંકરના ગળામાં વિષ ઘર સાપ વિટંળાયેલ છે. આપણે આપણા પ્રભાવક પ્રભાવથી અને ક્ષમતાથી દુષ્ટ વિચારોની વ્યકિતઓને પણ સુધારી દઇ પ્રેમ મેય યોગી બનાવી અને પ્રેમથી ગળી લગાડવા જોઇએ. જેવી રીતે ભગવાન બુઘ્ધે મહા-માનવ બનાવી દીધા.

ચાર્દૂલ ચર્મામ્બર અર્થાત શિવજી શરીર પર વ્યાધ્ર ચર્મ ધારણ કરે છે. વ્યાધ્ર ચર્મ એ સંયમનું પ્રતિક છે. શિવજીનું આસન પણ એજ અને વસ્ત્રાવરણ પણ એજ છે જ્ઞાન અને યોગ પણ સંયમ વિના અધૂરા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.