રાજકોટ શહેરના અનેક નાના મોટા શિવમંદિરોમાં આજ સવારથી ભીડ જોવા મળી રહી છે. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠયા છે. ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા શ્રઘ્ધાળુઓએ પુજન-અર્ચન જલાભિષેક તથા દિવ્ય દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
આજથી સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શિવમંદિરોમાં ધુન ભજન મહાઆરતી વિશેષ શૃંગાર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ત્યારે આજે વાત કરીએ રાજકોટના અનોખા મંદિર એવા ભગવાન રામના પણ ઈશ્વર એટ્લે કે રામનાથ મહાદેવ મંદિર વિશે. આ અલોકિક મંદિરનો ઇતિહાસ જ અનોખો છે.
વહેલી સવારથી શિવભક્તો મહાપૂજામાં લીન: નિશાંત ગીરીબાપુ (રામનાથ મહાદેવ)
રામનાથ મહાદેવ મંદિર રાજકોટની સ્થાપના ન હોતી થઈ તે પહેલાંનું સ્વયંભૂ પ્રાગટય મહાદેવનું મંદિર છે. લગભગ 550 વર્ષ પેહલા રામનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા છે. દાદાનો મહિમા ઘણો છે વર્ષોથી લોકો દાદાને દર્શનાર્થે આવી પૂજા કરી અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. શ્રાવણ માસના શિવ ભક્તો વહેલી સવારથી મહાપૂજા દૂધ આપી છે તેના વિશેનું મહાદેવને અર્પણ કરી અને પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય અને આરોગ્ય અને સુખ-સમૃદ્ધિ ના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે. રામનાથ મહાદેવ એ સાતમ-આઠમનો મેળો ભરાય છે.