હિન્દુ માનસ પટ પર ધર્મ અને ધર્મોત્સવનો શ્રેષ્ઠ શ્રાવણ માસ તે પુજન અર્ચન માટે સર્વશ્રેષ્ઠ શ્રાવણ માસનું મહતવ શિવભકતમાં સૌથી વધારે અનોન્ય હોય છે. શ્રાવણ માસ આવતા જ ભકતોમાં ભકિત ભાવ ના સંચાર થાય છે. આ ધર્મમય ચાજીંગ પ્રાપ્ત કરવાના દિવસે કહેવાય જયારે મંદિરોમાં આ દિવસો દરમ્યાન કુદરતી  અનોન્ય તેજ પ્રાપ્ત થઇ જાય છે.

શંકર એટલે કે મહાદેવ જેને દેવોના દેવ કહેવાય છે. ભોળાનાથના પુજન માટે આખો માસ છે જે આ માસમાં પૂજન કરવાથી આપણને એક અનોખી ઉર્જા પ્રાપ્ત થાય છે. તે ઉર્જાનો અહેસાસ આખો વર્ષ થાય છે. આ તો ઇશ્ર્વરની ભકિત માટે કોઇપણ દિવસ કે સમય ન હોય, પરંતુ શ્રાવણ માસમાં ભગવાન શિવની ભકિત કરવી એ એક અવિસ્મરણય લાભ છે. જે લ્હાવો અવશ્ય મેળવો, શાસ્ત્રો મુજબ શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવ મંદિરમાં જયોતિલિંગમાં સાક્ષાત બિરાજમાન હોય છે. કાયમી હોય જ છે.

જેથી તેની ઉપાસના  પુજન અર્ચન, જપ, તપથી અનેક ગણું પુણ્યનું ભાથુ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અન્ય દેવી દેવતાઓનું રહેઠાણ સ્વર્ગમાં છે. જયારે ભોળીયાનાથનું કૈલાસ પર્વત, હિમાલય, ગીરનાર અથવા સ્મશાનમાં રહેઠાણ હોય છે તેનું રહેઠાણ સ્વર્ગ કે બ્રહ્માંડ નથી પૃથ્વી પર જ છે. તેમના રહેઠાણના ઉપરોકત સ્થળ પૃથ્વી પર જ આવેલા છે જેથી આ શિવ અને જીવનો સંયોગ, મિલન થઇ શકે છે. શ્રાવણમાસ આવતાની સાથે જ ભકતો ભોળિયાનાથને પોતાની ભકિત રસમાં નવડાળી તળબોળ થઇ જાય છે. અને રોજે રોજ શીવાલયોમાં શીવપૂજનની સામગ્રી લઇને પૂજન માટે કતારો લાગે છે. આ બધામાં વિશેષ તો ભગવાન ભોળાનાથ ભાવના ભૂખ્યા હોય છે.

શ્રાવણ માસને કુદરતી પ્રાકૃતિક સાથે પણ ખૂબ જ નજીકનો સંબંધ છે. કારણ કે શ્રાવણ માસ એટલે ઝરમર વરસતા વરસાદના દિવસો તે હ્રદયને પ્રેમથી ભીજવવા નો સમય આ માટીનામાં ધરતીની ફૂલ ગુલાબી ભીની ભીની સુગંધો પણ પ્રાપ્ત થતી હોય છે. આ માસમાં પશુ-પંખી જીવ માત્ર ભૂમિ જીવી ને આનંદ કરતા હોય છે. દરેક મંદિરો હર હર કૈલાસ મહાદેવ ભોળાનાથના નારાથી ધુંજી ઉઠે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.