સોમવતી અમાસની સાથે શ્રાવણીયા સોમવારનું પણ અનેરૂ મહત્વ:શ્રાવણ માસનો 9 ઓગષ્ટથી પ્રારંભ અને 6 સપ્ટેમ્બરના સમાપન થશે
આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત તા.9 ઓગષ્ટને સોમવારથી થશે અને પૂર્ણ તા.6 સપ્ટે.ને સોમવારે થશે આમ શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી અને પૂર્ણાહૂતિ પણ સોમવારથી થશે.
આમ આ વર્ષે શ્રાવણ મહિનાનું મહત્વ વિશેષ રહેશે.
આ વર્ષે શ્રાવણ મહિનામા ચારની જગ્યાએ પાંચ સોમવાર છે જે પણ પૂજા પાઠ ભકિત માટે ઉતમ ગણવામાં આવે છે. આમ શિવ ભકતોને શ્રાવણ માસના શુભ યોગની યાદી
- તા.10.8 મંળવારે રાજયોગ સવારે 9.53થી આખો દિવસ
- તા.13.8 શુક્રવાર મહાલક્ષ્મી પૂજા સ્થાપના માટે શ્રેષ્ઠ દિવસ
- તા.24.8 મંગળવારે સિધ્ધિયોગ રાત્રે 7.47થી
- તા.30.8 સોમવારે જન્માષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્ર સવારે 6.39 થી આખો દિવસ તથા રાત્રી શુભ અને ઉતમ દિવસ
- તા.6.9 સોમવારે સોમવતી અમાસ પિતૃતર્પણ તથા પિતૃકાર્ય માટે શ્રેષ્ઠ દિવસ 15મી ઓગષ્ટ સ્વતંત્ર્ય દિવસ રવિવારે
શ્રાવણ મહિનાના સોમવારે શિવપૃષ્ટિ પૂજ એયલે કે એક મુઠી ધાન્ય શિવલીંગ ઉપર ચડાવાનું મહત્વ વધારે છે. અને ફળદાઈ છે.
શ્રાવણ મહિનાના દરેક સોમવારે જમણા હાથની મુઠીમાં ધાન્ય લેવું અને તે મૂઠી વડે ચડાવું સાથે ૐ નમ:શિવાયના જપ કરવા
- પહેલો સોમવારે તા. 9 ના દિવસે એક મૂઠી ચોખા ચડાવા
- બીજો સોમવારે તા.16ના દિવસે એક મૂઠી તલ ચડાવા
- ત્રીજો સોમવારે તા.23ના દિવસે એક મૂઠી મગ ચડાવા
- ચોથા સોમવારે તા.3ના દિવસે એક મૂઠી જવ ચડાવા
- પાંચમા સોમવારે તા.6.9 એક મૂઠી સેતુ ચડાવી
આમ પાંચ સોમવાર શિવજીની એક મૂઠી ધાન્ય ચડાવી પૂજા કરવાથી જીવનમાં શાંતી મળે છે. અને આધી વ્યાધી ઉપાધી મટે છે.-સંકલન: શાસ્ત્રી રાજદીપ જોષી