૧૦ વર્ષથી નીચેના અને ૬૦ વર્ષથી વધુ ઉંમરનાને પ્રવેશ બંધી
પવિત્ર શ્રાવણમાસ શરૂ થયો છે ત્યારે રાજુલાના શિવાલયો અને હવેલીમાં ઉજવણીના કાર્યક્રમો રદ કરાયા છે. તેમજ દસ વર્ષથી નાના બાળકો અને વૃધ્ધો માટે પ્રવેશ નિષેધ કરવામાં આવ્યો છે.
રાજુલામાં શ્રાવણમાસે મંદિર કુંભનાથ મહાદેવ, સુખનાથ મહાદેવ શિવાલયોમાં ભાવિકોએ દર્શનનો લ્હાવો લીધો પ્રથમ સેનેટાઇઝ, માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સરકારી નિયમોની પૂરી તકેદારી રાખી પરંતુ દરવર્ષ કરતા આ વર્ષે શથી ધમધમતા શિવાલયમાં પાંખી હાજરી જોવા મળી હતી. કુંભનાથ મંદિરે ત્રણ સુખનાથ મંદિરે બે ભાવિકોને દર્શનની છૂટ મળી છે. આરતી સમયે પૂજારી સિવાય અન્યકોઇ ગર્ભગૃહમાં નહી રહે. કુદરતી સોંર્દ્ય વચ્ચે બિરાજમાન કુંભનાથ મહાદેવ સુખનાથ મહાદેવ મંદિર ખૂબ જ પ્રાચીન દર વર્ષની માફક આ વર્ષે ગોવર્ધનનાથજીની હવેલીમાં ભાવિકોની સંખ્યા જે સે થે રહી અહીં કોરોનાની મહામારીને ધ્યાને રાખતા વૈષ્ણવો પ્રથમ સેનેટાઇઝ અને માસ્ક, છ ફુટની એબ બીજાથી દુર સોશ્યિલ ડીસ્ટન્સના નિયમનુ પાલન જળ-પ્રસાદ નિષેદ દસ વર્ષથી નિચેના બાળકોને અને ૬૦ વર્ષ ઉપરનાને પ્રવેશ આપવામાં આવતો નથી.
દિવસ દરમિયાન ત્રણ દર્શન થાય છે જેમાં સાંજના સમયે ભાવિકોની સંખ્યા હોય છે. અહિ મહિલાઓની સંખ્યા વુધ હોવાથી રાજુલા પોલીસ દ્વારા મહિલા પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તેવુ પરેશભાઇ ઠકકર તથા ભિખુભાઇ રાટાચાની યાદીમાં જણાવ્યુ છે.