સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે સમગ્ર મેધાણી સાહિત્ય પુસ્તક પ્રદર્શનનું આયોજન
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના ક્વાર્ટરમાં થયેલો. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી નીડર અને નેક પુરુષ હતા. પુત્રમાં ઉચ્ચ સંસ્કાર સિંચનાર હતા ધર્મપરાયણ માતા ધોળીમા.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 126મી જન્મજયંતી — 28 ઑગસ્ટ 2022 ને રવિવારના રોજ – એમની જન્મભૂમિ ચોટીલા સ્થિત ઐતિહાસિક જન્મસ્થળ ખાતે ભાવાંજલિ અર્પણ થશે. 26થી 28 ઑગસ્ટ સુધી ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા જન્મસ્થળની સામે આવેલ સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે સમગ્ર મેઘાણી-સાહિત્ય પુસ્તક પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે.
જન્મભૂમિ ચોટીલા ઉપરાંત ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલા વિવિધ સ્મૃતિ-સ્થળો : બોટાદ (કર્મ-નિર્વાણભૂમિ), રાણપુર (કર્મભૂમિ), ધંધુકા (શૌર્યભૂમિ), ધોલેરા (સિંધુડો – ધોલેરા સત્યાગ્રહ), રાજકોટ (બાલ્યાવસ્થાની લીલાભૂમિ, શાળા-શિક્ષણનો પ્રારંભ), અમરેલી (હાઈસ્કૂલ), ભાવનગર અને જૂનાગઢ (કોલેજમાં અભ્યાસ), બગસરા (વડવાઓનું વતન) ખાતે પણ શ્રધ્ધાસુમન અર્પણ કરાશે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ચોટીલા સ્થિત ઐતિહાસિક જન્મસ્થળ અને તેની આજુબાજુમાં આવેલ 5000 ચો.મી. જેટલી સરકારી જગ્યાઓને સાંકળીને રૂપિયા પાંચ કરોડના ખર્ચે ભવ્ય સ્મારક-સંકુલ (મ્યૂઝિયમ)નું નિર્માણ કરવામાં આવશે. ચોટીલા તાલુકા પુસ્તકાલયનું પણ વિશાળ અદ્યતન ભવનનું નિર્માણ કરવામાં આવશે.