તાજેતરમાં તા. 1 થી 3 ઓકટોબર ના સવાઇમાધપોર ખાતે ઇન્ડિયા ટોપ મોડલ સીઝન-રનું આયોજન થયેલ, શો ના આયોજન અગ્રવાલ પ્રોડકશન ના ડીરેકટર મિસ્ટર આકાશ મિતલ હતા.
એક માસ પહેલા ઇન્ડિયા ટોપ મોડલ સીઝન-ર માં એમ કોમ.માં અભ્યાસ કરતી રાજકોટની યુવતિ શ્રઘ્ધા ભટ્ટએ ભાગ લીધો હતો. અને તે સિલેકટ થઇ હતી જેથી ગત ચતા. 1 થી 3 ઓકટોબર સવાઇમાધપોર ખાતે ઇન્ડિયા ટોચ મોડલ સીઝન-ર માં ભાગ લેવાની તક મળી હતી જેમાં જુદા જુદા રાજયો અને જિલ્લાના સ્પર્ધકોએ મીસ, મીસસ, મિસ્ટર, કિડસ કેટેગરી મા ભાગ લીધો હતો.
આખા ભારતમાંથી 1700 લોકોના ઓડિસન લીધા હતા. અને તેમાંથી 150 સ્પર્ધકોને ફાઇનલ માટે સિલેકટ કરવામાં આવ્યા હતા.શ્રઘ્ધા ભટ્ટ આ પહેલા આ ઇન્ડિયા ટોપ મોડલ સીઝન-1 માં મિસ રેમ્પ વોકનો ખિતાબ જીતી હતી. અને પહેલા પણ બે વખત આ પ્રકારની સ્પધામાં જીત મેળવી ને સિઘ્ધી હાંસલ કરેલ છે.આ એવોર્ડ જીતી રાજકોટ સહીત પુરા ગુજરાતનું નામ રોશન કરેલ છે.