- દેશ-વિદેશમાંથી 140થી પણ વધુ ફાઇનલિસ્ટ વચ્ચે રાજકોટની ઉદ્યોગ ગૃહિણીએ મેદાન મારી સફળતા મેળવી
ગુડગાંવ ખાતે ગ્રાન્ડ લીલા એમ્બિયન્સ હોટેલ ખાતે યોજાયેલી મિસિસ વર્લ્ડ ઈન્ટરનેશનલ-2024માં રાજકોટના વિખ્યાત ઔદ્યોગિક જૂથ હાઇબોન્ડ સિમેન્ટ અને વડાલીયા ફૂડ્સ પરિવારના શ્રદ્ધા વડાલીયાએ ગ્રાન્ડ ફિનાલેમાં મિસિસ વર્લ્ડ ઈન્ટરનેશનલ-2024માં મિસિસ વર્લ્ડનો તાજ જીતીને રાજકોટનું નામ રોશન કર્યું છે.
દેશના ચુનંદા નિર્ણાયકોની ઉપસ્થિતિમાં શ્રદ્ધા વડાલીયાએ પોતાના જબરદસ્ત આત્મવિશ્ર્વાસ અને મનમોહક લુક તેમજ પર્સનાલીટીથી જજીસના દિલ જીતી લઈને ટોચના સ્પર્ધકો વચ્ચે ફાઇનલમાં વિજેતા બનીને તાજ હાંસલ કર્યો હતો.
ગ્લેમર ગુડગાંવના સ્થાપક, મિસિસ બરખા નાંગિયા દ્વારા આયોજિત, આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ પરિણીત મહિલાઓના લાવણ્ય અને ભવ્યતાનું પ્રદર્શન કરે છે, જે વિશ્ર્વભરમાં પરણિત મહિલાઓની વિવિધ સિદ્ધિઓનું સન્માન કરે છે. અહીં મિસિસ બરખા નાંગિયા દ્વારા મહિલાઓની કલ્પનાઓએ સાકાર કરવા માટેનું એક મંચ પ્રદાન કરવામાં આવ્યું હતું. જેમાં દેશની ટોચની 138થી પણ વધારે ફાઇનલ માટે પસંદ થયેલી પરિણીત મહિલાએ પોતાનું હુન્નર રેમ્પ વોક, સેલ્ફ ઇન્ટ્રોડક્શન દ્વારા પ્રદર્શિત કર્યું હતું. ફેશન અને મનોરંજન ઉદ્યોગના ચુનંદા લોકોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ફાઇનલ શો દરમિયાન તમામ સ્પર્ધકોની પ્રભાવશાળી પર્સનાલિટીનો આભાસ પણ કરાવાયો હતો.
શ્રદ્ધા વડાલીયા કે જેઓ સ્કિન કેર અને મેક અપ ક્ધસલ્ટન્ટ, એજ્યુકેટર ક્ષેત્રે પણ અવ્વલ નામ ધરાવે છે અને ઽજ્ઞરરશભશફહ તવફિમમવફદફમફહશફ નામથી પોતાનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પણ ધરાવે છે. પરિણીત મહિલાઓને મેસેજ આપતા શ્રદ્ધા વડાલીયા જણાવે છે કે કોઈપણ પરિણીત મહિલાઓ માટે ઉંમર માત્ર સંખ્યા છે. મન મક્કમ હશે તો કોઈપણ ફિલ્ડમાં ટોચ પર પહોંચીને અદ્વિતીય સફળતા હાંસલ કરી શકાય છે. આ પ્લેટફોર્મ અમારા ઘણા ફાઇનલિસ્ટ અને વિજેતાઓ માટે લોન્ચપેડ બની રહેશે. જે તેમને મોડલિંગ, અભિનય, થિયેટર, રેમ્પ શો અને કારકિર્દી તરફ આગળ ધપાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મિસિસ વર્લ્ડનો ખિતાબ જીતવાની સાથે સાથે આ જ સ્પર્ધામાં શ્રદ્ધા વડાલીયાને મોસ્ટ બ્યુટીફૂલ સ્કીનના એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.
આ તાજ જીત્યા બાદ શ્રદ્ધા વડાલીયા અને તેમના પરિવારને તેમના મિત્રો સગા સંબંધીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.
મોડલિંગ, અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવી છે: શ્રદ્વા વડાલીયા
પત્રકાર પરિષદ દરમિયાન વિજેતા બનેલા શ્રદ્ધા વડાલીયાએ જણાવ્યું હતું કે આ સ્પર્ધા માટે દિલ્હી-એનસીઆર, મુંબઈ, બેંગ્લોર, કોલકાતા, હૈદરાબાદ, અમદાવાદ, લખનૌ, જયપુર, દુબઈ, લંડન, ન્યુયોર્ક અને મેલબોર્ન સહિત વિશ્ર્વભરના મોટા શહેરોમાં ઓડિશન થયા હતા. પરંતુ અનેક રાઉન્ડના અંતે 138 ફાઈનલીસ્ટ પસંદ થયા હતા અને તેઓએ શાનદાર રીતે રેમ્પ વોક કરીને પોતાની પર્સનાલિટી, મનમોહન લુક દ્વારા એક બીજા સામે પડકાર ફેંક્યો હતો.
દેશ વિદેશની ટોચની 138 ની વચ્ચે ગ્રાન્ડ ફિનાલેમાં વિજેતા બન્યા બાદ શ્રદ્ધા વડાલીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે આ બહુ ટફ સ્પર્ધા હતા. તમામ ફાઇનાલિસ્ટ ચુનંદા અને અનુભવી પણ હતા અને જજીસને સામે ઓન ધ સ્પોટ જવાબ આપવા તેમજ આત્મવિશ્ર્વાસ સાથે રેમ્પ વોક કરવું સરળ ન હતું. પણ હું કોન્ફિડન્ટ હતી અને જ્યારે ફાઇનલ વિજેતા તરીકે મારૂં નામએનાઉન્સ
થયું ત્યારે મારી ખુશીનો કોઈ પાર ન હતો. મારી સફળતાનો શ્રેય હું મારા પતિ અંકિત વડાલીયાને આપું છું કે જેઓ હર હમેંશ મારી સાથે રહીને મારો આત્મવિશ્ર્વાસ વધારતા રહ્યા હતા. મારા સાસુ-સસરા અને સમગ્ર વડાલીયા પરિવારે પણ મને ઘણો સપોર્ટ કર્યો અને તેમના સહકાર વગર આ સ્ટેજ પર પહોંચી શકી ન હોત અને વિજેતા પણ બની શકી ન હોત.