સંસ્થાના આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રશિક્ષક ઋષિ નિત્યપ્રયાગજીની અઘ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ
શ્રી શ્રીના કાર્યક્રમ પહેલા ઉત્સાહનો માહોલ ઉભો કરવા થયેલુ આયોજન
આર્ટ ઓફ લીવીંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરનું આગામી તા.૭ને દિવાળીના દિવસે આઠ વર્ષના લાંબા સમય બાદ રાજકોટ ખાતે પધારી રહ્યા છે. આ પ્રસંગે યોજાયેલા દિપોત્સવ કાર્યક્રમમાં અષ્ટ લક્ષ્મી હોમ, દિવાળી પૂજન અને મહા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ પહેલા રાજકોટ અને સૌરાષ્ટ્રના સાધકોમાં ઉત્સાહ લાવવા માટે ગઈકાલ રાત્રે શરસોત્સવ અને સુમેરૂ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આંતરરાષ્ટ્રીય પ્રશિક્ષક ઋષિ નિત્યપ્રયાગજીએ ઉપસ્થિત રહીને સાધકો તથા તેમના પરિવારજનોને સત્સંગનો લાભ આપ્યો હતો.શહેરના નાનામવા રોડ પર લીયો લાયન્સ નવરાત્રી મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઋષિજી દ્વારા જ્ઞાન, ધ્યાન અને સત્સંગ કરવામાં આવ્યો હતો. જેમાં ૨૫૦૦ જેટલા સાધકો અને તેના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે સ્થાનિક પ્રશિક્ષકો દ્વારા પણ ધ્યાન, પ્રાણાયામ યોગની ક્રિયાઓ તથા શ્રી શ્રી એકેડમીના વિદ્યાર્થીઓ દ્વારા ધ્યાન પરના નિર્દશન કાર્યક્રમો યોજાયા હતા.
આ અંગે આર્ટ ઓફ લીવીંગના ટીચર આશ્કા જાનીએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે આજે અમે શરદ ઉત્સવ અને સુમેરૂ સંધ્યા માટે ભેગા થયા છે. જેમાં અમારા આર્ટ ઓફ લીવીંગના સિનિયર ટીચર ઋષિ નિત્યપ્રગયાજી એમને અમે લોકોએ આમંત્રણ આપ્યું છે. આ અમારી પ્રિ-ઈવેન્ટ છે. ગૂરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી આઠ વર્ષ રાજકોટમાં ફરી પાછા દિવાળીના દિવસે પધારી રહ્યા છે. તેના માટે અમોએ આ શરદોત્સવનું આયોજન કરેલું છે. જેની વધારેને વધારે લોકોને અમે ભેગા કરી શકીએ અને ઉત્સવ દ્વારા, તૈયારીઓ કરી શકીએ. હવે ગુરૂદેવના કાર્યક્રમ વચ્ચે ૧૦ થી ૧૨ દિવસ બાકી છે. ત્યારે ઉત્સાહનો માહોલ કિએટ કરવા માટે અને વધારેને વધારે લોકો જોડાઈ તેવો આ શરદોત્સવ પાછળનો હેતુ છે.
રેસકોર્સમાં દિવાળીએ શ્રી શ્રી રવીશંકર મહારાજનો મહાસત્સંગ કાર્યક્રમ
આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રીશ્રી રવિશંકરજી દિવાળીના દિવસે રાજકોટ પધારી રહ્યા છે. ત્યારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમના સાનિધ્યમાં ૭ નવેમ્બરને બુધવારના રોજ રેસકોર્ષ મેદાનમાં અષ્ટલક્ષ્મી હવન, દિવાળી પૂજન તથા મહાસત્સંગ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
નિત્યપ્રજ્ઞાજી અને સ્વામી સરનુજીએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, શ્રી શ્રી રવિશંકરજી રાજકોટ તેમજ અમદાવાદમાં તા.૫ નવેમ્બર સાંજે ૫.૩૦ થી ધન્વંતરિહોમ લક્ષ્મી પૂજન અને મહા સત્સંગનું આયોજન કર્યું છે. ત્યારબાદ તા. ૬ નવેમ્બરના રોજ સોમનાથ ખાતે મહારૂદ્રાર્પપૂજા સાંજે ૫.૩૦ થી ૮.૩૦ વાગ્યા સુધી ત્યારબાદ તા.૭ નવેમ્બરના રોજ પૂ. ગૂરૂદેવ રાજકોટ પધારશે અને સાંજે ૫.૩૦ થી ૮.૩૦ અષ્ટલક્ષ્મીહોમ દિવાળી પૂજન તેમજ મહાસત્સંગનો અમૂલ્ય લાભ રાજકોટના લોકોને મળશે ત્યારબાદ પૂ. ગૂરૂદેવ તા.૮ નવેમ્બર બપોરે ૧૨ વાગે વાસદ આશ્રમ જશે અને તા. ૯ નવેમ્બર સવારે દેવીપૂજા વાસદ આશ્રમ ખાતે પૂ. ગૂરૂદેવની ઉપસ્થિતિમાં યોજાશે.