શ્રીશ્રી રવિશંકરના રાજકોટમાં આગમન પૂર્વે
પૂ.શ્રીશ્રી રવિશંકરજી આગામી તા.૭ નવેમ્બરના રોજ રાજકોટ પધારી રહ્યા છે. તેમની પૂર્વ તૈયારી રૂપે ઈન્ટરનેશનલક ટીચર ઋષિ નિત્યપ્રજ્ઞાજીના સાનિધ્યમાં સરોદત્સવ અને સુમેરૂ સંધ્યાનું આયોજન સોમવાર તા.૨૨ ઓકટોબર સાંજે ૮.૩૦ થી શરૂ થશે. પ્રતિલોક પાર્ટી પ્લોટની બાજુમાં ૧૫૦ ફૂટ રીંગરોડ, નાના મવા સર્કલ રાજકોટ ખાતે રાખેલ છે.
ઋષિ નિત્યપ્રજ્ઞાજી સાથેનો સત્સંગ એટલે સ્વયંમાં મસ્ત બનવાનો અવસર, વિવિધ ભજનો દ્વારા આંખોને ભીંજવે અને હૃદયને સ્પર્શે એવો એનો મધુર અવાજ અને આવા ઋષિજી કે જેમણે વિશ્ર્વભરમાં તેમજ ભારતમાં લાખો લોકોને જ્ઞાન અને ભજનના માધ્યમ દ્વારા લોકોના જીવનમાં આનંદ અને ખુશીની લહેર ઉઠાવી રહ્યા છે. સરોદત્સવ નિમતિ ઋષિ નિત્યપ્રજ્ઞાજીના ભકિતમયી સુરોમાં ભીંજવવા સર્વને અનુરોધ કરાયો છે. આ અવસર સંપૂર્ણ ભકિત અને દિવ્યતાને પામવાનો અવસવર છે. બધા લોકો માટે પ્રવેશ નિ:શુલ્ક છે. વધુ માહિતી માટે મો.નં. ૯૯૦૪૨ ૨૪૫૬૨/ ૯૯૨૫૬ ૧૩૦૭૨ પર સંપર્ક કરવો.