• 10 વાગ્યા સુધીમાં 35 હજાર જેટલા ભાવિકોએ દાદાના દર્શન કર્યા
  • “હરહર મહાદેવ,જય સોમનાથ” ના પ્રચંડ નદથીથી ગુંજતું સોમનાથ…
  • રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરી ધન્ય થયા

Somnath: દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી આમસ છે ત્યારે સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા મોટી સંખ્યામાં ભક્તોનો તીર્થમાં ઉમટ્યા હતા. સવારે 10 વાગ્યા સુધીમાં 35,000 જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. શિવજીની આરાધનાના શીવોત્સવ એવા શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી પુણ્ય અર્જન કરવા શ્રદ્ધાળુઓ પૂજામાં જોડાયા હતા. આ સાથે જ સવારના 10 વાગ્યા સુધીમાં જ 25 જેટલી ધ્વજા પૂજા સંપન્ન થઈ હતી.

ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહપરિવાર સ્નેહીજનો સાથે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. આ વિશેષ અવસરે તેઓએ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે.લહેરીના હસ્તે મહાદેવની પાલખી પૂજા કરી હતી. ત્યારબાદ સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર શ્રાવણ માસની છેલ્લી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા.

અતુલ કોટેચા 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.