ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, કમલેશ મિરાણી, મનસુખ ખાચરિયા, ચેતન રામાણી અને સરગમ કલબે ઉંડા દુ:ખની લાગણી વ્યકત કરી શબ્દાજંલી અર્પી
સોખડા સ્વામીનારાયણ સઁપ્રદાયના વડા હરિપ્રસાદ સ્વામીજીનું દુ:ખદ નિધન થતા તેઓને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દ્વારા શબ્દોજલી રૂપે શ્રઘ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. તેઓના અવસાનથી ભારત વર્ષ એક મહાન સંત ગુમાવ્યા છે.
ભારત વર્ષને મહાન સંતની ખોટ પડી: ચેતન રામાણી
દાસોના દાસ તરીકે વિશ્ર્વ પ્રખ્યાત યોગી ડીવાઇન સોસાયટીના પ્રણેતા તથા યોગીજી મહારાજના શિષ્ય પુજય ગુરુહરિ આત્મીય હરિપ્રસાદ સ્વામીજીના અક્ષરધામ ગમન થતા સમગ્ર ભારત વર્ષેને આજ એક મહાન સંત-વિભૂતિની ખોટ પડી છે. પુજય ગુરુહરિ આત્મીય હરિપ્રસાદ સ્વામીજી સમુદાય સેવા, શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, આઘ્યાત્મીક ક્ષેત્રે અડગ હતા તેમજ જયારે પણ સોખડા જવાનું થતુ સ્વામીજીના નિવાસ સ્થાને જઇ સામાજીક જીવનના અસંખ્ય વિષયો પર ચર્ચા થતી તેથી આવી તો અનેક ક્રિયા પ્રતિક્રિયાઓને કયારેય ભૂલીશ નહીં. તેમ શહેર ભાજપ ઉપપ્રમુખ ચેતન રામાણીએ દુ:ખની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, પરમ કૃપાળુ સ્વામીનારાયણ ભગવાન સમગ્ર આત્મીય પરિવારના સંતો-હરિભકતો પર આવી પહોંચેલ આકસ્મીક તેમજ ઓંચીતા દુ:ખના વાદળોને સહન કરવાની શકિત આપે.
ગુજરાતે આત્મીય સંત ગુમાવ્યા: ભંડેરી- ભારદ્વાજ – મિરાણી
ગુજરાત મ્યુનિસિપલ ફાય. બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી મહામંત્રી જીતુ કોઠારી કિશોર રાઠોડ તથા નરેન્દ્રસિંહ ઠાકુર સહીતના ભાજપ અગ્રણીઓએ હરીપ્રસાદ સ્વામીજીના અક્ષરધામ ગમનથી ઊંડા શોકની લાગણી વ્યકત કરતા અને શ્રઘ્ધાંજલી પાઠવતા જણાવ્યું હતું કે સ્વામીજી એક સરળ સ્વભાવ સાથે પ્રભુ ભકિતની સંગાથે પોતાનું જીવન જીવતા હતા સાથો સાથ સમાજ ધર્મમય બને તે માટે હંમેશા સતત જાગૃત હતા અને ખાસ કરી શિક્ષણનો વ્યાપ વધે આજની પેઢી આવતીકાલનું નિર્માણ છે તેવા આશયથી સુદ્રઢ અને નિરોગી તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તે માટે ચિંતન અને શિબિરોનું આયોજન કરી સમાજને માર્ગદર્શન આપ્યું છે. ત્યાર આ સંતના અક્ષરધામ ગમનથી ગુજરાતની જનતાએ એક આત્મીય સંત ગુમાવ્યા છે.
સ્વામીજીનું અમુલ્ય યોગદાન સહાય અવિસ્મરણીય રહેશે: જિલ્લા ભાજપ
સોખડા સ્વામીનારાયણ સંપ્રદાયના સંત શિરોમણી હરિપ્રસાદ સ્વામીના નિર્વાણથી શોકની લાગણી અનુભવતા રાજકોટ જીલ્લા ભાજત અઘ્યક્ષ મનસુખભાઇ ખાચરીયા, જીલ્લ્લા મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા સહીતના જીલ્લા ભાજપના અગ્રણીઓએ શ્રઘ્ધાંજલી પાઠવતા જણાવ્યું હતું કે અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિર, હરિધામ, સોખડા સંસ્થાના સ્થાપક તથા યોગીજી મહારાજના પરમ શિષ્ય ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી જેમણે આત્મીયતાની અલખ જગાવી સમાજને સંપ, સુહદભાવ અને એકતાજી જીવન જીવવાની ચાવી આપી છે. સ્વામીએ યુવાઓમાં વ્યસન મુકિત, શિક્ષા પ્રણાલીના પ્રચાર પ્રસાર સાથે આઘ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજય હરિપ્રસાદ સ્વામીજીએ આજીવન સેવારત રહી આપેલું યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે.
પરમ કુપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને સદગતી અર્પે અને હરિભકતોને આ દુ:ખ સહન કરવાની શકિત બક્ષે એ જ પ્રાર્થના, સ્વામીજી આપણા સૌના હ્રદયસ્થ રહી આપણને ધર્મનો માર્ગ બતાવતા રહે એજ એમના પાસે પ્રાર્થના સહ એવા દાસાનું દાસ પૂજય હરિપ્રસાદ સ્વામીજીને શ્રઘ્ધાંજલી
સરગમ કલબ પરિવાર પણ શોકમાં ગરકાવ
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પૂ. હરિપ્રસાદ સ્વામી અક્ષરવાસી થતાં સરગમ પરિવારમાં શોક છવાયો છે. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના દેહ વિલય અને પરમધામ ગમન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે
તેમણે કહ્યું છે કે, યુવાઓ માં વ્યસન મુક્તિ ,શિક્ષા પ્રણાલી ના પ્રચાર પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે..
સરગમ પરિવાર ઉપર પૂ.સ્વામીજીએ ઘણા આશીર્વાદ વરસાવ્યા હતા તેમ જણાવી ગુણવંતભાઈએ તેમના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.
‘દાસના દાસ’નું સૂત્ર આપી અનોખા સમાજનું નિર્માણ કર્યુ: હિરેન જોશી
હરિધામ સોખડા યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરૂહરિ પ.પૂ હરિપ્રસાદ સ્વામીજી મહારાજએ *”દાસ ના દાસ”* નું સૂત્ર આપી અનોખા સમાજનું નિર્માણ કરનાર પ.પૂ સ્વામીજીની ખોટ હંમેશા રહેશે.. મારા જેવા લાખો યુવાનો ને શિક્ષા પ્રણાલીના પ્રચાર-પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવા ભાવ સંસ્કાર ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ આજીવન સેવારત રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે.
હું તેનો આજીવન ઋણી રહીશ કે યુવાનો ને 31 ડિસેમ્બરના મિડનાઈટ ક્લબ કલચર પાર્ટીથી દુર રાખી આપણી સનાતન હિંદુ સંસ્કૃતિ તરફ યુવાનો વળે તે માટેના કાર્યક્રમો અને આયોજનો થકી તેમનું માર્ગદર્શન, આશીર્વાદ અને સાથ સહકાર હંમેશા મળ્યા છે.. તેમની પ્રેરણાથી આજ પણ યુવાનોમાં હિંદુ સંસ્કાર, સંસ્કૃતિ માટેના કાર્યક્રમો “રૂદ્ર સેતુ ફાઉન્ડેશન” ના માધ્યમથી કરી રહ્યા છીએ. તેમ હિરેન જોશીએ જણાવ્યું છે.