ગુરુવારે Stree 2નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ટ્રેલર લૉન્ચ વખતે ફિલ્મની આખી કાસ્ટ જોવા મળી હતી, તેમ છતાં શ્રદ્ધા કપૂર પોતાના લૂકથી લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહી હતી. આ ઈવેન્ટમાં શ્રદ્ધા લાલ અને ગોલ્ડન રંગની સુંદર સાડી પહેરીને આવી હતી. શ્રદ્ધાની લાંબી વેણી તેની સુંદરતામાં વધારો કરી રહી હતી. આ દરમિયાન તેણે પિંક શેડના ગ્લોસી મેકઅપમાં લોકોના દિલ જીતી લીધા હતા. તેના કાનમાં નાની નાની બુટ્ટી અભિનેત્રીની સુંદરતામાં વધુ વધારો કરી રહી હતી. તેનો આ લુક બધાને ખુબજ પસંદ આવી રહ્યો છે.