અરવલ્લી આવેલું શામળાજીનું મંદિર વૈષ્ણવ તીર્થધામો પૈકીનું એક છે. ગુજરાતનુ ગૌરવ સમુઆ તીર્થધામ એટલે શામળાજીના આ સ્થળે પ્રાચિનકાળની હરી ચંદ્રપરી નગરી શોભતી હતી. મેશ્વો નદી પર શામળાજી પાસે બંધ બાંધવામાં આવેલો છે. શામળાજીમાં રોજ હજારો દર્શનાર્થીઓ ભગવાન શામળીયાના દર્શનાર્થે આવે છે. ગુજરાતના જુદા જુદા સ્થળો ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ ભકતો ભગવાનના દર્શનનો લાભ લે છે.
દર્શન કરવા આવેલા દર્શનાર્થીઓ પોતાની યથા શક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાનમાં આપતા હોય છે. ત્યારે અમદાવાદના એક ભક્ત દ્વારા શામળાજીને ચાંદીનું દાન કરવામાં આવ્યું છે. આ ચાંદીના દાનમાં શામળાજીને પોણા ચાર કિલોનો ચાંદીનો મુગટ એટલે કે ૩.૩૬ લાખનો મુઘટ મંદિરને દાન કરવામાં આવ્યો છે.
શામળાજીને અનેક પ્રકારથી શણગારવામાં આવે છે. જેમ કે વસ્ત્રો દ્વારા, ઘરેણાં દ્વારા,ફૂલહાર દ્વારા. આ ચાંદીનો મુગટ તેમના શણગાર માટે આપવામાં આવ્યો છે. શામળભાઈ પટેલના સ્મરણાર્થે આ મુગટને દાન કરવામાં આવ્યું છે. મુગટ આપનાર દાતાનું મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. શામળાજીને મુગટ અર્પણ કર્યા બાદ તેમની આરતી પણ કરવામાં આવી. આ આરતીમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને સ્થાનિક ભાવિકોએ આરતીમાં ભાગ લીધો હતો.