અવગતિ પ્રાપ્ત મનુષ્ય માટે પ્રેતબલી અથવા ‘ત્રિપીંડી શ્રાધ્ધ’, જયારે મોક્ષ માટે નારાયણ બલી શ્રાધ્ધ કરવામાં આવે છે
મનુષ્ય જયારે જન્મ લ્યે છે ત્યારે ત્રણ ઋણમાં બંધાય છે. દેવ ઋણ પિતૃઋણ અને મનુષ્ય ઋણ તેમા દેવઋણમાંથી છૂટવા અને મનુષ્ય ઋણમાંથી છૂટવા માટે જપ, તપ, યોગ, પુજા છે. અને પિતૃઋણમાંથી છૂટવાનો ઉપાય એટલે શ્રાધ્ધ શ્રાધ્ધના અનેક પ્રકાર છે. કુટુંબમાં કોઈપણ મનુષ્ય અવગતીએ ગયેલ હોય તો તેના માટે પ્રેતબલી અથવાતો ત્રીવિડી શ્રાધ્ધ કરવામા આવે છે. અને મોક્ષ માટે નારાયણબલી શ્રાધ્ધ કરવામાં આવે છે. લગ્ન પહેલા મૃત્યુ પામેલ હોય તો નિલોદ્રાહ એટલે કે લીલ પરણામાં આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં અને ધર્મમાં ૧૬ સંસ્કાર મહત્વના છે. જો મૃત્યુ પહેલા તે પૂરા નો થયા હોય તો જીવ અવગતીએ જાય આમ કોઈ પણ માણસ લગ્ન પહેલા મૃત્યુ પામે તો તેના માટે લીલ પરણાવામાં આવે છે. તે ઉપરાંત પણ શ્રાધ્ધના પ્રકાર છે. પંચબલી મહાશ્રાધ્ધ જે કુટુંબના બધા જ સભ્યોને મોક્ષ આપનારૂ છે. અને ભાદરવો કારતક ચેત્ર માસ જે પિતૃઓ માટે ખાસ કરી વિશેષ છે. તેમાં ભાદરવા મહિનામાં વદ પક્ષને પિતૃપક્ષ તરીખે ઓળખીયે છીએ જેમાં જે મનુષ્ય મૃત્યુ પામેલ હોય તેને ૩જા વર્ષે મહાલય શ્રાધ્ધ કરવામાં આવે છે. અને ત્યારબાદ ભાદરવા વદ મા તેની જે મૃત્યુ તિથિહોય તે દિવસે દર વર્ષે તેની પાછળ શ્રાધ્ધ અથવા તો બ્રાહ્મણ ભોજન કરાવામાં આવે છે. આમ આવી રીતે શ્રાધ્ધ કરવાથી પિતૃઓ આર્શીવાદ સાથે સુખ સંપતી આપે છે.
પુરાણોમાં જણાવ્યા અનુસાર જે આપણને દેવતાઓ આપી નથી શકતા તે આપણને પિતૃઓ આપી શકે છે. આથી જો પિતૃ કાર્ય ને મહત્વનું ગણેલ છે. અને દર ત્રણ વર્ષે એક પિતૃકાર્ય કરવું જોઈએ.
શ્રીરામચંદ્ર ભગવાને પણ શ્રાધ્ધ કરેલું નો ઉલ્લેખ રામાયણમાં જોવા મળે છે.
જુદી જુદી મનોકામના માટે પોતાના કુટુંબીજનો સ્વજનોને યાદ કરી અને નક્ષત્રના દિવસે પિતૃતર્પણ વિષ્ણુ પુજન, પિન્ડદાન કે બ્રાહ્મણ ભોજન કરવાથી મનોકામના રૂપી ફળ પૂર્ણ રાતે પ્રાપ્ત થાય છે. નક્ષત્ર પ્રમાણે શ્રાધ્ધ
નક્ષત્ર પ્રમાણે મનોકામના પૂર્ણ કરવા શ્રાધ્ધના દિવસે આ દિવસે સર્વપિતૃની પાછળ નારાયણ બલી અથવા તર્પણ વિષ્ણુપૂજા પીન્ડદાન કરી શકાય છે બ્રાહ્મણ ભોજન કરાવું
૧. તા. ૭-૯ સોમવારે ભરણીનક્ષત્ર છે. જેમાં શ્રાધ્ધ કરાવાથી તિર્થયાત્રાનું ફળ મળે છે.
૨. તા.૮-૯ મંગળવારે સવારે ૮.૨૪ પછી કૃતિકા નક્ષત્ર છે. તેમાં શ્રાધ્ધ કરાવાથી શુભ મનોકામના પૂર્ણ થાય છે.
૩. તા. ૯-૯ બુધવારે સવારે ૧૧.૧૪ પછી રોહિણી નક્ષત્ર છે. તેમાં શ્રાધ્ધ કરાવાથી સંતાન સાથેના અણબનાવ દૂર થાય છે અને સતાન સુખની પ્રાપ્તી થાય છે.
૪. ૧૦-૯ ગુરૂવારેપણ બપોરનાં ૧.૩૭ સુધી રોહિણી નક્ષત્ર છે તેમાં શ્રાધ્ધ કરાવાથી સંતાન સુખની પ્રાપ્તી થાય છે.
૫. તા.૧૧.૯ શુક્રવારના દિવસે મૃગશીર્ષ નક્ષત્ર છે. તેમા શ્રાધ્ધ કરાવાથી ધન ધાન્ય અને વિદ્યાબળ મળે છે.
૬. તા.૧૨.૯ ને શનિવારે આદ્રા નક્ષત્ર છે તેમાં શ્રાધ્ધ કરવાથી કીર્તીમાં વધારો થાય છે.
૭. તા.૧૩.૯ ને રવિવારે પૂર્નવશુ નક્ષત્ર છે તેમાં શ્રાધ્ધ કરવાથી શરીરની બીમારીઓ દૂર થાય છે.
૮. તા.૧૪.૯ ને સોમવારે પુષ્ય નક્ષત્ર છે તેમાં શ્રાધ્ધ કરાવાથી લક્ષ્મીની પ્રાપ્તી થાય છે.
૯. તા.૧૫.૯ ને મંગળવારે આશ્ર્લેષા નક્ષત્ર છે તેમાં શ્રાધ્ધ કરાવાથી આયુષ્યમાં વધારો થાય છે.
૧૦. તા.૧૬.૯ને બુધવારે મઘા નક્ષત્ર છે. શકિતમા વધારો થાય છે.
૧૧. તા.૧૭ને ગુરૂવારે સવારના ૯.૪૭ સુધી પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે. તેમાં શ્રાધ્ધ કરવાથી ભાગ્યમાં વૃધ્ધિ થાય છે.