ગુજરાત કોંગ્રેસમાં મુખ્યમંત્રીપદના દાવેદાર બનવા નેતાઓમાં ભારે ખેંચતાણ: અહેમદ પટેલ દોડી આવ્યા
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં મુખ્યપ્રધાનપદના મુદ્દે નેતાઓના લોબિંગ માટેનો દોર ચાલુ તાં જ ભારે ગરમાવો આવી ગયો છે. વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના નિવાસસને સોમવારે મોડી સાંજે પ્રભારી સોની મેરેોન બેઠકમાં બાપુને મુખ્યપ્રધાનપદના દાવેદાર જાહેર કરવા અને ચૂંટણીની સમગ્ર જવાબદારી સોંપવાની રજૂઆત ઈ હતી જો કે, આ રજૂઆતના બીજા જ દિવસે મંગળવારે વાઘેલાએ ભાજપ પર ઠીકરું ફોડતા કહ્યું કે, કોંગ્રેસના ૨૦ જેટલા સિનિયર ધારાસભ્યોને ભાજપ ટિકિટ આપવાની, ચૂંટણી ખર્ચ આપવાની લાલચ આપીને કોંગ્રેસ છોડવા દબાણ કરી રહ્યો છે. ધારાસભ્યોએ મને ફરિયાદ કરી તેી પ્રભારી અને હાઈકમાન્ડ સમક્ષ આ વાત પહોંચાડવા માટે બેઠક યોજાઈ હતી. અલબત્ત, ગુજરાતની આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો ચહેરો કોણ હશે/ તેનો નિર્ણય હાઈકમાન્ડ કરશે એવું નિવેદન કરીને વિપક્ષી નેતાએ જાણે કંઈજ અજુગતું બન્યું ની તેવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો.વિરોધપક્ષના નેતા વાઘેલાએ મંગળવારે મીડિયા સમક્ષ પ્રભારી ગુરુદાસ કામત સોની બેઠકમાં કોંગ્રેસના ૩૬ ધારાસભ્યોએ તેમની આગેવાનીમાં ચૂંટણી લડવા અંગેની રજૂઆતનો ઉલ્લેખ ટાળતા કહ્યું કે, ગુજરાતમાં ભાજપે આગામી ચૂંટણી માટે ૧૫૦ બેઠકોનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ ટાર્ગેટ ચૂંટણી પહેલાં જ પૂરો કરવાનો હોય એમ કોંગ્રેસના ત્રણ-ચાર ટર્મી ધારાસભ્ય રહેલાં સિનિયર ધારાસભ્યોને કોંગ્રેસ છોડવા દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ધારાસભ્યોને ટિકિટ આપવા ઉપરાંત ચૂંટણી ખર્ચ આપવા સહિતની લાલચ આપવામાં આવી રહી છે. ભાજપ તરફી કોંગ્રેસના જે ધારાસભ્યોને આવી ઓફર કરવામાં આવી છે તેવા કેટલાક ધારાસભ્યોએ મારી સમક્ષ શું કરવું/ તેવી મૂંઝવણ વ્યક્ત કરી ત્યારે સમગ્ર બાબતી પ્રભારી અને દિલ્હીમાં હાઈકમાન્ડને વાકેફ કરવા માટે ગુજરાતની મુલાકાતે આવેલા પ્રભારી સો બેઠક યોજવામાં આવી હતી! તેમણે કહ્યું કે, આ બેઠકમાં કોઈ નેગેટિવ ચર્ચા ઈ ની. જો કે, કોંગ્રેસના જ અનેક આગેવાનો-નેતાઓને વાઘેલાની આ દલીલ ગળે ઉતરતી ની. કારણ કે, સોમવારે પ્રભારી ગુરુદાસ કામતે મીડિયા સમક્ષ વાઘેલાની આગેવાનીમાં ચૂંટણી લડવા માટેની રજૂઆત મળી હોવાનો ખુલ્લો સ્વીકાર કર્યો હતો.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને જવાબદારી સોંપવાની માગને પગલે ગુજરાત કોંગ્રેસની સ્િિતનો તાગ મેળવવા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને વરિષ્ઠ નેતા અહમદભાઈ પટેલ મંગળવારે ગુજરાત દોડી આવ્યા હતા. ગુજરાતમાં આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રીપદનો ઉમેદવાર જાહેર કરવો કે નહીં અને કોને જવાબદારી સોંપવી તેનો નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કરશે તેવું તેમણે એક સવાલના જવાબમાં જણાવ્યું છે. મંગળવારે બપોરે તેઓ વડોદરા એરપોર્ટી તેમના વતન ભરૂચ(પીરામણ) જવા રવાના યા હતા. કોંગ્રેસના વિશ્વસનિય સૂત્રોએ જણાવ્યું કે, રાજ્યના પ્રભારી ગુરુદાસ કામતે દિલ્હીમાં ગુજરાતમાં પક્ષની ગતિવિધિ અંગે આપેલી માહિતીને પગલે તેઓ ગુજરાત આવી પહોંચ્યા છે. જો કે, છેલ્લા બે દિવસમાં ગુજરાત કોંગ્રેસમાં મુખ્યમંત્રીપદના દાવેદાર બનવા માટેની ખેંચતાણ જોવા મળી રહી છે તે જોતાં કોંગ્રેસ હાઈકમાન્ડ ચોંકી ઊઠયું છે. ચૂંટણી પૂર્વેના મહિનાઓમાં જ કાર્યકરો-સનિક અગ્રણીઓને પ્રોત્સાહિત કરવાને બદલે ચૂંટણીની ટિકિટ મેળવવા સહિતના લોબિંગ અંગે અહમદભાઈ ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ-આગેવાનો સો ચર્ચા-વિચારણા કરશે તેવું મનાઈ રહ્યું છે.