શાહરૂખ ખાન ઉપરાંત ગૌરી ખાન અને જૂહી ચાવલાને પણ ફેમા અંતર્ગત નોટિસ મોકલાઈ

એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેટે (એફડી) બોલીવૂડ સુપર સ્ટાર શાહ‚ખ ખાનને શો કોઝ નોટીસ ફટકારી છે. આ કેસ આઈપીએલ એટલે કે ઈન્ડીયન પ્રિમીયર લીગને લગતો છે. શાહ‚ખ ખાન કલકતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) ટીમનો માલિક છે.

એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે શાહ‚ખની સાથોસાથ ટીમની સહમાલિક જુહી ચાવલા, શાહ‚ખની પત્ની ગૌરી ખાન વિગેરેનેણ શો કોઝ નોટિસ મોકલી છે.તેમણે નિયત સમય મર્યાદામાં એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટને શો કોઝ નોટિસનો ઉત્તર આપવો પડશે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘રઈશ’ની સફળતા ઉજવી રહેલા શાહ‚ખ ખાન આનંદ એલ.રાય અને ઈમ્તિયાઝ અલિની ફિલ્મમાં વ્યસ્ત છે. અત્રે એ પણ નોંધવું ઘટે કે તેણે આઈપીએલ દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી હસ્તક કપનું ઈનોગ્રેશન કરાવ્યું હતુ મમતાએ તેમને બંગાળના બ્રાંડ એમ્બેસેડર બનાવ્યા હતા.

શાહ‚ખ પર ફેમા અંતર્ગત કેસ છે. ફોરેન એકસચેંજમાં ૭૩.૬ કરોડના લોસનો મામલો છે. શાહ‚ખે શો કોઝ નોટિસનો જવાબ એફડીને આપવાનો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.