જામનગર ન્યૂઝ : જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૨ શિક્ષકોએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. આથી શાસનાધિકારી દ્વારા કારણદર્શક નોટીસ પાઠવી તેમના ખુલાસા પૂછવામાં આવ્યા છે. ફૂલ ટાઈમ નોકરીમાં હતાં તો ઉચ્ચ શિક્ષણ કેવી રીતે મેળવ્યું? તે બાબતે ખુલાસા પૂછવામાં આવ્યા છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં તાજેતરમાં વર્ષ ૨૦૨૦ સુધીનું ઓડીટ કરવામાં આવ્યું હતું. તેમાં ૧૨ શિક્ષકોએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યાના સર્ટીફિકેટની તપાસ કરતા તે સમયે એ તમામ ૧૨ શિક્ષકો ફૂલ ટાઈમ માટે નોકરીમાં હતાં જો તેઓ ચાલુ ફરજમાં હતાં. તો ઉચ્ચ શિક્ષણ માટે હાજરી કેવી રીતે આપી?
તેમાં અમુક શિક્ષક દ્વારા જામનગરથી બહારના શહેરમાં કર્યા હતાં તે કેવી રીતે શક્ય બને? આનો મતલબ એવો થાય કે, શિક્ષકોએ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ત્યાં હાજરી આપી નથી અથવા તો ચાલુ નોકરીએ બન્ક માર્યો છે. આ સમગ્ર પ્રકરણ ઓડીટમાં ખુલવા પામતા શાસનાધિકારી દ્વારા ૧૨ શિક્ષકોને નોટીસ પાઠવી ખુલાસા પૂછવામાં આવ્યા છે, અને તા. ૨૦ જૂન સુધીમાં જવાબ રજૂ કરવા જણાવ્યુ છે.
જ્યારે જેમને આખરી નોટીસ પાઠવાઈ છે. જેમાં રંજનબેન નકુમ, હરેશભાઈ ચાવડા, હેતલબેન પા- રાડિયા, બિનાબેન પોપટ, પારૂલબેન, રીનાબેન રાજકોટિયા, સા મીતુલબેન પીઠિયા, જયદેવસિંહ સા પરમાર, દક્ષાબેન, નયનાબેન વગેરેનો સમાવેશ થાય છે. અગાઉ પણ ૧૦ શિક્ષકોને નોટીસ પાઠવાઈ હતી. તેમણે યોગ્ય જવાબ રજૂ કર્યા નહતા આથી તેમને પણ વધુ એક વખત આખરી નોટીસ આપવામાં આવી છે.
સાગર સંઘાણી