ચુંટણી પત્યાં પછી સતાધીસો દ્વારા વિરોધ માં રહેલો વિસ્તાર કે વ્યક્તિ નાં કામ નહીં કરી “દાવ લેવાની” કુટ પરંપરા કોર્પોરેશન,નગરપાલિકા થી લઇ છેક ગ્રામ પંચાયત સુધી બરકરાર રહેતી હોય છે.જેનો તાજો પુરાવો દેરડી નાં સરપંચ તથાં તેમનાં ભાઇ નો વાયરલ થયેલો ઑડીયો છે જે ચકચારી બનવાં પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ દેરડી નાં અતુલ સાંગાણી નામ ની વ્યક્તિ એ દેરડી નાં સરપંચ શૈલેષભાઈ ખાતરા અને તેના ભાઇ સાથે મોબાઈલ પર કરેલી વાત નો ઑડીયો હાલ સોશ્યલ મિડીયા માં ફરી રહ્યો હોય ચકચાર જાગી છે.
પ્રથમ ઑડીયો માં અતુલ સાંગાણી મોબાઈલ માં સરપંચ નાં ભાઇ સાથે રોડ નું કામ કયારે થશે તેવું કહેછે.સામાં પક્ષે સરપંચ નાં ભાઇ એવો જવાબ આપે છે કે વિરોધ માં હોય ત્યાં થોડાં વિકાસ નાં કામ થાય.કાંતિ પદમાણી અને રાખોલીયા વિરોધમાં હતાં તેવો ઉલ્લેખ વાતચીતમાં થાય છે.
બીજા ઑડીયોમાં અતુલ સાંગાણી સરપંચ શૈલેષભાઈ ખાતરા સાથે રોડનાં કામ કયારે થશે તેવું પુછે છે. જવાબ માં સરપંચ એવું કહે છે કે “સરકાર પૈસા આપતી નથી,અગાઉ કરેલાં કામ નાં પૈસા પણ ચુકવવા બાકી છે.પૈસા આવે પછી કામ થાય.
હું આવું કંઇ બોલ્યો જ નથી, એ અવાજ મારો નથી, વિપક્ષ નુ કારસ્તાન- સરપંચ
વાઇરલ ઑડીયો અંગે સરપંચ ને પુછતા તેમણે કહ્યું કે ” હું આવું કંઇ બોલ્યો જ નથી,આ અવાજ મારો નથીં આ વિરોધીઓ નું કારસ્તાન છે.” સરપંચ શૈલેષભાઈ ખાતરા એ કહ્યું કે રોડનાં કામ અંગે ફરીયાદ કરનાર અતુલ સાંગાણીનાં રૂપિયા સોળ હજાર વેરા પેટે ગ્રામ પંચાયત પાસે બાકી છે.
ગોંડલ પંથકમાં રાજકીય રીતે લાઇમલાઇટમાં રહેતાં ચૌદ હજારની વસ્તી ધરાવતાં દેરડી ગામ માં પણ “વ્હાલાં દવલા”ની રાજનિતી ઑડીયો ક્લીપ વાયરલ બન્યાં બાદ ચર્ચાસ્પદ બની છે.બીજી બાજુ ભાજપ નાં સમથઁક સરપંચ ની સરકાર પૈસા આપતી ન હોવા ની વાત પણ સરકાર ની કાયઁ પધ્ધતિ સામે સવાલો ઉભા કરે છે.