પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષા પ્રોટોકોલમાં આવેલા અવરોધ
પાછળના તત્વો અને ઈરાદાઓને બે નકાબ કરાશે….?
અબતક, રાજકોટ
ભારતના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ની સુરક્ષા અભેદ હોવી જોઈએ અને ખૂબ જ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે તાજેતર માં ફિરોજપુર નજીક વડાપ્રધાનના કાફલાને ફેલાય ઓવર પર 20 મિનીટ અવરોધરૂપ સંજોગોમાં પસાર કરવાની ઘટનાએ દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલઊભો કર્યા છે, કોંગ્રેસની રાજ્ય સરકાર પાસે ગૃહવિભાગે આ અંગે ખુલાસો માગ્યો છે, વડાપ્રધાન ના કાફલાને ફ્લાયઓવર પર 20 મિનિટ સુધી રોકાવું પડે આ ઘટના સુરક્ષાની દ્રષ્ટિએ અતિ ગંભીર ગણવામાં આવી છે તાત્કાલિક ધોરણે પંજાબના ઇન્સ્પેક્ટર જનરલ એ જવાબદાર એસપીને સસ્પેન્ડ કરી દીધા છે વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી રાજ્યના ગૃહ મંત્રીની હોય છે, પંજાબની આ ઘટનાને લઇને હવે શરૂ થયેલી તપાસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલાની તપાસ થશે બીજી તરફ જે વડાપ્રધાનના કાફ્લા ને વીસ મિનિટ સુધી ના અવરોધ રૂપ સંજોગોનો સામનો કરવો પડ્યો તે હવે સંપૂર્ણપણે તપાસનો વિષય બની રહ્યો છે, બીજી તરફ આ બનાવ હવે માત્ર વિરોધ અને પ્રદર્શનકારી કે આંદોલનકારીઓનો અવાજ વડાપ્રધાન સુધી પહોંચાડવા જેટલું મામૂલી રહ્યો નથી અને રહેવું પણ ન જોઈએ ,ઝેડ પ્લસ સિક્યુરિટી નું કવચ ધરાવતા વડાપ્રધાન ના કાફલા ની તમામ પરિસ્થિતિ અને આપત કાલીન વ્યવસ્થા માટે વૈકલ્પિક વ્યવસ્થા સહિત કોઈ પણ પરિસ્થિતિમાં વડાપ્રધાન નો કાફલો જરા પણ અટકે નહીં અને કોઈ પણ સંજોગોમાં સુરક્ષાવ્યવસ્થા જરાપણ અવરોધરૂપ ન થાય તેવી જોગવાઇ હોય છે ,પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ એ જો કે સુરક્ષા માં ખામીનો ભાજપનો આક્ષેપ નકારી કાઢીને જણાવ્યું હતું કે પંજાબ રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય દ્વારા વડાપ્રધાનની સુરક્ષા અંગે કોઇ કચાશ રાખી નથી, જોકે પરિસ્થિતિ જે રીતે ઉભી થઇ છે તેમાં રાજ્યના ગૃહ મંત્રાલય ની જવાબદારી જ સુનિશ્ચિત થાય, બીજી તરફ શરૂ થયેલી તપાસ અને ચર્ચા વચ્ચે એક એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ફ્લાયઓવર પર વડાપ્રધાનના કાફલાને જે લોકોએ અવરોધ ઊભો કર્યો છે તે કોણ છે, તેની ઓળખ પણ મળી નથી? આંદોલનકારી ઓએ તો હાથ અધ્ધર કરી દીધા છે કે અમારા કોઈ સભ્યોએ વડાપ્રધાનના કાફલાને અવરોધરૂપ બનાવ્યા નથી, આ મામલે હવે રાજ્ય અને કેન્દ્રના ગૃહ મંત્રાલયે તપાસના ચક્રોગતિમાન કર્યા છે આ મામલો હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના હાથમાં જશે અને વડાપ્રધાનની સુરક્ષા નો અવરોધ આકસ્મિક છે કે પૂર્વ આયોજિત તે અંગેની તપાસ થશે અને કસૂરવારોને બે નકાબ કરવામાં આવશે તેવું આધારભુત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.