આગામી તા.૧૮ના રોજ રાજકોટમાં આયોજીત મેરેથોનમાં ભાગ લેવા હજારો લોકોનાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ધણા લોકોએ લાંબા સમયથી પ્રેકટીસ પણ શરૂ કરી દીધી છે.અત્યારની જનરેશનમાં લોકોને જલ્દીથી ફીટ રહેવું છે સામે ફુડ એ પ્રકારનું મળતુ નથી.
હાલની પરિસ્થિતિ પ્રમાણે બાળક જન્મે એટલે ૨ દિવસમાં નોકરીએ લાગવો જોઈએ ત્યારબાદ તરત લગ્ન અને ૨ મહિનામાં ગુજરી પણ જવો જોઈએ પરંતુ નેચરલ જ રહેવું હોય તો ફાસ્ટફૂડને ઓળખવું જરૂરી છે. શરીરમાં એ ફૂડ શુ લઈ આવશે તે ઓળખવું જોઈએ જયારે મેરેથોન દોડવા લોકો જાય ત્યારે તેને સારામાં સારો ખોરાક મતલબ દેશી ખોરાક ઘી ગોળ સવારે નાસ્તામાં રેગ્યુલર અજમાવે તો આરામથી ૪૦ કી.મી. દોડી શકશે પરંતુ જો કેમીકલ્સ યુકત ખોરાક ખાશે વ્યકિત તો કદાચ એ શકય નહી બને મેરેથોનમાં પણ મે અનેક વખત જોયું છે કે ખેલાડી શ‚આતમાં હાઈ સ્પીડ પકડે એટલે ૧ કે ૨ કીમીમાં તે નબળો પડી જતો હોય છે. અને આવા ખેલાડી વધીને ૪ કીમી જ દોડી શકે.
આયુર્વેદની દ્રષ્ટીએ બે ત્રણ વસ્તુઓ હાજર હોય છે. તેમાં એક ‘સિલાજીદયાદી લોહ’ શાસ્ત્રોકત દવા છે. જે વધુ પડતી શાસ્ત્રોક કંપની આવી દવા બનાવે છે. જો મરીના દાણા જેવડી દવા હોય તો સવાર સાંજ દુધ સાથે લેવી અથવા તો અ્શ્ર્વગંધા ચૂરણ એટલી સ્પીડથી કામ નથી આપી શકતી સિલાજીત્યાદી લોહમાં સિલ્પાજીત અને લોહ બનેના ગુણધર્મો છે. જે ધારે તો ફકત ૪૮ કલાકમાં અસર કરવાનું ચાલુ કરી દે છે.
આરોગ્ય અને દોડ વચ્ચે શુ તફાવત?
આ વિષય પર ડો. પરેશ પટેલે જણાવ્યું હતુ કે આરોગ્ય જો સારૂ હોય તો દોડ મહત્વની અથવાતો કામની પરંતુ ખેલાડીઓ એમ કહે કે આરોગ્ય જ બરાબર નથી અને દોડ કરવી છે તો આ દોડ દોડશે જ કોણ એ પ્રશ્ર્ન રહેશે. આજથી ૬૦ વર્ષ પહેલાના લોકો અને અત્યારના યુવાનોને જોવો તો ખબર પડી જાય પહેલાના જમાનામાં લોકો જે સાદો ખોરાક લેતા એજ સારો હતો. અત્યારના યુવાનો જો ફકત સાદો ખોરાક આહારમાં લે તો તેની ૧ વર્ષ બાદ તંદુરસ્તી બધાથી અલગ જ હશે જયારે આજના લોકોએ મસાલાને બદનામ કરી દીધા છે. મસાલા આપણી હેલ્થ માટે ખૂબજ સારા છે. પરંતુ હાલમાં જે રીતે ભેળસેળ યુકત મસાલા વાપરવામાં આવે છે જેનાથી લોકોના ફેફસામાં અને પાંચન તંત્રમાં નુકશાન થાય છે. અને લોકોને પીડા ભોગવવી પડે છે. ત્યારે મેડીકલ સાયન્સ પણ આવા દર્દીઓનો હાથ ઝાલતી નથી.
મેરેથોન દરમિયાન દોડવીરોને સામાન્ય ઈજાથી બચવા આયુવેદ કઈ રીતે કામ આપી શકે?
આ વિષય પર ડો.પરેશ પટેલે જણાવ્યું હતુ કે આવી સામાન્ય ઈજાઓ કે કેમ્પ માટે આયુર્વેદ એટલુ કામ નથી આપતું કેમકે આજે તમે ખોરાક બદલાવો અને કાલે તમને સારૂ થઈ જાય આ વસ્તુ આયુર્વેદમાં શકય નથી કેમકે આયુર્વેદ મુળ સુધારનાર છે. આયુર્વેદમાં આનાથી બચવા માટે વ્યકિતને જો હળદર અને મધ રેગ્યુલર પીવડાવામાં આવે તો ચારદિવસમાં શરીરમાં ૧૦૦ ટકા સુધારો આવી શકે. મધનું જો ટીપુ કપડા પર પડે અને લપસીને નીકળી જાય તો એ મધ સારા ગુણધર્મ વાળુ છે તેમ કહી શકાય.
મેરેથોન દોડમાં વિવિધ વયના લોકોએ ભાગ લીધો છે તો તેને કઈ રીતે કાળજી રાખવી જોઈએ?
સલાહ કોઈપણ વયની ઉંમરે ઉપયોગમાં આવી શકે છે. પરંતુ ૭૦ થી ૭૫ વયની ઉપરનાં લોકો સિલાજીત્યાદી પચાવી નહી શકે પરંતુ હળદર અને મધ ઉપયોગમાં જરૂરથી લઈ શકશે અને તેનીમ ત્ર જો બે ચમચી સુધી લે તો ચોકકસથી ચાલે ૧૨ થી ૧૪ વર્ષની ઉંમર સુધી ૧ ચમચી આપવામાં આવે તો કોઈ જ વાંધો પડતો નથી.
મેરેથોનમાં દોડવીરોને પાણી કે ફૂડપેકેટ અને એનરજી ડ્રીંક આપવામાં આવતું હોય છે તો તેની માત્રા કેટલી હોવી જોઈએ અને કેટલા અંશે એ યોગ્ય છે?
ખાસ તો હું એમ જ કહીશ કે દોડતા સમયે પાણી પીવું જ ના જોઈએ પરંતુ આટલી ૪૨ કી.મી.ની મેરેથોન હોય તો જરૂર જણાય ત્યારે ૫૦ મી.લી.ની માત્રામાં જ પાણી પીવું જોઈએ જો દોડવીર વધુ પાણી પીવે તો તેને પેઢુ ચડવું, ઓચિંતુ થોભી જવું પડે, આંટી ચડી જાય એવી સમસ્યા સર્જાઈ શકે. પરંતુ જો દોડવીરોને જરૂર જણાય ત્યારે પાણીમાં એક ચમચી હળદર અને બે ચમચી મધ નાખી પીવડાવામાં આવે તો ચોકકસથી સુધારો દોડમાં લાવી શકાય. ફૂડ પેકેટ દોડવીરોએ લેવા જ ના જોઈએ ફૂડ પેકેટમાં એ હદે કેમીકલ્સ નાખવામાં આવતા હોય છે.જેનાથી દોડવીરોને દોડમાં નુકશાન પહોચાડતા હોય છે.
મેરેથોન દોડ નજીક છે ત્યારે અત્યારથી દોડવીરે કેવા પ્રકારનું ડાયેટ રાખવું જોઈએ?
હવે જયારે ચાર દિવસ મેરેથોનને બાકી હોય તો દોડવીરોએ ફાસ્ટ ફૂડ બંધ કરવા જોઈએ કોઈપણ જાતના સ્ટ્રોંગ ડ્રીંકસ ના લેવા જોઈએ શકય હોય ત્યાં સુધી પ્રેકટીસ ચાલુ રાખવી જોઈએ પ્રેકટીસ દરમિયાન કે દોડ સમયે કયારેય કાંઈ પણ બોલવું ના જોઈએ.
હાલની સ્થિતિ પ્રમાણે સાચી માત્રામાં લીલા શાકભાજી મળતા નથી? એ વિશે
હું પોતે એક ખેડૂત કુટુંબમાંથી આવું છું ખેડૂત જયારે વાવેતર કરે છે. ત્યારે ખેતીમાં યુરીયા, રાસાયણીક ખાતરો નાંખે છે. ત્યારે ખેડુતો પોતે બોલતા હોય છે કે લીલા શાકભાજી ખાવા લાયક રહ્યા નથી. કે પોતે ડોકટર તરીકે મારા દર્દીઓને કાચા લીલા શાકભાજી ખાવાની સલાહ આપતો નથી. કેમકે આવા શાકભાજી ધોવાથી પણ કાંઈ ફર્ક પડતો નથી શરીરને માત્રને માત્ર નુકશાન જ પહોચે છે. પરંતુ હવેનો માનવી પાછો ગૌ મુત્ર અને છાણ ઉપર જાવાનું ધીમે ધીમે ચાલુ કર્યું છે. ખેડુતોને પણ મારો એક મેસેજ છે. કે ખેડુતો ખેતીમાં પેસેસાઈડ રાસાયણીક ખાતરો નાખવાનું બંધ કરશે ત્યારે સમાજમાં માંદગીનું અને રોગોનું પ્રમાણ ચોકકસ ઘટશે.ખાસ તો સમાજમાં કોઈ વ્યકિત બીમાર હોય અને તેના સગા-સંબંધીઓ મળવા જતા હોય છે.ત્યારે તેઓ દર્દીને ડીમોટીવેટ કરતા હોય છે. પરંતુ જો તેઓ દર્દીઓને આશ્ર્વાસન આપશે તો દર્દી દવા વિના પણ ઝડપથી ઉભો થઈ જશે.
આપણા પૂર્વજો પગપાળા એક ગામથી બીજા ગામ ચાલીને જતા જયારે અત્યારે એ ખરૂ ઉતરતું નથી તો ડાયેટ સિવાય અન્ય કોઈ તફાવત ?
એક સમય એવો હતો જયારે વાહનો ન હોતા. ત્યારે લોકો પગપાળા જતા જયારે અત્યારે લોકોને બસમાં જવું પડે છે. તો પણ મુશ્કેલી પડે છે. પહેલાના સમયમાં જયારે બળદથી ખેડૂતો ખેતી કરતા ત્યારે જો બળદ બીમાર પડે તો એક બાજુ બળદ અને બીજી બાજુ ખેડુત પોતે ચાલીને ખેતી કરતો. પરંતુ કામ અટકાવતો નહી પરંતુ હાલમાં આ વસ્તુ શકય નથી. જયારે આજે લોકોએ વિલાયતી પધ્ધતિ અપનાવી તેનાથી કોઈ વાંધો નથી. પરંતુ લોકો આપણી ખુદની સંસ્કૃતિ ભૂલી ગયા છે. તેનાથી ખરાબ અસર લોકોમાં પહોચી છે. જયારથી ચા આવી છે. ત્યારથી લોકોની મહેમાનગતિ પણ પૂરી થઈ શકતી નથી. લોકોના પાચન તંત્ર બગડી ગયા. લોકોનો ખોરાક લેવાની શકિત નબળી પડી ગઈ.
મેરેથોન દોડ વખતે દોડવીરોએ કંઈ વસ્તુ સાથે રાખવી જોઈએ?
મેરેથોન દોડ વખતે દોડવીરોએ નેપકીન સિવાય દોડવીરોએ બીજી વસ્તુ રખાય નહી કેમકે દોડવીર દોડમાં જાય છે. બીજી કોઈ વસ્તુ સાથે રાખશે તો દોડમાં પણ મુશ્કેલી પડશે. ખાસ તો દોડ પત્યા પછી તલના તેલનું માલીશ અને શકય હોયતો પંદર દિવસ અથવા એક મહિના સુધી એરંડીયા તેલનું માલીશ કરવું સવારે તડકામાં રહીને નાહવા જવું જેથી હાડકામાં જે શકિતઓ ગઈ છે. તે ભરપાઈ થાય અને પછીની દોડ માટે દોડવીરને તૈયાર રાખી શકે.
દોડવીરોને અબતકના માધ્યમથી એજ મેસેજ કે મધ અને હળદરનું દિવસમાં બે વખત સેવન, સવારે અને રાત્રષ સિલાજીત્યાદી લ્યો બે ટેબલેટ સવાર -સાંજ આરોગ્ય વર્ધક લ્યો જો આ વસ્તુ હશે તો દોડવીર આ વખતની દોડતો દોડી જ શકશે પરંતુ આવતા વર્ષેની દોડ પણ સરળતાથી દોડી શકશે.