ઇનોવેટીવ ઇન્ટરનેશનલ સ્કુલ પ્રેઝેન્ટસ એજયુકેશન અબતક

પ્રશ્ન:- વિદ્યાર્થીઓએ કર્યુ બોર્ડ પસંદ કરવું જોઇએ?

જવાબ:- બોર્ડનું સીલેકશન એ આજના સમયમાં સૌથી અધરું ડીસીઝન હોય છે. અને તેમાં ઘણા બધા પરિબળો કામ કરે છે. અત્યારે રાજકોટે શિક્ષણ ક્ષેત્રે ખુબ પ્રગતિ કરીછે. વિશેષમાં ઘણી બધી સંસ્થાઓ ખુબ સારું કામ કરી રહી છે. ઘણાં બધાં નવા કેમ્પસ આવ્યા છે એ ઉપરાંત વેરાવટી ઓફ બોર્ડસ અત્યારે અવેલેબલ છે. બોર્ડમાં સૌથી વધારે પ્રચલીત બોર્ડ હોય તો તે ગુજરાત બોર્ડ છે ૯૯ થી ૯૫ ટકા સ્કુલો ગુજરાત બોર્ડની  હોય છે. એ એ સિવાય સીબીએસઇ, આઇસીએસઇ, આઇજીએસસીઇ અને આઇબી આ બધાં બોર્ડ હોય છે.

અર્ફોડેબલ ફેકટરમાં ગુજરાત બોર્ડ એક પછી સીબીએસઇ એથી થોડું એકસપેન્સીવ આઇસીએસઇ એથી વધારે આઇજીસીએસઇ હોય છે. અને એથી વધારે આઇબી બોર્ડ હોય છે. અમે સીબીએસઇ બોર્ડનું સિલેકશન કર્યુ એ પાછળનું કારણ એ છે કે સીબીએસઇ બોર્ડએ નેશનલ બોડ છે.

એચઆરડી મીનીસ્ટ્રીની અંતર્ગત સીબીએસઇ બોર્ડ કામ કરે છે. રાજકોટમાં હાલ ૧૩, ૧૪ જેટલી સીબીએસઇ શાળાઓ છે. જે સારું કામ કરી રહી છે. અત્યારે એનઇઇટી અને જેઇઇ જેવી સ્પર્ધા પરીક્ષાઓના આધારે મેડીકલ અને એન્જીનીયરીંગ માટે કોમન એન્ટસ ટેસ્ટ એક પેરામીટર બની ગયું છે. કોઇપણ કોલેજમાં જયારે એડમીશનનો પ્રશ્ન આવશે જેને ઇન્ડિયનામાં ભણવું છે, એન્જીનીયરીંગ કોલેજ, આર્કીટેકચર કોલેજમાં એડમીશન માટેના એન્ટ્રીની જે ચાવી છે તે એનઇઇટી અને જેઇઇ છે અને આ બન્ને પરીક્ષાઓ ક્ધડકર કરતું બોર્ડએ સીબીએસઇ બોર્ડ જ છે.

પ્રશ્ન:- પેરેન્ટસ પોતાના બાળક માટે કઇ રીતે બોર્ડ પસંદ કરતાં હોય છે?

જવાબ:-તેના માટે ઘણાં બધાં ફેકટર કામ કરતાં હોય છે. બાલક, પાલક, શિક્ષક અને સંચાલક આ ચાર ફેકટર છે. જેમાં આધારે આ નિર્ણય કરવો જોઇએ. બાળકની પોતાની ક્ષમતા કેવી છે પોતાની રૂચિ કેવી છે. ભણવા પ્રત્યેની ‚ચી કેવી છે તેના ઉપરથી નિર્ણય લઇ શકાય બીજું ફેમીલીનું જે વાતાવરણ છે. જેમાં આજે અંગ્રેજી માઘ્યમ, સીબીએસઇ, આઇજીસીએસઇ માટે જે આંધળી દોટ છે.

તેની અંદર અને જે સીબીએસઇ સ્કુલ ચલાવીએ છીએ છતાં પણ અમે એમ માનીએ છીએ કે જો તમારા ઘરનું વાતાવરણ ૧૦૦ ટકા ગુજરાતી બોલવાનું જ છે, બાળક જે ભાષામાં વિચારે છે એ જ ભાષામાં જો એ ભણશે તો સ્કોર કરવું તેના માટે ખુબ જ સરળ થઇ જાય છે.

ગુજરાતી માઘ્યમના બાળકો છેલ્લા બે વર્ષ સુધી મેડીકલ અને એન્જીનીયરીંગની ૧૮૦૦ બેઠકો છે. ગુજરાતની અંદર તેમાં ૧૫૦૦ વિઘાર્થીઓ ગુજરાતી માઘ્યમના હોય છે. અત્યારે સીબીએસઇનું ઇમ્પોર્ટમેન્ટ એટલા માટે વઘ્યું છે. કેમ કે એઇઇટી અને જેઇઇ ફરજીયાત થઇ ગયું છે. એને સંલગ્ન ગુજરાત બોર્ડે હજુ કોર્સ બદલ્યો નથી અને અપગ્રેડ નથી કર્યો. ઘણાં લોકોને તેમાં લીધે નુકશાન પણ ગયું એટલા માટે અમે સીબીએસઇ બોર્ડનું સિલેકશન કર્યુ.

પ્રશ્ન:- અત્યારે અંગ્રેજી માઘ્યમનું પ્રભુત્વ વધારે છે તેમાં કારણો શું ?

જવાબ:- અત્યારે જે ઓવર વ્હેલ્મીંગ ટ્રેન્ડ છે. તે સમાજના પ્રવાહને આપણે કોઇ દિવસ રોકી શકતાં નથી. અંગ્રેજી આજના ગ્લોબલ યુગની અંદર ફરજીયાત બની ગયું છે. આ આંધળી દોટમાં જયારે બાળકનું એડમીશન અંગ્રેજી માઘ્યમાં લઇએ છીએ ત્યારે આપણને એ પણ ખબર નથી હોતી કે તેમના ટીચર્સ ફલુઅન્ટલી ઇગ્લીશ બોલી શકે છે કે કેમ એક શાળાના સંચાલક તરીકે આ એક મોટી ચેલેન્જ એ છે કે એક સારા કવોલીટીના ટીચરને શોધવા જેનું અંગ્રેજી સારું છે.

જેમનું ગ્રામર સારું છે જેમનો ભાષા પરનો કમાન્ડ સારો છે આ ટીચર્સ મળવા ખુબ  અધરાં છે. આ ટીચર્સ મળવા ખુબ અધરાં છે. ઇગ્લીશ મીડીયમના પાટીયા લગાવી દયો અને બાળકોનું એડમીશન લઇ લેવું અને ખાલી સ્ટેટસ માટે એવું કહેવું મારું બાળક ઇગ્લીશ મીડીયમમાં ભણે છે એવું ન થવું જોઇએ જયારે એવું થાય છે ત્યારે તેના ઉપર વિપરીત અસર પડે છે. અને સારું પરિણામ નથી.

આવતું પેરેન્ટસનો ગોલ એ હોવો જોઇએ કે બાળકો ખુશ રહેવા જોઇએ, જે ભણે છે તે તેને સમજાય છે કે નહિ, એ વસ્તુ અપ્લાય કરી શકે છે. કે નહિ અને તેનું પરિણામ કેવું આવે છે તો પરિણામ લક્ષી પણ થોડું વિચારવું જોઇએ. અનેપણ જોતાં હોઇએ છીએ કે જે વિઘાર્થી ત્રીજા- ચોથા ધોરણમાં ઇગ્લીશ મીડીયમમાં સ્ટગલ કરતું હોય તેને અમે પણ ઘણીવાર એવી સલાહ આપીએ કે તમારે માઘ્યમ બદલવું જોઇએ અથવા બોર્ડ બદલવું જોઇએ. બે પછી બોર્ડ બદલ્યા બાદ વિઘાર્થીમાં પ થી ૧૦ ટકાનું પરિવર્તન આવી જાય છે. કારણ કે જે ભાષામાં વિચારે છે એ જ ભાષામાં તેને લખવાનું છે પરંતુ હવેના સમયમાં ઇગ્લીશ વગર ચાલવાનું નથી એ બન્ને વસ્તુ એકબીજાની સાથે બેલેન્સ કરવી એ ખુબ અગત્યની છે.

પ્રશ્ન:- ઘણાં બાળકો હોંશિયાર છે પરંંતુ શાળાની ફ્રી એફોર્ડ નથી કરી શકતાં. એવા બાળકો માટે ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કુલ શું કરે છે?

જવાબ:- અમે સ્કોલરશીપ પ્રોવાઇડ કરીએ છીએ જે પ્રથમ નંબરના વિદ્યાર્થીઓ આવે તેના માટે ૧૦૦ ટકા ફી માફી આપીએ છીએ. એટલે જયારે કોઇપણ પેરેન્ટસ અમારી પાસે આવે ત્યારે ફીને અમે ટેલેન્ટેડ વિઘાર્થી માટે બેરીયર બનવા દેતા નથી. જો બાળક ટેલેન્ટેડ છે તો તેને પેલો નંબર લેવો પડે. તેને અમે ૧૦૦ ટકા સ્કોલશીપ કરી આપીએ છીએ એ સિવાય અમને એ પણ જોવા મળ્યું છે કે સારા ક્ધટેન્ટ અને નોલેજ માટે કોઇ બોર્ડ બદલાવતું નથી. જે બદલવવામાં આવે છે તે સ્ટેટસ સિમ્બોલ માટે બદલાવવામાં આવે છે.

પ્રશ્ન:- એજયુકેશન સિસ્ટમ કેવી હોવી જોઇએ? ફેકલ્ટી કઇ રીતે પસંદ કરો છો?

જવાબ:-જુઓ ફેસીલીટીઝ જોતી હોય તો તેના માટે તમારે ચુકવવું પડે જે ટીચર્સ કવોલીટી, ટીચર ટુ સ્ટુડન્ટ રેશિયો, મોધું શું છે. સ્કુલ એટલે શું? કલાસરુમ, બેન્ચ બોર્ડ વિદ્યાર્થી અને શિક્ષકએ દસ હજાર ફી વાળી સ્કુલ હોય તો પણ ભલે અને લાખ  રૂપિયાવાળી ફી હોય તો પણ ભલે મોટો તફાવત એ શિક્ષકની કવોલીટી, એ ટીચરનું પ્લાનીંગ કેટલું છે. આયોજન કેટલું છે, એ લેશન પ્લાન્સ બનાવે છે કે નહિ એ જોવું પડે, એક શિક્ષક જયારે ૪પ મીનીટનો લેકચર લેવા જાય તેની પેલા તેમને ઓછામાં ઓછું અઢી કલાકનું આયોજન કરવું પડે તેના માટે અમે ત્રણ લેયર્સ બનાવ્યાં છે.

તે આયોજન આ ત્રણ લેયર્સમાંથી પાસ થાય એ આયોજન પરફેકટ છે. કે નહિ ઓડીયો વિઝયુઅલ શું બતાવશો, તેને રીલેટેડ આઉટ ડોર એકટીવીટી શું કરાવશો. ઇન્ડોર એકટીવીટી શું કરાવશો, ટીવીમાં શું દેખાવશો, વર્કશીટમાં શું આવશે, પ્રશ્ન-જવાબના અસેસમેન્ટસ કેવી રીતે હશે આ બધાં જ ટોપીકના પેરામીટર અમે જજ કરીએ છીએ ટીચરને અમે તેના માટે બે લેકચર ફફ્ર આપીએ છીએ.

એ પણ રોજેરોજ જેથી તેઓ તેમના આયોજન માટે સમય આપી શકે. બીજું અહીં ટીચર-ટુ સ્ટુડન્ટસ રેશિયોમાં દસ બાળકે એક ટીચર રાખીએ છીએ. એટલે કે ઓછી ફી વાળી સ્કુલો હશે તેમાં એવું થશે કે ત્રીસ બાળકે એક ટીચર હોય અને આમાં દસ  બાળકે એક ટીચર હોય જેથી પર્સનલ અટેન્શન મળે અહીં અને પર્સનલાઇઝેશન ઓફ એજયુકેશનમાં માનીએ છીએ. અમે કે સ્કુલમાં ત્રણ સ્લોટ આપીએ છીએ. એ ત્રણ સ્લોટમાં અમે ચોઇસ આપીએ છીએ કે તમારે તમારા બાળકને શું કરાવવું કે તમારે ત્રણેય લેકચરમાં સ્પોર્ટસ કરાવવું છે બે લેકચર સ્પોર્ટસ એક લેકચર મ્યુઝીક તો પણ વાંધો નહી આ ઉપરાંત દરેક વિઘાર્થી  અને પેરેન્ટસને ચોઇસ આપીએ છીએ કે તમારે શું કરવું. આમાં અને ટયુશન, હોમવર્ક,  સ્પોર્ટસ, કમ્પ્યુટર મ્યુઝીક આપીએ છીએ.

પ્રશ્ન:- ઇન્ટરશનેશલન સ્કુલ બીજી બધી સ્કુલ કરતાં કઇ રીતે અલગ પડે છે?

જવાબ:- ઇન્ટરનેશનલ સ્કુલ એટલે ગ્લોબલી તમે વિચાર કરો તો બોર્ડના અહિલિએશનથી ઇન્ટરનેશલ નથી થવાતું ઇન્ટરનેશનલ તમારે તમારા અપ્રોચથી થવું પડશે. કે ગ્લોબલી અત્યારે શું ચાલે છે શું ટેકનોલોજી અડોપ્ટ થઇ છે. એ ટેકનોલોજી તમે તમારા કલાસરુમમાં લઇ આવો છો કે નહિ.

અમે અત્યારે માઇન્ડ સ્પાર્ક પ્રોગ્રામ ચલાવીએ છીએ. એ ઉપરાંત  થ્રીડી પ્રીન્ટર્સ, થ્રીડી ડીઝાઇનીંગ અને મોડલીંગ વિઘાર્થીઓ ત્રીજા અનેચોથા ધોરણથી કરે છે. ફોટો એડીટીંગ અને વીડીયો એડીટીંગ એ પણ એક પાર્ટછે. જેમાં અમે પોતે જ કરીકયુલમ બનાવ્યો છે. કારણ કે એવો અભ્યાસક્રમ કયાંય મળતો નથી. અમારે ફીનલેન્ડની સાથે કોલબ્રેશન છે તો અમે ત્યાંના જે લેશન પ્લાન્ટ છે.

એ ત્યાંથી અમે મંગાવીએ અને અમારા બાળકોને ભણાવીએ છીએ. એ લોકો પેલાં ધોરણથી સ્કેચ પ્રોગ્રામીંગ કરાવે છે. અહીં તો આપણી પાસે એવી બુકસ પણ ઉ૫લબ્ધ નથી, કોઇ રીસોર્સ પણ નથી તો ઇન્ટરનેશનલ મતલબ અમે કમ્યુનીટી પર વિચારીએ છીએ ત્યાં જ ભણાવવામાં આવે છે તેના લેશન પ્લાન્સ છે એ ત્યાંથી અમે મંગાવીએ અને અમારા બાળકોને ભણાવીએ છીએ.

એ લોકો પેલાં ધોરણથી સ્કેચ પ્રોગ્રામીંગ કરાવે છે. અહીં તો આપણી પાસે એવી બુકસ પણ ઉપલબ્ધ નથી, કોઇ રીસોર્સ પણ નથી તો ઇન્ટરનેશનલ મતલબ અમે કમ્પુનીટી પર વિચારીએ છીએ. ત્યાં જે ભણાવવામાં આવે છે તેના લેશન પ્લાન્સ, તેના રીસોસીંગ તે અહીંયા લઇ ટીચર્સને ટ્રેઇન કરીને વિઘાર્થીને ભણાવીએ છીએ. અમે ગર્વનમેન્ટ ટેકસ્ટ બુકસ આપે તેની રાહ જોતાં નથી. અને તેમાં અમે નથી માનતાં, અને અમે લીમીટેડ પણ રહેવાં નથી માંગતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.