રાજકોટ શહેરમાં ૧.૭૦ લાખ રાંધણગેસ ધારકો હેરાન-પરેશાન: આઈઓસીની તમામ એજન્સીમાં કકળાટ

રાજકોટ શહેર જિલ્લામાં પાઈપલાઈન ગેસ આવ્યા બાદ રાંધણ ગેસ વપરાશકર્તાઓની સંખ્યામાં અડધો-અડધ ઘટાડો યો હોવા છતાં આઈઓસીના ઈન્ડેનના ગ્રાહકો માટે પાંચ-પાંચ દિવસનો બેકલોગ સર્જાતા ભારે આશ્ર્ચર્ય સર્જાયું છે અને શહેરના ૧.૭૦ લાખ જેટલા ગ્રાહકોમાં દેકારો મચી જતા જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા આઈઓસીને સત્વરે બેકલોગ ઘટાડવા સુચના આપી છે. જો કે પાંચ પાંચ દિવસ સુધી રાંધણ ગેસના બાટલા ન મળતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં આઈઓસીની ઈન્ડેન ગેસ સેવાના ૧.૭૦ લાખ જેટલા ગ્રાહકો નોંધાયેલા છે જેમાં ૧૦૧૭૯૨ ગ્રાહકો ડબલ બોટલ અને ૬૮૨૮૮ ગ્રાહકો સીંગલ બોટલ ધરાવે છે. શહેરની મોટાભાગની ઈન્ડેન ગેસ એજન્સીઓમાં ગ્રાહકોને છેલ્લા પાંચ પાંચ દિવસી રાંધણ ગેસના બાટલા મળતા ની.

બીજી તરફ આઈઓસીની ગેસ એજન્સીઓ દ્વારા શોર્ટ સપ્લાયના બહાના હેઠળ ગ્રાહકોને આજ-કાલ આજ-કાલ કરી રાંધણગેસના બાટલા આપવામાં ગલ્લા-તલ્લા કરવામાં આવી રહ્યાં હોવાી ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. દરમિયાન આ મામલે જિલ્લા પુરવઠા કચેરીનો સંપર્ક સાધતા એરીયા ઓફિસ અને પ્લાન્ટ વચ્ચે કોમ્યુનિકેન ગેપ હોવાી તેમજ શોર્ટ સપ્લાયનું કારણ હોવાનું આઈઓસી દ્વારા સત્તાવાર રીતે જણાવાય રહ્યું છે. જો કે, જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા તાકીદે બેકલોગ દૂર કરવા સુચના આપી ગ્રાહકોને પડતી મુશ્કેલી દૂર કરવા કડક આદેશ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.