રંગીલા રાજકોટમાં જ તૈયાર કરાયેલી આ શોર્ટ ફિલ્મ દિવાળીના ૧પ દિવસ પહેલા થશે રિલીઝ: કલાકારોએ લીધી અબતકની શુભેચ્છા મુલાકાત
અબ હોગી હેપ્પી વાલી દિવાલી…. આજ ટાઇટલ સાથે આવી રહી છે. હિન્દીમાં આવી રહેલી આ શોર્ટ ફિલ્મ ૩ થી ૪ મીનીટની છે. અને તેનુ સંપૂર્ણ શુટીંગ એક જ દિવસમાં કમ્પલીટ કરવામાં આવી છે.આ શોર્ટ ફિલ્મના કલાકારો પુનમ ચાંદોલકર, દિપાંકર પારકર અને ડાયરેકટર રાઇટર રીકી જોષીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ભૂખ હોય તેટલું જ ખવાય અને એઢું મુકાય નહી તે અંગે આપણા વડીલો આપણને વર્ષોથી કહે છે કે આજ વાત ને અબ હોગી હેપ્પી વાલી દિવાલી દ્વારા વર્ણવવામાં આવી છે. જે ભોજન એઢું મુકવામાં આવે તેનાથી કેટલાક ગરીબોના પેટ ભરાય છે. તેવું આ શોર્ટ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મનું સંપૂર્ણ શુટીંગ રાજકોટની માર્કેટ તથા એક બંગલામાં કરાયું છે.
જયારે દિવાંકર પાટકર પણ છેલ્લા પાંચ વર્ષથી હિન્દી, મરાઠી ફિલ્મ થિયેટર સાથે જોડાયેલા છે.
લ્લેખનીય છે કે દિવાળીનો તહેવાર નજીક છે અને દરેક વ્યકિત હર્ષોલ્લાસથી આ તહેવારની ઉજવણી કરી રહી છે ત્યારે ભુખ્યાજનોના પેટનો ખાડો પુરવા માટે અને જોઇએ તેટલું જ અન્ન લેવા માટે ના સોશ્યલ મેસેજ સાથે દિવાળીના બે સપ્તાહ પહેલા આ શોર્ટ ફિલ્મ રીલીઝ થશે.