શોર્ટ ફિલ્મ બનાવવા પેટ્રોલ સિવાય એક રૂપિયાનો ખર્ચ નહીં: વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉ૫યોગ જીવલેણ સાબીત બને તેનાથી ચેતવું જરૂરી: ૭ મીનીટની ફિલ્મ
રાજકોટના યુવાન એવા અજય ચૌહાણ દિગદર્શીત શોર્ટ ફિલ્મ ‘હોર્ન મેન’ ફેન્ડશીપ ડેના દિવસે ફેસબુક પર પોસ્ટ કરી હતી જે થોડા જ દિવસોમાં ખુબ જ પ્રચલિત થઇ હાલમાં ફેસબુક પર છવાઇ ગઇ છે. વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ ચાલકો માટે જીવલેણ બની જાય છે તો તેનાથી ચેતતવો મેસેજ આ હોર્ન મેન નામની શોર્ટ ફિલ્મ દ્વારા મેસેજ પહોચાડવામાં આવ્યો છે.આ અંગે અભિનેતા અજય ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે ૭ મીનીટની આ ફિલ્મ સ્ટોરી ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવાથી શું પરિસ્થિતિ સર્જાય ? તે વિશે વર્ણવાઇ છે સ્ટોરીની વિગતમાં તેઓએ જણાવ્યું હતું કે મોટર સાયકલ પર ગર્લફેન્ડ સાથે જતો હતો ત્યારે મોબાઇલમાં વાત કરતી વખતે સર્જાયેલા અકસ્માતમાં યુવતિને ઇજા પહોંચે છે. ત્યારથી આવો કિસ્સો કોઇ સાથે ન બને તે માટે જાગૃતિ લાવવાના પ્રયાસ રુપે વાહન પર વાત કરતા લોકોને સાવચેત રહેવાનો મેસેજ પ્રસરાવાયો છે.ફેન્ડશીપ ડે ના દિવસે ફેસબુક પર મુકાયેલી આ ફિલ્મને અત્યાર સુધી ૩૦૦૦ થી વધુ લોકો માણી ચુકયા છે. અને સાથો સાથ યુ ટયુબ પર પણ આ ફિલ્મ રીલીઝ કરી છે. આ ૭ મીનીટની ફિલ્મમાં પેટ્રોલ સિવાય એક પણ રૂપિયાનો ખર્ચ નહી થયો હોય તેવું અજય ચૌહાણે ‘અબતક’ સાથેની વાતચીતકમાં જણાવ્યું હતું.સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ કરનાર અજય ચૌહાણે છેલ્લા ૯ વર્ષથી અભિનય સાથે સંકળાયેલા છે. તેને ઘણી ખરી હિન્દી ગુજરાતી ફિલ્મમાં અભિયન કર્યો છે. હોર્ન મેન નામની શોર્ટ ફિલ્મમાં અજય ચૌહાણની સાથે સાથે દેવીશા પરમાર, ભાવિન હિરપરા, વિશાલ અસરાની, પાર્થ બગડા, રઘુવરન નાયડુ, આશિષ સોની અને મોહસીન નવાબે અભિયન કર્યો છે.