‘સ્પેશિયલ ચાઈલ્ડ’ નો સમાજમાં સપ્રેમ સ્વીકાર થાય તેવી જાગૃતિનો ફિલ્મનો સંદેશ: દિવ્યાંગ બાળકે જ આપ્યો અભિનય
ઓજસ્વિની ફાઉન્ડેશન દ્વારા ગઈકાલે દિવ્યાંગ બાળકો માટેની શોર્ટ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. જે ફિલ્મનું નામ નઅભિન્નથ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં દિવ્યાંગ બાળકોની વેદનાને ધ્યાનમાં રાખવામાં આવી છે. આ ફિલ્મ દ્વારા જાગૃતિનો સંદેશ પહોંચાડવા માટે નઅબતકથ મીડિયા પાર્ટનર બન્યું છે.આ ફિલ્મ વિશે ઓજસ્વિની ફાઉન્ડેશનનો પ્રેસીડેન્ટ હેમલ દવેએ જણાવ્યું હતું કે આજે શોર્ટ ફિલ્મ નઅભિન્નથનું પ્રીમીયર છે જે એક મેન્ટલી રિટાર્ડેડ બાળક ઉપર છે અને આ ફિલ્મ દ્વારા અમે એ દર્શાવા માગીએ છીએ કે સમાજમાં હજુ પણ જાગૃતિ ઓછી છે તે વધે. હાલ પણ આપણને ખબર છે કે કયાંય કરવાની જગ્યા હોય, શોપીંગ સેન્ટર, બાગ-બગીચામાં કયાંય દિવ્યાંગ બાળકો જોવા મળતા જ નથી. તો એનો મતલબ એટલો જ છે કે દિવ્યાંગ બાળકો પ્રત્યેની જાગૃતિ આપણા સમાજમાં હજુ પણ નથી. ટૂંકમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, આવા બાળકોને જોઈને હજુ પણ લોકોને તેમના પ્રત્યે ધૃણા થાય છે તો આ ભાવને દુર કરવા તથા જાગૃતિ લાવવા માટે અમે આ શોર્ટ ફિલ્મ બનાવી છે.આ શોર્ટ ફિલ્મ વિશે આ ફિલ્મના ડાયરેકટર જય પાણેરીએ જણાવ્યું હતું કે અમે નઅભિન્નથ ફિલ્મને લોકો વચ્ચે વહેતી મુકી છે. તથા યુ-ટયુબ પર ૮ ઓગષ્ટના રોજ અમે આ ફિલ્મ લોન્ચ કરવાના છીએ.ફિલ્મ વિશે વધુ જણાવતા કહ્યું હતું કે આ ભારતનો પ્રથમ એવો પ્રયોગ છષ કે જેમાં દિવ્યાંગ બાળક વિશેની ફિલ્મમાં દિવ્યાંગ બાળકે જ અભિનય કર્યો છે. તેમણે આ અવસરે તેમની ટીમનો આભાર માન્યો હતો તથા લોકોને આ ફિલ્મથી જાગૃતિ આવે તેમજ લોકો આ ફિલ્મ નિહાળો તેવી અપીલ પણ કરી હતી.