અન્ય રાજયોમાં સરકારી લીકર શોપ ખૂલતા; રાજયના બંધાણીઓની પર લીકર શોપ ખોલવાની માંગ
દેશમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા કેન્દ્ર સરકાર દ્વારા દેશ વ્યાપી લોકડાઉનનો નિર્ણય કરાયો હતો. આ લોકડાઉનનો નિર્ણય કરાયો હતો. આ લોકડાઉનમાં જીવન જરૂરી સિવાય તમામ ધંધા રોજગારોને સજજડ બંધ રાખવામાં આવ્યા હતા. જેમાં વ્યસન કરાવતા પાનના ગલ્લાઓ અને લીકર શોપનો સમાવેશ પણ કરાયો હતો. જેના કારણે બંધાણીઓની હાલત બગડી જવા પામી હતી તાજેતરમાં અમલી બનેલા લોકડાઉન ૪માં દેશના મોટાભાગના રાજયોમાં સરકારી લીકર શોપ ખોલવામાં આવ્યા છે. પરંતુ ગુજરાતમાં સરકારી લીકર શોપને હજુ સુધી ખોલવાની મંજૂરી અપાઈ નથી જેથી બંધારણીઓની હાલત વધુ કથળવા પામી છે.
ગાંધીના ગુજરાતમાં રાજયનાં સ્થાપનાકાળની દારૂ બંધી છે. લોકોને આરોગ્યના મુદા પર દારૂ પીવા માટે પરમીટ આપીને છૂટછાટ આપવામાં આવે છે. લોકડાઉનના છેલ્લા બે માસના સમયગાળાના કારણે રાજયનાં તમામ સરકારી લીકર શોપ બંધ છે. જેના કારણે બંધારણીઓની તબીયત લથડવા લાગી છે. બંધાણીઓને પોતાની લથડતી તબીયતને સારી રાખવા બ્લેકમાં મળતા દારૂનો સહારો લેવો પડે છે. દેશના અન્ય રાજયોમાં લોકડાઉન ૪માં સરકારી લીકર શોપ ખોલવાની છૂટ આપી છે. ત્યારે ગુજરાત સરકારે હજુ સુધી આ મુદે કોઈ નિર્ણય ન લેતા રાજયનાં બંધાણીઓની હાલત હજુ લાંબા સમય સુધી કથળેલી રહે તેમ મનાય રહ્યું છે.
ગુજરાતના નામાંકિત ઉદ્યોગપતિએ જણાવ્યું હતુકે મારી પાસે દારૂ પીવા માટેની સરકારી પરમીટ છે. છતા વાઈનશોપ બંધ હોવાથી હાલ મને ખૂબ તકલીફ પડી રહી છે. સાથે સાતે તેમણે જણાવ્યું હતુ કે ગુજરાતમાં પાનના ગલ્લાઓ હાલ ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે.પરંતુપાનના ગલ્લાઓએ પણ સ્વાસ્થ્યને તકલીફ પડે તેવી વસ્તુ મળતી હોવા છતાં તેને છૂટ આપવામાં આવી છે. પરંતુ હજી વાઈન શોપને પરમીશન આપવામાં આવી નથી.
હાલ ગુજરાતમાં લીકર શોપ બંધ હોવાને કારણે મેડીકલ બેઈઝ પર પીવાનો દારૂ પણ મળી શકતો નથી. જેના કારણે હાલ બંધાણીઓને ખૂબ તકલીફ પડી રહી છે. તેમજ તેમને દારૂ ન મળવાને કારણે તેમનું સ્વાસ્થ્ય બગડે તેવી પણ શકયતાઓ સેવાય રહી છે. ત્યારે રાજયનાં બંધારણીઓ ગુજરાત સરકાર તુરંત સરકારી લીકર શોપ ખોલવા નિર્ણય કરે તેની માંગ કરી રહ્યા છે.