જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને પેટ્રોલીયમ કન્ઝર્વેશન રીસર્ચ એશોસીયેશન વચ્ચે ૧૫ નવેમ્બર, ૨૦૧૯નાં રોજ ૫ વર્ષ માટે એમ.ઓ.યુ કરવામાં આવેલ છે. આ એમ.ઓ.યુ અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને પેટ્રોલીયમ કન્ઝર્વેશન રીસર્ચ એશોસીયેશન દ્રારા કૃષિ યુનિવર્સિટી દ્વારા થતી જુદી જુદી વિસ્તરણ પ્રવૃતિઓથી ખેડૂતો તેમજ મહિલાઓ માટે જાગૃતિ લાવવા માટે પેટ્રોલીયમ ક્ધઝર્વેશન કાર્યક્રમો ગોઠવવામાં આવશે. જેમાં ખેડૂતો યોગ્ય પ્રકારનાં પંપ સેટ તેમજ, તેના ફિટિંગ્સ અને યોગ્ય પધ્ધતિથી પિયત આપી શકાય જેનાથી ડીઝલ અને વિજશક્તિ નો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે આ રીતે પિયત અને ખેતીકાર્યોમાં વપરાતી મશીનરી દ્વારા ડીઝલ અને વિજ્શક્તિનો બિનજરૂરી ખર્ચ ઘટાડી શકાય.
ઉપરાંત ગૃહ વિજ્ઞાન અંતર્ગત ઘરગથ્થું વિજળી ઉપકરણનો ઉપયોગ, કેરોસીન, સોલાર તેમજ એલપીજી ગેસનો કાર્યક્ષમ ઉપયોગ થાય તેમજ સાથે સાથે પર્યાવરણની જાળવણી થાય છે તે મુખ્ય ઉદેશ છે. આ એમ. ઓ. યુનું વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો. વી.વી. રાજાણી અને પીસીઆરએનાં દેબાશીસ રોય, ચીફ રીઝીયોનલ કોર્ડીનેટર, મુબઇ દ્વારા આપલે કરેલ. માન. કુલપતિ ડો.વી. પી.ચોવટિયાએ યુનિવર્સીટીમાં ચાલતી વિસ્તરણ પ્રવૃતિઓમાં આ વિષય આવરી લેવાશે તેમ જણાવેલ.
આ પ્રસંગે કુલસચિવ ડો.પી એમ.ચૌહાણ, ઉપરાંત ડો.વી. જે.સાવલિયા, ડો. જી.આર. ગોહીલ અને ડો.અમિત પોલરા પણ ઉપસ્થિત રહેલ.