જિલ્લાના ૧૧ કેન્દ્રો પર ખરીદી શરૂ: કેન્દ્ર દીઠ ૫૦ ખેડુતોને બોલવાશે
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજથી પુન: ટેકાના ભાવે મગફળીની ખરીદી શરુ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને માવઠાની સંભાવનાને કારણે ટેકાના ભાવે ખરીદીમાં બ્રેક લગાડાઇ હતી. જો કે હવે આજથી ફરીથી ખરીદી શરુ થતાં સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડો મગફળીથી ઉભરાયાં છે.
રાજકોટ જીલાના ૧૧ કેન્દ્રો પરથી મગફળીની ખરીદી શરુ થશે દરેક કેન્દ્ર પર રોજ પ૦ ખેડૂતોને ખોલાવવામાં આવશે જેની જાણ ખેડુતોને ફોન, એસએમએસથી કરવામાં આવશે. આ ઉપરાંત ખેડુત દીઠ વધુમાં વધુ રપ૦૦ કિલો મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે.
રાજકોટના જુના માર્કેટીંગ યાર્ડ ખાતે રાજકોટ ઉપરાંત પડધરી, લોધીકા, તાલુકાના ખેડુતોની મગફળી ખરીદાશે.
આ વર્ષે ભારે વરસાદના કારણે દિવાળી પછી પાકને મોટા પાયે નુકશાન થવા પામ્યું છે. ત્યારે મોટાભાગના ગામડાઓમાં નુકશાનીનો સર્વે હાથ ધરાયો છે. જો કે સર્વેની મોટાભાગની કામગીરી પૂર્ણ થવા પામી છે. બીજી બાજુ મગફળીની ટેકાના ભાવે પુન: ખરીદી શકુ કરાતા રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડોમાં ખેડુતો પોતાની મગફળી ઠાલવશે.