સોનાથી લઇ  પગરખા સુધીની વસ્તુઓનું ધુમ વેંચાણ

દિવાળી ત્યૌહારને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે દિવાળીની તૈયારીને લોકો આખરી ઓપ આપી રહ્યાં છે. લોકો દર વર્ષે દિવાળી ત્યૌહારની રાહ જોતા નજરે પડે છે. જેમ કે કપડાની ખરીદી, ઈલેકટ્રોનીક ચીજ વસ્તુની ખરીદી, પગરખાની ખરીદી, ઘરને સાજ-સજાવટ માટેની ખરીદી ત્યારે આ વર્ષે દિવાળીને લઈ રાજકોટની તમામ બજારોમાં ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ ખરીદી કરવા લોકો બજારમાં નીકળી રહ્યાં છે ત્યારે ‘અબતક’ ટીમ દ્વારા દિવાળી ત્યૌહારને લઈ અનેકવિધ ક્ષેત્રમાં ખરીદીનો માહોલ કેવા છે તે વિશે ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટીંગ કર્યું હતું.11 4‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જુલીયાના ફેશનના નયનભાઈએ જણાવ્યું કે અમારી શોપમાં લેડીઝની બધી જ આઈટમો જેવા કે સાડી, ડ્રેસીંસ, કુર્તિ, વનપીસ, ગાઉન વગેરે નવીનતમ ડિઝાઈન સાથે ઉપલબ્ધ છે.

ત્યારે સાડીમાં વાત કરીએ તો અમારી પાસે પ્યોર સીલ્ક પટોડા, કાંજીવરમ સીલ્ક વગેરે છે. હુમણાં દિવાળી બાદ અમારે ત્યાં ન્યુ વેડીંગ કલેકશન આવશે. ડિઝાઈનર સાડી અમે દર વિકે અમે અમારું કલેકશન ચેન્જ કરીએ છીએ. દિવાળીમાં લોકો વર્ક કરતાં સિલ્ક સાડી, પટોડા, રિયલ ડિઝાઈનરમાં બ્લાઉસ ફેન્સી ડિઝાઈનર સાડી લઈ જવાનું પસંદ કરે છે અમે અમારા કસ્ટમરને જે વસ્તુ જોતી હોય તે આપીએ છીએ અને તેને રિઝનેબલ રેટમાં વસ્તુઓ આપીએ છીએ.

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જુલીયાના ફેશન કલબના ગોપીબેને જણાવ્યું કે, અમારે ત્યાં ડ્રેસ, ચોલી, ગાઉન, સાડી, વેસ્ટર્ન આઉટ ફીટ રાખીએ છે. દિવાળીમાં અમારે ત્યાં કસ્ટમર્સ ગાઉન ડ્રેસ, ચોલી લેવા વધુ આવે છે. કસ્ટમર્સને કાંઈક નવું જોતું હોય તો તે બધી જ વસ્તુઓ અમારી પાસે ઉપલબ્ધ છે અત્યારે લોકો પેસ્ટલ ગ્રે, ગોલ્ડન, પીચ, પીંક કલર લેવાનું વધુ પસંદ કરે છે. અમે અમારા કસ્ટમર્સને પુરેપુરી સર્વિસ આપીએ છીએ.9 3‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન શ્રધ્ધાબેને જણાવ્યું કે અમે જુલીયાના ફેશનમાં પહેલી વખત જ આવ્યા છીએ અને અમોને અહીંયાનું કલેકશન ખૂબ જ ગમ્યું અમે અહીંયા વાડીંગ માટે શોપિંગ કરવા આવ્યા છીએ અને અમને જે ડિઝાઈનના કપડા અને કલર જોઈએ છે તે મળી રહે છે અને અમે ગાઉન, વન-પીસની ખરીદી કરી છે.8 4‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન દિપાલીબેને જણાવ્યું કે અમે દિવાળી તહેવાર માટે કપડાની ખરીદી કરવા આવ્યા છીએ અને જુલીયાનામાં ખૂબ જ ન્યુ કલેકશન અમને જોવા મળ્યું અહીંયા દિવાળી અને વેડીંગને લઈને ખૂબ જ સુંદર કલેકશન જોવા મળ્યું અને બધા જ કલર જે અત્યારે ટ્રેન્ડમાં છે તે મળી રહે છે મેં વનપીસની ખરીદી કરી છે અને હું અહીંયાથી જ કપડાની ખરીદી કરું છું.12 3‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન નિલકંઠ ઈલેકટ્રોનીકસના મહેશભાઈએ જણાવ્યું કે આ વખતે દિવાળીની જે સીઝન ખૂબજ નબળી છે. ગામડે ખેતીવાડીને કારણે તથા જી.એસ.ટી.ને કારણે ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલમાં મંદી છે. ઈન્ફ્રાસ્ટ્રકચર મંદુ છે તથા ખેતીવાડીની આવક ઝીરો છે. તેના કારણે ઈલેકટ્રોનીકસમાં આટલી ઉંમરમાં જેટલુ નથી ભોગવ્યું તે આ વર્ષે ભોગવી રહ્યાં છીએ. ખર્ચો પણ નથી નિકળતા તેવી પરિસ્થિતિ સર્જાય છે.

અત્યારે દિવાળીના સમયે કસ્ટમરો દુકાનમાં સમાતા ન હોય તેના બદલે કસ્ટમરો બહુ ઓછા આવે અને આવે તે લઈ જતાં નથી તેના બદલે તેઓ ઓનલાઈન શોપીંગ કરે અને તેની સાથે કમપેર કરે. એવું લાગી રહ્યું છે કે ઓનલાઈન એ દેશમાં ભરડો લઈ લીધો હોય. તેમાં કેટલીક વસ્તુઓ સાચી આવે ખોટી આવે તેવું બનતું હોય છે.

અમારી શોપમાં અમે ટીવી, ફ્રીઝ, વોશીંગ મશીન, એસી તથા ઘરઘંટીનું વેંચાણ કરીએ છીએ. ઈલેકટ્રોનીકસમાં એલઈડીના ભાવમાં ઘટાડો છે પરંતુ ઘરઘંટી તથા ફ્રીઝ, એસીના ભાવમાં વધારો છે. ગયા વર્ષની સરખામણીમાં ગ્રાહકોનો ફલો ૩૦% છે, ૭૦%નો લોશ છે.

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ગાયત્રી સ્ટોર્સના મયુરીબેને જણાવ્યું કે અમે હમણાં જ શોપ ધર્મેન્દ્ર રોડ ઉપર શરૂ કરી છે. અમારી શોપમાં લેડિઝની બધી જ આઈટમો જેવી કે ગાઉન, વન-પીસ, કુર્તી, લેગીસ, વેસ્ટર્ન ટોપ બધુ જ ઉપલબ્ધ છે. અત્યારે દિવાળીના સમયે લોકો વનપિસ, ગાઉન અને ધોતી કોન્સેપ્ટ છે

તે વધુ લોકો લેવાનું પસંદ કરે છે. અત્યારે અમારી પાસે કસ્ટમર્સ ઈંગ્લીસ કલર, પીસ્ટા, પીચ, પીંક વધારે માંગે છે. અમે કોઈ સ્પેશ્યલ ઓફર્સ રાખી નથી કારણ કે અમે રેટ જ આવો રાખ્યો છે કે કોઈ ઓફર્સ રાખવી પડે અને અમને લોકોનો સારો સપોર્ટ મળ્યો છે અને લોકો અમારે ત્યાંથી સારી એવી ખરીદી કરીને જાય છે.

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ગાયત્રી સ્ટોર્સના નિખીલભાઈએ જણાવ્યું કે અમે હમણાં જ અમારી શોપની શરૂઆત કરી છે અમે લેડિઝવેર, ગાઉન, કુર્તીઝ, લેગીંસ વન-પીસ વગેરે આઈટમોનું વેંચાણ કરીએ છીએ. દિવાળી તહેવારને લઈને છોકરીઓ, લેડીસો વન પીસ, ગાઉન, કુર્તીઝની વધુ ખરીદી કરે છેઅને આ વખતે નિઓન કલર, પિચ, પિસ્તા, વાઈટ, બ્લેક વગેરે કલર પસંદ કરે છે. અમારી પાસે બધુ જ ન્યુ કલેકશન ઉપલબ્ધ છે2 18તે પણ રીઝનેબલ પ્રાઈઝ સાથે ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન કોઠારી ડિપાર્ટમેન્ટલ સ્ટોરના પરીમલભાઈ કોઠારીએ જણાવ્યું કે, અમારા સ્ટોર્સમાં ઘરવપરાશ માટેની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ છે. હોમ એપ્લાયન્સીસ, ક્રોકરીઝ કુકવેર, સ્ટીલવેર વગેરે આઈટમો ઉપલબ્ધ છે.

અમારી પાસે લિડિંગ બ્રાન્ડના ટોટલી બધુ જ હોમ એપ્લાયન્સની કલેકશન છે. દિવાળીના સમયે લોકો હોમ એપ્લાયન્સીસની વસ્તુઓ વધુ લઈ જાય છે. સાથે ગીફટ આઈટમો કોર્પોરેટ કંપનીઓ પોતાના એમ્પ્લોયને ગીફટ કરવા માટે લઈ જાય છે. દિવાળીને લઈને આપણે ત્યાં ૧૦૦થી વધુ ઓફર્સ લિડિંગ બ્રાન્ડ, પ્રેસ્ટીજ બોસ વગેરે ૩૦ થી ૪૦ બ્રાન્ડર્સનું જે આપણે કામ કરીએ છીએ તેમાં સારામાં સારી ઓફર્સ છે.

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ભૂમિબેને જણાવ્યું કે અમે દિવાળીની ખરીદી કરવા ધર્મેન્દ્ર રોડ પર આવ્યા છીએ અમે દિવડા, કપડા, તોરણ વગેરેની ખરીદી કરી છે. આ વખતે બધી જ વસ્તુઓના ભાવ વધુ છે પરંતુ ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળે છે અને અમે ખરીદી કરી છે.4 8‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન કોપર આર્ટ જવેલરીના ડિમ્પલ સોનીએ જણાવ્યું કે અમે ૧૧ વર્ષથી આ બિઝનેસ સાથે સંકળાયેલા છીએ. અમે આ વખતે ફયુઝન જવેલરીમાં વેડિંગ કલેકશન લાવ્યા છીએ. સાથે સાથે નવરાત્રી બાદ સિલ્વરમાં પણ એકસ્કલુઝીવ કલેકશન લાવ્યા છીએ. સિલ્વર અમે શ‚આતથી જ રાખીએ છીએ પરંતુ આ વખતે જે કલેકશન છે તે એકદમ ડિફરન્ટ કેવી નેકલીસીસ તથા અમે જવેલરી કસ્ટમાયઝ કરી આપીએ.

ઈયરીંગમાં પણ અમારી પાસે ઘણી બધી વેરાયટી છે. અમે લોકો ઈન્ડો વેસ્ટર્ન, કુંદનમાં એકસ્કલુઝીવ અને ડિઝાઈનર રેંજ છે તે અવેલેબલ છે. અત્યારના સમયમાં લોકોને યુનિક પહેરવું છે તેથી અમે બધી જ જવેલરી કસ્ટમાઈઝ કરીએ છીએ. આ વખતે દિવાળીમાં મંદિ છે ત્યારે કસ્ટમરને ડિસ્કાઉન્ટ સ્કીમ આપો તો તેઓ આવે છે.00‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન યુએસ કેટલોગના જયદીપભાઈએ જણાવ્યું કે, દિવાળી નજીક આવી રહી છે ત્યારે કસ્ટમરનું વોકિંગ છે પરંતુ જોઈ તેટલું પર્ચેસીંગ નથી. ઓવરઓલ જેટલું દિવાળીમાં પર્ચેસીંગ થતું હોય છે તેટલું આ વખતે નથી. કયાંક મંદિનો માહોલ અને બીજા ઘણા ફેકટર્સ અફેકટ કરે છે. સામે ઈમ્પોર્ટમાં ઈમ્પોર્ટ સ્ટોક નથી આવતો તેના હિસાબે પણ કસ્ટમરનો પર્ચેસમાં ઓછો ફલો છે.

આ વખતે ઘણીબધી નવીન પ્રોડકટસ જેવી કે ઈયરીંગસ, વોચ, કોસ્મેટીકસ, બધામાં નવીનતમ વેરાયટી આવે છે. આ વખતે ન્યુલોચીંગ લિપ્સ્ટીક પણ ઘણી બધી છે. પરફર્યુમ, ડિપો વગેરેમાં ન્યુ કલેકશન આવ્યું છે. આ વખતે વરસાદ નથી તેના કારણે મંદિનો માહોલ છે. કયાંક નોટબંધી તથા બીજા ઘણા ફેકટર્સ અફેકટ કરે છે અને માણસો પાસે પૈસા નથી તો કઈ રીતે વાપરે.13 2જોઈન્ટ કમિશ્નર ઓફ પોલીસ ખત્રીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની અંદર અત્યારે ૧૪૫ જેટલી અરજીઓ આવેલી હતી અને અમે જે પ્રમાણે લોકોએ નીયમોનુસાર દસ્તાવેજો રજૂ કરેલા છે તે તમામને અમે મંજૂરી આપેલી છે. ખાસ કરીને આ વખતે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પી.એસ.ઓ. જે ભારત સરકારનું છે એમણે જે ફટાકડે એપ્રુવ કર્યા હોય એ જ ફટાકડાઓ જે લાયસન્સ લે છે તે તેમને વેચવાના છે.

તેમાં પ્રદૂષણ પણ ઓછું થાય અને અવાજ પણ મર્યાદીત હોય તે ભારત સરકારે ફાળવ્યું ? અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ૨ કલાક જ ફટાકડા ફોડવાના રહેશે તો સરકાર હવે જે નીયમ બહાર પાડશે કે કયાં ટાઈમમાં ફટાકડા ફોડવાના રહેશે જે લોકો ગેરકાયદેસર ફટાકડા વેંચે તેની સામે નિયમોનુસાર ગુનો દાખલ કરવામાં આવશે અને તેઓને ભવિષ્યમાં પણ ફટાકડા વેંચવાનું લાયસન્સ મળી શકશે નહીં .

તો જે દુકાનદારો લાયસન્સ વગર વેંચે છે તો આ લાયસન્સ મેળવવાની જે પ્રક્રિયા છે અને નિયમોનુસાર દસ્તાવેજ મેળવી અને અરજી કરશે તો ચોક્કસપણે અમે એમને લાયસન્સ આપીશું અને એ લોકો લાયસન્સ મેળવ્યા પછી જ ફટાકડા વેચવાનું ચાલુ કરશે.

ફોરેનના કોઈ પણ ફટાકડા માટે ભારતે પ્રતિબંધ ફરમાવેલો છે તેથી જે કોઈ વ્યક્તિ આ ફોરેનના ફટાકડા વેંચતા હશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને પણ અનુરોધ છે કે જે લોકો ચાઈનીઝ કે ફોરેનના ફટાકડા વેંચાતા હોય તો અમને ઈન્ફરમેશન આપે અમે ચોકકસપણે એમના પર કાયદેસરની કાર્યવાહી કરીશું કારણ કે ફોરેનના જે ફટાકડા જે તે ચાઈનીઝ ફટાકડા છે તેઓ આપણને પ્રદૂષણની રીતે ખૂબ હાર્મ કરે છે અને સુરક્ષાની દ્રષ્ટીએ પણ તેઓ એટલા સેફ નથી.

વેરાયટી સ્ટોર્સના નૈમિષ કારીયાએ કહ્યું કે, આ વખતે માર્કેટ ૫૦% જેવું ડાઉન છે એક સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે કે ૧૦ વાગ્યા પછી ફટાકડા નહીં ફોડવાના પણ એકચ્યુલીમાં ફટાકડામાં કોઈ ઘરાકી જ નથી અને જીએસટીથી ભાવ પણ એટલો છે. ૫૦% જેટલા લોકો બહાર ફરવા વઈ જાય છે.

ગ્યા વખત કરતા આ વખતે ૨૦ થી ૨૫%નો ઘટાડો છે પણ થઈ કાંઈ ભાવ વધારો નથી એ સામાન્ય છે. અત્યારે એટલી બધી ઈન્ડિયાની જ વસ્ત વેંચાય છે. ચાઈનામાં બનતું એ જ બધુ અત્યારે શીવાકાશીમાં બનવા મડયું છે. ૯૯% કોઈ ચાઈના રાખતું જ નથી અને ઘરાક પણ ચાઈનીઝ વસ્ત માંગતા નથી. ચાઈના કરતા ભારતી ફટાકડા સારા અને સેકટીવાળા હોય છે.

શિવ સીઝન સ્ટોર્સના સન્મુખભાઈએ કહ્યું કે, માર્કેટની સ્થિતિ નબળી એટલી છે કે એકઝામ ચાલે છે જે આજકાલમાં જ પૂરી થવાની છે બીજુ જીએસટી અને આ ફેરે વરસાદ પણ ઓછો છે ગામડાઓમાં અને બધે એટલે થોડી ઘરાકી ઓછી પડે છે. જીએસટી આવ્યાથી ૧૮% લાગે છે એટલે ગ્યા વર્ષ કરતા ૧૦%નો વધરો છે.

ફટાકડામાં ઘણી છોકરાવની બટર ફલાય છે. ચીરકૂટ છે. ઘણી છોકરાવની નવી વેરાયટી છે. પહેલા જે ચાઈનામાં મેન્યુખેચર થતું એ હવે ઈન્ડિયામાં મેન્યુફેકચર થાય છે અને ઈન્ડિયાની જે કવોલીટી છે એ ચાઈના કરતા સારી છે અને એના કરતા વધારે આઈટમો ઈન્ડિયામાં બનવા મડી છે એટલે ચાઈનાથી કાંઈ આયાત થાતું જ નથી. ઘરાકીનો ૧૦૦% નીકળશે.

સંતોષ સિઝન સ્ટોર્સના જીજ્ઞેશભાઈએ કહ્યું કે, આ વખતે આકાશની આઈટમ ઘણી બધી નવી આઈટમને નવી રેન્જ આવી છે. જેમાં ૧૦ અલગ અલગ કલરના ધડાકા થાય પછી રીપીટેડ થાય પછી ૫૦૦ શોટમાં મોટા ફંકશન થાય. પછી ટર્મીનેટર આવે ૧૨૦ શોટ થાશે કાયદેસર ક્રેકલીંગ હેપ્પી ડે, ૧૦૦ પાઈયર, ૩૬૧, નવું આવ્યું છે.

ગોલ્ડન કલરના પાઈપ આવે, બ્લેક એન્ડ વ્હાઈટ જેમાં ઉપર જઈને બ્લેક એન્ડ વ્હાઈટ શોટ થાય પછી ઝોડીકો જેમાં ઉપર જઈને નાળીયેરી થશે પછી ઝીરો આવશે એમાં ૪૦ એ ૪૦ ટ્રી આવશે પછી એક આઈફોન આવ્યો છે તેમાં ૧૨૦ શોટ થશે બ્લુ અને ગ્રીન કલરના મલ્ટી કલર થશે.

શિવશકિત સિઝન સ્ટોર્સના નિલેશભાઈએ કહ્યું કે, ફટાકડા તો ઘણા બધા આવ્યા છે જેમ કે પેપર બોમ્બ, ચકરડી વગેરે વસ્તુઓ આવેલી છે. પેપર બોમ્બમાંથી પેપર નીકળે છે. માર્કેટમાં ૭૦% જેવું કાઈ મુમેન્ટ નથી. ૭૦% જેટલી ઘરાકી નથી. બસ હવે તો રીટેલ ઉપર જ આશા છે. હોલસેલ ઉપર આશા નથી.

પ્રાઈઝ કોસ્ટ તો કાંઈ બોવ ફરક નથી પડયો પણ જે ચાઈનાના ફટાકડા આવતા તે ઘણા ઓછા થઈ ગયા નવી પ્રોડકટમાં ચાઈનાના કાંઈ આવ્યા જ નથી. ઈન્ડીયન ફટાકડાની કવોલીટી ચાઈના કરતા સારી હોય છે. મટીરીયલ સારુ યુઝ કરે છે. ઈન્ડીયન ફટાકડા માર્કેટમાં સારી રીતે હોય છે.

ગજેન્દ્ર ચાવડાએ કહ્યું હતું કે, અમે અત્યારે માર્કેટમાં નવું લઈ આવ્યા છીએ જે આખા રાજકોટમાં એકેય બજારમાં નથી. કોલ્ડ ફાયર કે જે તમે સ્ટાર્ટ કરો તો છોકરાવ તેમાં હાથ નાખે તો તે સળગે નહીં અને એને તેવી કાંઈ તકલીફ ન થાય. છોકરાવને મજા આવે એવી આઈટમ છે અને એ કદમ અલગ જ વેરાયટી છે.

એક સ્ટીક છે તેને સળગાવીને છોકરાવ એકબીજાની માથે ઉડાડે તો પણ કાંઈ ના થાય. ટ્રેન છે, પપેટ છે, સુપર સ્ટીક છે. ભાવમાં વધારો છે. ૧૦૦% જે અમે ગ્યા વખતે જે રીટેલમાં વેચતા ઈ અત્યારે તો અમને નથી આવતું થઈ રેટમાં એટલે ૨૫ થી ૩૦ ટકાનો વધારો છે અને થોડીક મંદી પણ છે.

રાઠોડ સિઝન સ્ટોર્સના દિનેશભાઈએ કહ્યું હતું કે, રાઠોડ સીઝન સ્ટોર્સના નામે છેલ્લા ૯ વર્ષથી નાનામૌવા સર્કલની બજારમાં એક નવી વેરાયટી સાથે અમે સ્ટોલ કરીએ છીએ એમાં આ વખતે ફટાકડાની અવનવી વેરાયટી આવેલ છે. જેમાં ૧૨ થી ૧૩ નવી વેરાયટી આવી છે. ગયા વખત કરતા આ વખતે ફટાકડામાં ઘણી મંદી છે.

જે અત્યારે ઘરાકી એવી કાંઈ છે નઈ ગયા વખત કરતા ૪૦ થી ૫૦% ડાઉન છે અને ભાવમાં કાંઈ એવો કાંઈ ખાસ ફેરફાર થયો નથી અને કોમ્પીટીશન વધી ગયું છે. જે કોર્પોરેશનનો જે ખુલ્લી જગ્યામાં જે પ્લોટ આવેલો છે એની અંદર લાઈસન્સના પણ ઈસ્યુ હોય છે જેમાં ઘણા બધા જેમ કે ફાયર, સ્વચ્છતાને એ બધુ રાખવું જ‚રી હોય છે. જાનહાની ન થાય તેના માટે તેમાં નવી વેરાયટીમાં ૧૦૦૦, ૫૦૦, ૭૦૦ શોટ છે.

જલિયાણ સીઝન સ્ટોર્સ (મવડી રોડ)ના ભરતભાઈએ કહ્યું હતું કે, હું આ ધંધો ૨૧ વર્ષથી ચલાવું છું. આજસુધી આવી મંદી નથી જોઈ. મંદીના કારણે બજારમાં પૈસો નથી વળતો ધંધાની હરીફાઈ વગર લાઈસન્સના મંડપ, રેકડીવાળાના ધંધાનો બધો વ્યાપ ઈ બધુ એના માટે તંત્ર અને સરકારના જવાબદાર છે.

કોઈ જગ્યાએ લાયસન્સની ચકાસણી પુરી થતી નથી અને ઈ લોકો સ્ટોલમાં બે-પાંચ દિવસ વેપાર કરવા માટે હલકી ગુણવતાના ફટાકડા વેંચી શકે જયારે અમે કાયમી વેપાર લઈને બેઠા હોય પ્રતિષ્ઠા લઈને બેઠા હોય એટલે અમને મેન્ટેનન્સ સારી કવોલીટીના ફટાકડા હોય એટલે એની સાથે વેંચવા ન પોષાય. ફાયર બ્રિગેડ, એનઓસી, પોલીસ કમિશનરનું ફટાકડાનું લાયસન્સ બધુ ધરાવુ છું.

પ્રવિણભાઈએ કહ્યું હતું કે, નવી આઈટમમાં સ્ટાન્ડર્ડ ચકકર આવેલા છે. રોકેટની જેમ ઉપર જાયને ઉપર જઈને ચકકર થાય પછી મોરપીંછ આવેલા છે. મોરની જેમ શંભૂ થાય ચારેય બાજુ એવી ઘણી બધી વેરાયટી આવેલી છે. ફટાકડાના ભાવમાં નોર્મલ વધારો છે પણ માર્કેટ બહુ ટફ થઈ ગયું છે. માર્જીન ઘટી ગયું છે.

ઘણુ બધુ ભાડા વધી ગયા છે. અત્યારે તો કાંઈ લાગતું નથી ધરાકો એમ નથી એમનમ બેઠા છીએ. સ્ટાફ છે. આટલો બધો પણ ધરાવી સાવ છે નહીં એવું લાગે છે કે આ વખતે નુકસાની જાજી આવશે પણ હજી બે-ત્રણ દિવસો છે. કોર્પોરેશનને હરાજી કરેલી છે તો બહુ ઉંચા ભાવે રાખેલો છે અને આ વખતે માર્કેટ પણ ૨૦ થી ૩૦ ટકા ડાઉન છે.

ચાઈનાની જે આઈટમ આવતી તે બધી બંધ થઈ ગઈ છે. કારણકે ઈન્ડીયામાં જ બધી વસ્તુ બનાવાડી છે અને કસ્ટમર પણ એવું વિચારે છે કે ચાઈનાની પાસે બાઈચાન્સ કોઈ ચાઈનાની આઈટમ હોય તો કસ્ટમર પાસે બાઈચાન્સ કોઈ ચાઈનાની આઈટમ હોય તો કસ્ટમર પણ ના પાડે છે કે ઈન્ડીયન હોય તો આપો ચાઈના નથી જોતું.

રાજકોટની ગુંદાવાડી બજારની વાત કરીએ તો અહીં ખરીદીની બધી જ વસ્તુઓ મળી રહેતી હોવાથી લોકોની ભારે ભીડ જોવા મળે છે. આ ઉપરાંત દિવાળીને લઈને વેપારીઓએ અનોખી તૈયારીના ભાગ‚પે પોતાની દુકાનો સજાવી છે. જેથી ગ્રાહકોને આકર્ષી શકાય. કપડા, ફરસાણ, ગૃહસુશોભનની વસ્તુઓ, ફુટવેર, ખાદ્યસામગ્રી, મીઠાઈ વગેરે વસ્તુઓની ખરીદી માટે લોકો ગુંદાવાડી બજારમાં આવવાનું પસંદ કરે છે. આ ઉપરાંત અહીં રાજકોટની આજુબાજુના ગામડાઓમાંથી પણ લોકો આવીને ખરીદી કરી રહ્યાં છે.

આ તકે ગુંદાવાડી બજારમાં આવેલ લિપ્સી ડિઝાઈનર જવેલના ઓનર હર્ષાબેન રાજાએ જણાવ્યું હતું કે, અમારી શોપને છ મહિના થયા છે. અમારી પાસે બધા પ્રકારની જવેલરી ઉપરાંત કોસ્મેટીકસ અને મેકઅપમાં હુડા બ્યુટી, સ્વીસ, લેકમે વગેરે પ્રોડકટ છે અને બધુ જ હોલસેલ રેટમાં મળી રહે છે. કમ્પેરેટીવલી બધાને લાગે છે કે બજારમાં મંદી છે પરંતુ અમને નથી લાગતી. લોકોનો ઘણો સારો રીસ્પોન્સ છે અને ક્રાઉડ પણ ઘણું હોય છે.

આ તકે યુ.કે.ફુટવેરના મયુરભાઈએ જણાવ્યું હતું કે, અમારી નવા કલેકશનમાં હીલ્સ, શુઝ, બેલીઝ, સ્લાઈડ વગેરે નવી વેરાયટીઓ છે. રાજકોટમાં ગર્લ્સને અમારી ફેન્સી વેરાયટીઓ ખુબ જ પસંદ છે. અમારી પાસે ૪૦૦થી લઈને ૬૦૦૦ સુધીની રેન્જના ફુટવેર છે. દિવાળીને લઈને અમારી પાસે ટ્રેડિશનલ કલેકશન પણ છે અને લોકોનો સારો રીસ્પોન્સ મળે છે.

દિવાળી હોય કે કોઈ પ્રસંગ હોય ત્યારે ગૃહિણીઓ સોનું ખરીદવાનું વધુ પસંદ કરતી હોય છે. એમાં પણ દિવાળીના તહેવાર નિમિતે સોનાની ખરીદીનું મહત્વ ખુબ વધી જતું હોય છે અને આ તહેવાર પર સોનાની વધુ ખરીદી થતી હોય છે. રાજકોટમાં આવેલ સોની બજારની વાત કરીએ તો અહીં સોનાનાં ઘરેણા અવનવી વેરાયટી તેમજ ડિઝાઈન જોવા મળી રહી છે.

સોની બજારમાં ગ્રાહકોને આકર્ષવા માટે દુકાનોની સજાવટથી માંડીને ડિસ્કાઉન્ટ ઓફર પર વેપારીઓએ ખાસ ધ્યાન રાખ્યું છે. આ તકે દિવાળી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખરીદીનો માહોલ જામ્યો છે. સોનાની વાત કરીએ તો સોનું એ સ્ત્રીધન છે. સાથોસાથ ભારતમાં પ્રાચીન કાળથી જે સોનાનું મહત્વ રહેલું છે તે આજે પણ યથાવત રહ્યું છે .

પરંતુ સમયની સાથો સાથ સોનાના ઘરેણા તેમજ ડિઝાઈનોમાં વિવિધ વેરાયટીઓ તેમજ નવીનતા જોવા મળે છે. જુદા જુદા ટ્રેન્ડ પ્રમાણે લોકો ઘરેણાની પસંદગી કરતા હોય છે ત્યારે રાજકોટની સોનીબજારમાં પરંપરાગત ઘરેણા ઉપરાંત રોઝ ગોલ્ડ જવેલરી અને કપલ જવેલરીની ધુમ ખરીદી થઈ રહી છે. રોઝ ગોલ્ડ જવેલરીની વાત કરીએ તો તેમાં વીંટી, બ્રેસલેટ, ચેઈન વગેરે ઘરેણાને લોકો વધુ પસંદ કરી રહ્યા છે.

જયારે કપલ જવેલરીમાં કપલ રીંગ, કપલ બેલ્ટ, કપલ વોચ, કપલ બ્રેસલેટ વગેરે મળી રહ્યાં છે. આ ઉપરાંત દિવાળી પછી તરત જ લગ્નગાળો હોવાથી તેને લઈને પણ અવનવું કલેકશન જોવા મળી રહ્યું છે. સોના ઉપરાંત ડાયમંડ જવેલરી, સિલ્વર જવેલરી, ચાંદીના વાસણો, ચાંદીના ભગવાન, ઘરેણાની પણ લોકો ખરીદી કરી રહ્યાં છે.7 3રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ એમટુએમ કે જે સુરતની ફેમસ બ્રાન્ચ છે. જેમાં દિવાળીને લઈને વાત કરતા ચિરાગ અજુડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ખાસ તો હાલમાં લોકોને અવનવી પ્રીન્ટવાળા શર્ટ વધારે પસંદ આવતા હોય છે ત્યારે ભરતમાં પ્લેનશર્ટ, પ્રીન્ટેડ શર્ટ અને જીન્સમાં પણ દિવાળી માટે ઘણી બધી વેરાયટી જોવા મળે છે.

દિવાળીને લઈને લોકોનો પ્રતિસાદ ખુબ જ સારો છે પરંતુ ઓલ ઓવર માર્કેટમાં મંદી જોવા મળે છે તેવું તેમણે જણાવ્યું. ઉપરાંત સ્પેશ્યલ ફોરેનથી ટ્રેક અને ટી-શર્ટ ઈમ્પોર્ટ કરવામાં આવે છે જેનું મટીરીયલ ટકાઉ, કમ્ફટેબલ હોય છે. તેથી રાજકોટીયન્સ આ ટ્રેડ ટી-શર્ટને વધુ પસંદ કરે છે.6 3કાલાવડ રોડ પર આવેલ જય બાલાજી મોબાઈલ એસેસરીઝનાં માલિક સુનિલ રામવાણી અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલમાં જેમ લોકોને નવા નવા કપડા વધારે ગમે છે. તેવી જ રીતે મોબાઈલ કવરનો પણ હાલમાં અલગ ટ્રેન્ડ છે ત્યારે માત્ર દિવાળી પર જય બાલાજી મોબાઈલ એસેસરીઝમાં ૯૯ રૂ.માં કોઈપણ મોબાઈલ કવર લોકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. ખાસ તો દિવાળી પર લોકોનો પ્રતિસાદ સારો જોવા મળી રહ્યો છે.10 4યાજ્ઞિક રોડ પર આવેલ જી.બી.જવેલર્સના માલિક કોમલબહેને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલમાં એન્ટીક જવેલરીની ડિમાન્ડ ખુબ જ વધુ છે તેથી દિવાળી પર એન્ટીક સિલ્વર જવેલરી લોકો માટે તેવો લાવ્યા છે. સાથો સાથ રોઝ ગોલ્ડ રીંગ, બ્રેસલેટ, નેકલેસની પણ માંગ વધારે છે. જેથી આ વખતે એન્ટીક કલેકશનમાં વધારો કરવામાં આવ્યો છે.

લોકોને જે પ્રકારની માંગ હોય તે પ્રકારની વિવિધ સિલ્વર જવેલરી બનાવી દેવામાં આવે છે. તેમની ટેગલાઈન કહી શકાય કે ગ્રાહકનો સંતોષ એજ સાચો વેપાર. આ ઉપરાંત દિવાળીના માહોલની વાત કરતા જણાવ્યું કે ઓલ ઓવર માર્કેટમાં મંદિ છે પરંતુ લોકો ખરીદી માટે આવે છે. દિવાળી માટે જવેલરી લઈ જાય છે.5 4

જી.બી.ફુટવેરના માલિક નિખીલ ચોવટીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલમાં દિવાળી પર સ્પોટર્સ શુઝથી વધારે પાર્ટી વેર ચાલે છે. કારણકે લોકો લોફર અને લેઝ સુઝ વધારે પસંદ કરે છે. લેઝ સુઝ અને લોફર શુઝમાં ઘણી બધી વેરાયટી જોવા મળે છે અને લોકો તે જ સુઝ પસંદ કરે છે. દિવાળીનાં માહોલ વિશે નિખીલભાઈએ જણાવ્યું કે, લોકો ખરીદી માટે આવે છે પરંતુ ઓલઓવર માર્કેટમાં મંદી જોવા મળે છે પરંતુ ગ્રાહકોને પુરતુ સેટીસફેકશન મળી રહે તે માટે ભાવ પણ રિઝનેબલ રાખવામાં આવ્યા છે.

ફટાકડાના સ્ટોર્સ માટે ૧૭૪માંથી ૧૦૩ અરજીઓને એનઓસી અપાયા14આસીસ્ટન્ટ ફાયર ઓફસર કોહલીએ કહ્યું કે અત્યાર સુધીમાં ૧૭૪ જેટલી એપ્લીકેશનો આવેલી છે. એમાંથી ૧૦૩ જેટલી એપ્લીકેશનમાં અમે એનઓસી આપેલી છે બાકી જે ચે. એમાં હજી સ્થળ તપાસ કરવાની વીઝીટ કરવાની બાકી છે જે સ્થળ જોઈ અને પૂરતા સાધનો હશે તો એમને એનઓસી ઈસ્યુ કરીદ વામાં આવશે અથવા જ‚ર પડશે કે પૂરતા સાધનો નહી હોય તો એ એનઓસી કેન્સલ કરવામાં આવશે. દરેક ફાયરના જે સ્ટોલ હોય છે. તેની પાસે અમે ૨ ફાયર એકસ્ટીડીસરો અમે રખાવીએ છીએ.

નો સ્મોકીંગના બોર્ડ પણ રખાવીએ છીએ પાણીના બેરલ રખાવી એ છીએ રેતીની ડોલુ રખાવીએ છીએ આ પ્રકારનું એને ખાસ ધ્યાન રાખવાનું હોય એવી અમે સુચના, કરીએ છીએ અને અમે સ્થળ તપાસ કરીને આ પ્રકારની વસ્તુ છેકે નહી અમે એ જોયા પછી જ એનઓસી આપીએ છીએ ખાસ કરીને પેટ્રોલ પંપની નજીક અમે કોઈપણ જાતની એનઓસી આપતા નથી પેટ્રોલ પંપથી ૫૦/૧૦૦ મીટરની દૂરીએ હોય તો એનઓસી આપીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.