અનુસુચિત જાતિના લોકોને થતાં હડહડતા અન્યાય સામે વિપક્ષી નેતાની કમિશનરને રજુઆત
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા અનુસૂચિત જાતિના લોકોને હડહડતો અન્યાય થયો હોવાથી ગુજરાત હાઈકોર્ટના દ્વારે ન્યાયની માંગણી કરેલ છે. સાગઠીયાએ રજુઆતમાં જણાવ્યું છે કે ભાજપના શાસનમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી અનુ.જાતિ અને અનુ.જનજાતિ લોકોના હકકો ઉપર તરાપ મારવામાં આવી રહી છે.
છેલ્લે કોપોરેશનમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે અનામતનો અમલ થયો હતો પરંતુ જયારથી બીજેપીનું શાસન ફરીથી કોર્પોરેશનમાં આપ્યું ત્યારથી અનુ.જાતીના લોકોને અન્યાય થઈ રહ્યો છે તે પછી સફાઈ કામદારની ભરતી વાત હોય કે અનુ.જાતિના એસઈડબલ્યુએસના પ્લોટની વાત હોય કે પછી કોર્પોરેશન દ્વારા ઉભા થતા આવાસ યોજના હોય કે પછી શોપિંગ સેન્ટર હોય આ બધા જ આયોજનમાં કોર્પોરેશનમાં ભાજપના શાસકો દ્વારા યેનકેન પ્રકારે અનામતનો લાભ અનુ.જાતિના લોકોને ન મળે તેવા પ્રયાસો થતા રહ્યા છે. શોપિંગ સેન્ટરમાં દુકાનો, ઓફિસો બનાવી જાહેરમાં હરરાજી કરો છો તો તેમાં ૧૦ ટકા અનામત રાખવાની જોગવાઈ છે પરંતુ રાખી નથી. દરેક જીલ્લા કલેકટરને, નગરપાલિકાને નિયામકને સમાજ કલ્યાણ અને આદિવાસી વિકાસ વિભાગને પણ આ પત્રની જાણ કરવામાં આવેલ છે તેમ છતાં આરએમસીમાં ભાજપના શાસકોની દાદાગીરીથી અધિકારીઓ તેનો અમલ કરતા નથી જો તેનો અમલ નહીં થાય તો હાઈકોર્ટમાં જવાની અને લાગતા વળગતા અધિકારીઓ અને પદાધિકારીઓની વિરુઘ્ધમાં ફરિયાદ કરવાની અંતમાં વશરામભાઈ સાગઠીયાએ ચીમકી ઉચ્ચારી છે.