• મલ્ટીનેશનલ કં5નીના બંધ પ્લાન્ટમાં આગ લાગતાં નાસભાગ
  • રાજકોટ અને ગોંડલ ફાયર ફાઇટરોની ટીમે મહાજહેમતે આગ પર કાબૂ મેળવ્યો

શાપર-વેરાવળમાં પ્લોટ નં.1/2માં આવેલા લેબર્ટીં ગમગુવાર પાવડર બનાવતા કારખાનામાં ગઇકાલ મોડી રાત્રે આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. જે અંગે ફાયર વિભાગમાં જાણ થતાં રાજકોટ અને ગોંડલ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ફાયર વિભાગના જવાનોએ સાડા છ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મલ્ટીનેશનલ કં5નીના બંધ પ્લાન્ટમાં આગ લાગતા નાશભાગ મચી ગઇ હતી.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શાપર-વેરાવળમાં પ્લોટ નં.1/2 સર્વે નં.161 એસઆઇડીસી રોડ પર આવેલા લેબર્ટીં નામની કેમિકલ ફેક્ટરીમાં ગત રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં રાજકોટ અને ગોંડલના ફાયર વિભાગના જવાનો તુરંત દોડી ગયા હતા. મોડી રાતથી ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. રાજકોટની ત્રણ અને ગોંડલની એક એમ કુલ ચાર ફાયર વિભાગની ટીમ દ્વારા સાડા છ કલાકની જહેમત બાદ કારખાનાની આગ પર કાબૂ મેળવાયો હતો.

કેમિકલના કારખાનામાં આગ લાગતાં દૂર-દૂર સુધી ગોટેગોટા નજરે ચડી રહ્યા હતા. વિકરાળ આગમાં કેટલી નુકશાની થઇ તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.

આગ અંગે પ્લાન્ટના મેનેજરે જણાવ્યું હતું કે હાલ લીબર્ટીં ગમગુવાર પાવડર બનાવવાનો પ્લાન્ટ જાન્યુઆરી માસથી બંધ હતો. બંધ પ્લાન્ટમાં કંઇ રીતે આગ લાગી તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ કારખાનાના વેર હાઉસથી લાગેલી આગે ક્ષણભરમાં પૂરા કારખાનામાં આગ ભભૂકી હતી. હાલ આ કારખાનાના માલિક આઉટ ઓફ ક્ધટ્રી હોવાનું જાણવા મળ્યું છે.

કારખાનામાં લાગેલી વિકરાળ આગ ભયાનક સ્વરૂપ ધારણ કરે તે પહેલા ફાયર વિભાગના જવાનોએ તેના પર કાબૂ મેળવ્યો હતો. કારખાનામાં આગની ઘટનાને લઇ શું નુકશાન થયું તે અંગે તપાસ કરવા અને આગ ક્યાં કારણોસર લાગી તેનો ભેદ ઉકેલવા માટે ફોરેન્સીક ટીમે તપાસ હાથ ધરી છે. હાલ આ ઘટનામાં કોઇ જાનહાની થયું ન હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.