ભારતમાં છ માસમાં શોપીફાયનો ૧૨૩% ગ્રોથ: એમેઝોન અને ફલીપકાર્ટને કાંટાની ટકકર
કોરોનાએ ઇ-કોમર્સ જાયન્ટસને લીલાલેર કરાવી દીધા
આજના ૨૧મી સદીના આધુનિક યુગમાં ઇલેકટોનીક ઉપકરણોનો વ્યાપ વધતા ડીજીટલી સેવાનો ઉપયોગ ખૂબ વધ્યો છે. બેકિંગ, પોસ્ટલ, ખાણીપીણી સહિતની મોટાભાગની સેવા આંગળીના રેવે મળતી થઇ છે. ડીજીટલ સેવાનો વ્યાપ-વિસ્તાર વધતા ઇ-કોમર્સ કંપનીઓને મોટો ફાયદો તો થઇ રહ્યો છે. પરંતુ આ સાથે કોરોનાએ પણ લીલાલેર કરાવી દીધા છે. કોવિડ-૧૯ના સંપર્કમાં આવવાથી બચવા મોટાભાગના લોકો ઓનલાઇન સેવાઓ તરફ વળ્યા છે. ઓનો સીધો ફાયદો ઇ- કોમર્સ જાયન્ટસને મળ્યો છે. ખરીદ વેચાણ માટે એમેઝોન, ફલીપકાર્ટ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ ખુબ વધ્યો છે. ત્યારે આના એક વિકલ્પ તરીકે શોપીફાઇ પ્લેટફોર્મ ઊભરી આવ્યું છે. શોપીફાઇએ વિશ્ર્વના ટોચના ગણાતા ઇ-કોમર્સ પ્લેટફોર્મ માટે કાંટાની ટકકર ઉભી કરી છે.
દરેક વસ્તુના વેચાણ પર કમિશન ન લઇ મંથલી ચાર્જ વસુલવાના શોપીફાયના કીમિયાએ વેપારીઓને આકર્ષ્યા
આજના સમયે સૌ કોઇ પોતાના બિઝનેશનો વ્યાપ વધારવા ઓફલાઇન ઉપરાંત ઓનલાઇન માધ્યમનો ઉપયોગ કરવા પર વધુ ભાર મુકી રહ્યા છે. ધંધાર્થીઓની આ અનિવાર્યતા પર ધ્યાન દઇ એમેઝોન અને ફલીયકાર્ટે અલગ પ્લેટફોર્મ ઉભા કરી ઇ-કોમર્સ ક્ષેત્રે પગદંડો જમાવ્યો છે. આપણે સૌ કોઇ જાણીએ છીએ, તેમ એમેઝોન અને ફલીપકાર્ટ પર ધંધાર્થીઓ પોતાની ઉત્પાદન વસ્તુઓ મુકી ઓનલાઇન વેચાણ કરી શકે છે તો એવી જ રીતે આ પ્લેટફોર્મ પર આવી ગ્રાહકો વસ્તુઓ ખરીદી શકે છે આ માટે એમેઝોન, ફલીપકાર્ટની વેબસાઇટ પર જે તે ધંધાર્થીઓએ નોંધણી કરાવવી પડે છે. પરંતુ શોપીફાય ધંધાર્થીને પોતાની વેબસાઇટ બનાવી આપે છે. એમેઝોન, ફલીપકોર્ટની વેબસાઇટ પર માલ-સામાનનું વેચાણ કરવા બદલે ધંધાર્થીઓ શોપીફાય ઉપર પોતાની અલગ વેબસાઇટ બનાવી શકે છે.
ધંધાર્થીઓને સરળ રીતે પોતાનું ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઊભુ કરી આપતા શોપીફાયનો કારોબાર ધમધમ્યો
આ ઉપરાંત, શોપીફાય ડ્રોપશીપીંગનો પણ વિકલ્પ પુરો પાડે છે. ડ્રોપશીપીંગ એટલે કે, આ પણ એક ધંધાનો પ્રકાર છે. કોઇ વ્યક્તિ કે વેપારી તે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને તેનું કોઇ ત્રીજી વ્યક્તિ કે પક્ષ (થર્ડ પાર્ટી) શેલીફાય પર ખરીદ-વેચાણ કરાવે. એટલે કે, શોપીફાય પર મુળ માલિક સિવાયના વ્યક્તિ કે પક્ષ પણ ઓનલાઇન બિઝનેશ કહી શકે છે. ઓનો બીજો મોટો ફાયદો એ છે કે, ડ્રોપશીપીંગ બિન્નેશમાં કોઇ રોકાણ કરવું પડતું નથી અને પોતાની વેબસાઇટ થકી સરળતાથી ચીજ વસ્તુઓના ઓનલાઇન ખરીદ-વેચાણને મેઇનટેઇન કરી શકાય છે.શોપીફાયે આ ફંડાથી એમેઝોન અને ફલીપકાર્ટને માટે કાંટાની ટકકર ઉભી કરી છે. એટલું જ નહીં કેનેડાની આ કંપનીએ ભારતમાં માત્ર ૬ માસમાં ૧૨૩ ટકાનો ગ્રોથ કર્યો છે. વર્ષ ૨૦૧૯ના ત્રીજા કવાર્ટરમાં શેલીફાયની કુલ કમાણી વર્ષ ૨૦૨૦માં ૯૬ ટકા વધી ૭૬૭.૪૦ મીલીયન ડોલરે પહોંચી હતી. ગ્રીથ મર્ચન્ડાઇઝ વોલ્યુમમાં ૧૩૨ ટકાનો વધારો થયો છે. આ જ પ્રકારે ભારતમાં પણ પ્રદર્શન રહ્યું છે અને ૧૨૩ ટકાની વૃદ્ધિ મેળવી છે.શોપીફાયના પ્રમુખ હાર્લિ ફીન્કલસ્ટેને આ અંગે જણાવ્યું છે કે, શોપીફાર્ય છેલ્લા છ માસમાં નોંધપાત્ર ગ્રોથ કર્યો છે. પરંતુ આ હજુ શરૂઆત છે. કોવિડ-૧૯ મહામારીના સમયમાં ડીજીટલ સર્વિસ વધતા કારોબાર વધ્યો છે. શોપીફાયની શરૂઆત વર્ષ ૨૦૦૬માં થઇ હતી. જે તમને પોતાનું ઇ-કોમર્સ પ્લેટફોર્મ વિકસાવવા માટે સોફટવેર પુરા પાડે છે. વધીને એક થી બે કલાકમાં બનાવી આપે છે અને આ સંબંધિત સેવાઓ જેમ કે, સર્વર મેઇનટેઇન, વેબ સ્ટોર ટુલ મેઇન્ટેઇન પણ પુરા પાડે છે. શોપીફાય થકી વિકસાવાયેલા વેબ સ્ટોર મોબાઇલ ફેન્કલી છે જે ધંધાર્થીઓ મોબાઇલ પરથી પણ પોતાનું ઇ-કોમર્સ પ્લેટફોર્મ ચલાવી શકે છે. આ જ પરીબળોએ એમેઝોન, ફલીપકાર્ટ જેવી ટોચની કંપનીઓને કાટાની ટકકર આપી હંકાવી દીધી છે.