જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જોકે આ અથડામણમાં એક જવાન પણ શહીદ થયા છે. જ્યારે અન્ય 3 જવાન ઘાયલ થયા છે. બીજી બાજુ LOC પર પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
#UPDATE Shopian encounter: Four terrorists have been gunned down by security forces. Operation continues #JammuAndKashmir pic.twitter.com/e0OASB8eaZ
— ANI (@ANI) November 20, 2018
જેનું હાલ ઓપરેશન પુરૂ થઈ ગયું છે. ગઈ કાલે રાતે શોપિયામાં નાદિમગામમાં 2થી 3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી ત્યાર પછી સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને રાત્રે જ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
શોપિયામાં થયેલા આ એન્કાઉન્ટરમાં સીઆરપીએફની 178 બટાલિયન, આરઆર અને જમ્મુ-કાશ્મીર પોલીસ સંયુક્ત અભિયાનમાં સામેલ હતી. મારવામાં આવેલા આતંકીઓની લાશ કબજે લઈ લેવામાં આવી છે અને હવે બાકીની તપાસ કરવામાં આવી રહી છે.