મોરબીમાં બોગસ ચૂંટણીકાર્ડ કાઢી આપવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે નાયબ મામલતદારે એક ઝેરોક્ષના દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે બી ડિવિઝન પોલીસે હાલ તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ નાયબ મામલતદાર રમેશભાઈ સોલંકીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે પાડાપૂલ પાસે વાઘજી ઠાકોરના બાવલા નજીક બીજા માળે આવેલ પાટીદાર ઝેરોક્ષના સંચાલકે સુનિલભાઈ મનુભાઈ વરાણીયા રહે. 371- ક સરકારી ક્વાર્ટર, એનસીસી કમ્પાઉન્ડ વાળાનું WMO 1691880 નંબરનું બોગસ ચૂંટણી કાર્ડ બનાવી આપ્યું છે.

આ મામલે નાયબ મામલતદાર રમેશભાઈ સોલંકીએ જણાવ્યું કે સુનિલભાઈએ વર્ષ 2018મા પાટીદાર ઝેરોક્ષમાંથી રૂ. 100મા ચૂંટણી કાર્ડ કઢાવ્યું હતું. બાદમાં આ ચૂંટણી કાર્ડ લઈને તેઓ લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા પણ ગયા હતા. જયા બીએલઓએ તેમનું નામ મતદારયાદીમાં ન હોવાનું જણાવીને મામલતદાર કચેરીએ તપાસ કરવાનું કહ્યું હતું. જેથી સુનિલભાઈ મામલતદાર કચેરીએ આવ્યા હતા. જ્યા તપાસ કરતા આ ચૂંટણી કાર્ડ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તા. 11 જુલાઇના રોજ તેઓનું નિવેદન લેવામાં આવ્યું હતું.જેના આધારે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.