અબતક, જામનગર

જામનગરમાં ઝોલઝાલ વેબ સિરીઝનું શૂટિંગ શરૂ કરવામાં થયું છે. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિતના રાજ્યોમાંથી કલાકારો આવ્યા છે. જે જામનગરમાં ત્રણ જગ્યાએ ઝોલઝાલ વેબ સિરીઝનું શૂટ કરશે. આ ઝોલઝાલ વેબ સિરીઝમાં કોમેડી, એનેઇમેન્ટ, ધર્મ, શિક્ષણ અને એકતા સહિતની સમાજમાં સારો મેસેજ જાય અને ફેમિલી સાથે જોઈ શકાય તેવી સ્ટોરી ક્રિએટ કરવામાં આવશે. જ્યારે ઝોલઝાલ વેબ સિરીઝમાં મેન 6 એક્ટર્સે અને સાઇડ રોલમાં 25 એક્ટર્સ કામ કરશે.

શહેરના યુમેન જીમ, ગણપતિ મંદિર સપડા અને આર્ય ભગવતી રિસોર્ટમાં શૂંટિંગ કરાશે : મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યોમાંથી કલાકારો આવ્યાં

આ વેબ સિરીઝમાં બોલીવૂડમાં કામ કરેલા કલાકારો કામ કરી રહ્યાં છે. જેમાં મેન એક્ટરમાં અબ્બાસ અલી, એક્ટ્રેસમાં સનાલી ખાન છે. જ્યારે આ સિરીઝને અઝીમ ઝેદી ડિરેક્ટર કરી રહ્યાં છે. આ ઉપરાંત જામનગરના એક્ટર સોનમ નંદા, રેની શાહ, અતુલ જોશી, અશ્વિન બુદ્ધદેવ જ્યારે મધ્યપ્રદેશથી બબલુ કામ કરી રહ્યાં છે. આ સિરીઝના કુલ 10 એપિસોડ બનાવવામાં આવશે.

આ સિરીઝ અંગે એક્ટર અબ્બાસ અલીએ કહ્યું હતું કે, અમને જામનગરનું કલ્ચર બહુ ગમે છે. જ્યારે મને વારંવાર ખાવાનું મન થાય ત્યારે હુ જામનગર આવી જાવ છું. અહીંયા મને ફેમિલી જેવું ફીલ થાય. મહત્વનું છે કે, અબ્બાસ અલી સલમાનના પણ ટ્રેનર રહી ચૂક્યા છે અને અલગ-અલગ ફિલ્મોમાં કામ પણ કરી ચૂક્યા છે. જેમાં બટેલૂગા, રેસ, રાઈસ, લીડ, પ્લાન, હૈયા બાદી, નોટા પુલીસ, બ્લેક માર્કેટ અને વાલ સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.